દેવી પૂજક સમાજ માટે શૈક્ષણિક અને રચનાત્મક કામગીરી કરનાર એસડીએમની એટલે કે સ્ટુન્ડન્ટ ડેવલપમેન્ટ તથા ઓલ ઇન્ડિયા દેવી પૂજક વિકાસ પરિષદ તથા અન્ય સાથી સંસ્થાઓ દ્વારા દેવી પૂજક સમાજના ધોરણ-10-12ના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન અર્થે ઇનામ વિતરણ તેમજ સમાજના નિવૃત કર્મચારી-અધિકારીઓનું સન્માન તથા બઠતી મેળવેલ અધિકારીઓ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ઠ સિધ્ધિ હાંસલ કરેલ વ્યકિતઓ અને મહાનુભાવોનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. પટ્ટણી સમાજની અંદર ખૂબ ઇમાન દારી રહેલી છે,તથા તેઓમા વેપાર કરવાની ભારોભાર ક્ષમતા રહેલી છે. ઉપરાંત હિન્દુ ધર્મની રક્ષા કરવાની તાકાત પણ આ સમાજની મોટી ખૂબી છે. જેમ-જેમ સમય બદલાયો છે. તેમ સમાજે પણ પ્રગતિ સાઘી છે. બાળકોને શિક્ષણ તરફ વાળ્યા છે, જેના થકી આ સમાજે આઇએએસ જેવા ઉચ્ચ અધિકારીઓ ગુજરાતને આ૫યા છે. દેવિપૂજક સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનપત્ર તથા મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા, તથા 1700 જેટલા વિદ્યાર્થીઓને પુસ્તકો અને કિટ વિતરણ કરવામાં આવી હતી ,તથારમત ગમત ક્ષેત્રે અંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ દેખાવ કરનાર રમતવિરોને સાધનો વિતરણ કરવામાં આવ્યા હતાઆ પ્રસંગે ધારાસભ્યો પ્રદિપસિંહ પરમાર,સરસપુર શાળાના ટ્રસ્ટી મોહનભાઇ પટેલ સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ અને વાલિયો ઉપસ્થિત રહ્યા હતા.