દેશનો ઔદ્યોગિક ઉત્પાદન દર પાછો પડતા મોદીની આર્થિક નીતિને શોટબ્રેક

કેન્દ્રિય અંદાજપત્ર રજૂ થયાં બાદ પણ અર્થતંત્રને ટ્રેક પર લાવવામાં સરકાર સતત પાછળ પડી રહી છે. સરકારના તમામ દાવોઓને ખૂલ્લો કરતો અહેવાલ સામે આવ્યો છે. જૂન મહિનાના આંકડા અનુસાર ઔદ્યોગિક ઉત્પાદન દર ઘટીને બે ટકા ઉપર પહોચ્યો છે. ગત વર્ષે આ સમયગાળામાં ઔદ્યોગિક ઉત્પાદન આંક દેશનો સાત ટકા જેટલો હતો . જે ઉદ્યોગોને ઓક્સીજન પૂરો પાડનારો હતો.

ગારમેન્ટ ઉધોગમાં ઉત્પાદન પર બ્રેક

કોર સેક્ટરના ઉત્પાદનમાં થયેલા અત્યંત કંગાળ દેખાવોને કારણે આ સ્થિતિ સર્જાઇ છે જે ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક છે. તેમાંય ગુજરાતનો કાપડ ઉદ્યોગ, ઓટો ઉદ્યોગ અને હિરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જવાબદાર છે.

ગુજરાતના બજારો સતત ધમધમતાં રહેતાં હતાં પરંતુ વૈશ્વિક મંદી અને અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરે સ્થિતિને એટલી હદ સુધી બગાડી નાંખી છે કે, ગુજરાતનો કાપડ અને ગારમેન્ટ ઉદ્યોગમાં ઉત્પાદન પર બ્રેક વાગી ગઇ છે. ઉત્પાદકોએ પોતાની પ્રોડક્ટનું ઉત્પાદન ઘટાડી દીધું છે. તેમજ કોસ્ટ કટિંગ પણ શરૂ કરીને કર્મચારીઓની છટણી  કરી દીધી છે.

વર્ષના પ્રથમ ત્રિમાસીક તબકકામાં ઉત્પાદન સેકટરમાં ઘટાડો

ઉત્પાદન ઉપર અસર કરનારી સ્થિતિ ધીમેધીમે જાન્યુઆરી મહિનાથી જ વિપરીત થઇ રહી હતી. વર્ષ 2019ના પ્રથમ ત્રિમાસિક તબક્કામાં ઉત્પાદન સેક્ટરમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. તેમાંય સ્થાનિક બજારોમાં માંગ ઘટતા અને નિકાસમાં સતત ઘટાડાના પગલે ઉત્પાદન પર બ્રેક વાગી રહી હતી. જે જૂન મહિનો આવતાં આવતાં તો ઔદ્યોગિક ઉત્પાદનનો દર બે ટકાની નીચે પહોંચી ગયો હતો જે ગત વર્ષે સાત ટકા જેટલો રહ્યો હતો. વિકાસ દર પણ ઘટી રહ્યો છે. જે પાછલા વર્ષોમાં સતત વધતો જતો હતો. એક સમયે વિકાસ દર વર્ષ દરમિયાન 6.8 ટકા રહ્યો હતો. હવે ભારત ઝડપથી આગળ વધતી આર્થિક વ્યવસ્થા રહી નથી ચીને ભારતને આ મામલે પછડાટ આપી દીધી છે.