દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.3 ટકાનો ઘટાડો થતાં આર્થિક સ્થિતિ ધડામ

અમદાવાદ,તા.17
મંદીનો માર એટલી હદ પ્રજાને પડી રહ્યો છે જેને કારણે કમર બેવડ વળી ગઇ છે. જોકે ઉદ્યોગો આ મંદીનો માર ઓછો કરી શકશે તેવી આશા રાખવામાં આવી રહી હતી. થોડીક મંદી બાદ વાતાવરણ સકારાત્મક બનશે અને ફરી પાછી દેશની આર્થિક સ્થિતિ ટ્રેક ઉપર આવશે તેવી આશા હતી. લાખો નિરાશાઓની વચ્ચે એક આશા છુપાયેલી હોય છે તેવી ઉક્તિ છે. પરંતુ જે અહેવાલો અને આંકડાઓ જાહેર થઇ રહ્યાં છેતે તમામ આશાઓ ઉપર પાણી ફેરવી દેનારા છે.

દેશના ઔદ્યોગિક ઉત્પાદનના હાલમાં જ આંકડાઓ પ્રસિધ્દ થયાં છે. આ આંકડાઓ દેશની આર્થિકનીતિની દયનીય સ્થિતિને ઉજાગર કરી રહી છે. છેલ્લા સપ્ટમ્બર માસમાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યું છે. આ ઘટાડો નાનો સૂનો નથી . ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડાનો આંકડો 4.3 ટકા જેટલો મોટો છે. જે ઉદ્યોગોની હાલની કપરી અને વિષમ સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. જે રીતે સતત મંદીને કારણે સ્થિતિ દિનપ્રતિદિન કપરી બની રહી છે તેનુ આ તાજુ ઉદાહરણ છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા આર્થિકસ્થિતિેને મજબૂત કરવાના જે પણ પગલાં લેવામાં આવીરહ્યાં છે તે કારગત સાબિત થતા નથી તેનો આ પુરાવો છે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું નેગેટિવ પ્રદર્શનના પરિણામે આ સ્થિતિ સર્જાઇ છે તેવુ પ્રાથમિક તારણ દર્શાવાઇ રહ્યું છે. સપ્ટેમ્બરમાં જ ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યુ છે તેવું નથી પરંતુ ચાલુ વર્ષના ઓગષ્ટ માસમાં પણ તેમાં 1.1 ટકા ઘટાડો રહ્યો હતો. આ ઘટાડામાં વધારો થયો હતો અને સતત બીજા મહિને પણ ઔદ્યોગિત ઉત્પાદન દર ઘટીને 4.3 ટકા રહ્યો હતો. જેને કારણે સતત ઉત્પાદનમાં ઘટાડો થઇ રહ્યુ હોવાનું ફલિત થાય છે.

જોકે 2011ના ઓક્ટોબર દરમિયાન હાલના ઘટાડા કરતાં પણ વધુ કડાકો આઇઆઇપીમાં નોંધાયેલો હતો. જોકે ગત સપ્ટેમ્બર મહિનામાં ગ્રોથ જોવા મળી હતી. જ્યારે એક જ વર્ષના ગાળામાં મામલો ઉલટાઇ ગયો હતો અને હવે આ સપ્ટેમ્બરમાં ઘટાડો નોંધાયો છે. મેન્યુફેકચરિંગ સેક્ટરના 23માંથી 17 ઔદ્યોગિક જૂથોમાં ઘટાડો જોા મળ્યો હતો. કોઇપણ દેશની આર્થિકસ્થિતિ તેના ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના આધારે નક્કી થાય છે.જેથી દેશની આર્થિકનીતિની ગતિને દર્શાવે છે. જોકે આ આંકડા દેશના આર્થિકજગતની આંખ ઉઘાડનારા છે. સરકાર, આર્થિક વિશ્લેષકો, અર્થશાસ્રીઓ અને ઔદ્યોગિક સંસ્થાઓ એકછત્ર હેઠળ આવીને દેશની આર્થિક સ્થિતિને વધુ કથળતી અટકાવવાના પ્રયાસો નહીં હાથ ધરે તો સ્થિતિ વધુ કપરી બની જશે તેવા એંધાણ મળી રહ્યાં છે.

ઓદ્યોગિક ઉત્પાદનની દયનીય સ્થિતિ

ક્ષેત્ર ઉત્પાદનનો ગ્રોથ
મેન્યુફેક્ચરિંગ – 3.9 %
માઇનિંગ – 8.5 %
કેપિટલ ગુડ્ઝ – 20.7%
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુડ્ઝ -6.4 %
ઇલેક્ટ્રિસિટિ – 2.6%
પ્રાયમરિ આર્ટિકલ્સ -5.1%
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ -9.9%
કન્ઝુમર નોન ડ્યુરેબલ્સ -0.4%