ગાંધીનગરમાં દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુકાયો હતો.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ અંતર્ગત યોજાયેલ ગ્લોબલ ટ્રેડ શોમાં ડોમ નંબર-૧માં ‘‘ઓટોમોબાઇલ, ઈ-વ્હિકલ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ’’ વિષયક ઇન્ટરનેશનલ એન્ડ નેશનલ થીમ પેવેલિયન છે. પેવેલિયનમાં મારુતિ સુઝુકી, હોન્ડા, જેટ્રો તેમજ યુનાઇટેડ આરબ અમીરાત, ઉઝબેકિસ્તાન, પોલેન્ડ, હોલેન્ડ, નોર્વે અને તાઇવાન તેમજ ભારતમાં રોકાણ માટેની વિવિધ તકો દર્શાવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટોલર્સનો સમાવેશ થાય છે.
આફ્રિકા- પેવેલિયન અંદાજે ૨૨૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળ વિસ્તારમાં આફ્રિકન અને ભારતીય કંપનીઓ એમની અરસપરસતા રસ ધરાવતા ઉત્પાદનોને પ્રદર્શિત કરી શકે એ માટે એક વિશિષ્ટ આફ્રિકા પેવેલિયન ઉભુ કરવામાં આવ્યુ છે જેમાં આફ્રિકન ૫૪ દેશો પૈકીના ૩૨ આફ્રિકન રાષ્ટ્રો જોડાયા છે. આફ્રિકન પેવેલિયનમાં મહાત્મા અને આફ્રિકા પ્રદર્શને અનેરૂ આકર્ષણ ઉભું કર્યુ છે. આ પેવેલિયનમાં ગાંધી ચરખો તેમજ આફ્રિકામાં પૂ.ગાંધીજીને થયેલ જેલવાસની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ બે દાયકાથી વધુ નિવાસ કર્યો હતો. આ બે દાયકા ઉપરાંતના
ગાંધીજીના જીવનના ઘટનાક્રમનું અવલોકન કરીએ તો મેકિંગ ઓફ મહાત્માની દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર ગાંધીજીએ શાસકો સામે લડત આપવા સારૂ સત્યાગ્રહની ચાવી શોધી હતી. આશ્રમ જીવનના પાયા પણ દક્ષિણ આફ્રિકામાં જ નંખાયા હતા. કેળવણીના પ્રયોગો સારુ દક્ષિણ આફ્રિકાની ભૂમિ નિમિત્ત બની હતી. મોહનલાલ કરમચંદ ગાંધી આ જ વર્ષોમાં ગાંધીભાઇ તરીકે ઓળખાયા અને તેમની ખ્યાતિ દેશ વિદેશ સુધી પહોંચી. મોહનમાંથી મહાત્મા બનવાના બીજ પણ પરદેશની ભૂમિ પર વવાયાં હતાં.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ દરમિયાન તા.૧૯/૧/૧૯ના રોજ આફ્રિકન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
2,00,000 ચો.મી.માં ફેલાયેલા આ ટ્રેડ શોમાં 25 થી વધારે ઔદ્યોગિક અને વ્યાવસાયિક ક્ષેત્રોએ પોતાના વિચારો, ઉત્પાદનો અને ડિઝાઈનનું એક છત નીચે પ્રદર્શન કર્યું છે.
સમિટની સાથે શ્રેણીબદ્ધ ઇવેન્ટ અને કાર્યક્રમોનું આયોજન થયું છે. વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મેસ્કોટ પણ જાહેર કરશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2019 ભારતની આ પ્રકારની સૌથી પહેલી ઇવેન્ટ છે અને શહેરનાં ઉદ્યોગસાહસિકોને તેમનાં ઉત્પાદનો દર્શાવવાની તક પૂરી પાડે છે.
વાઇબ્રન્ટ ગુજરાતનાં ભાગરૂપે આયોજિત મુખ્ય કાર્યક્રમો ઉપરાંત સમિટના 9માં સંસ્કરણમાં વિવિધ પ્રકારની જાણકારી વહેંચવાનો ઉદ્દેશ ધરાવતા સંપૂર્ણપણે નવા ફોરમનો પ્રારંભ થશે અને સહભાગીઓ વચ્ચે નેટવર્કિંગનું સ્તર વધશે.
વાઇબ્રન્ટ ગુજરાત 2019ની મુખ્ય વિશેષતાઓમાં સામેલ છે –
1. ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સ (STEM) ક્ષેત્રે, શિક્ષણ અને અભ્યાસ માટેની તકો પર રાઉન્ડટેબલ. જેમાં પ્રસિદ્ધ શિક્ષાવિદો અને મુખ્ય નીતિનિર્માતાઓ ‘ભારતમાં STEM શિક્ષણ અને સંશોધનમાં તકો માટેની યોજના’ તૈયાર કરશે.
2. વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સ (STEM) પર આંતરરાષ્ટ્રીય પરિષદ.
3. ભવિષ્યની ટેકનોલોજીઓ અને અંતરિક્ષ સંશોધન પર પ્રદર્શન, જે અંતરિક્ષમાં પ્રવાસનાં ભવિષ્યનું વિઝનપુરૂં પાડશે.
4. ભારતને એશિયાનું ટ્રાન્સ-શિપમેન્ટ કેન્દ્ર બનાવવા બંદર સંચાલિત વિકાસ અને વ્યૂહરચનાઓ પર સેમિનાર.
5. મેક ઈન ઈન્ડીયા કાર્યક્રમની સફળ ગાથાઓ દર્શાવવા તેમજ સરકાર દ્વારા મહત્વના પગલાઓ રજૂ કરવા મેક ઈન ઈન્ડીયા સેમિનાર.
6. ગુજરાતમાં સંરક્ષણ અને એરોનોટિક્સમાં રહેલી તકો વિશે સહભાગીઓને જાણકારી આપવા સંરક્ષણ અને એરોસ્પેસ ઉદ્યોગમાં રહેલી તકો પર સેમિનાર તથા સંરક્ષણ અને એરોનોટિક્સ માટેનાં ઉત્પાદન કેન્દ્ર તરીકે ગુજરાત અને ભારત માટે ભવિષ્યનાં માર્ગ પર ચર્ચાવિચારણા.
વર્ષ 2003માં શરૂઆતથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની સમિટ યોજવા માટે અન્ય કેટલાક રાજ્યો આગળ આવે એ માટે પ્રેરક ભૂમિકા ભજવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે મોરક્કોના ઉદ્યોગ, મૂડી રોકાણ, વેપાર અને અર્થવ્યવસ્થા મંત્રી સુશ્રી
રાકીયા એડરહામ, રિપબ્લિક ઓફ માલ્ટાના અર્થવ્યવસ્થા, મૂડી રોકાણ અને લઘુ વ્યાપાર મંત્રી ડૉ. ક્રિસ્ટીન
કાર્ડોના, જાપાનના અર્થ વ્યવસ્થા, વેપાર અને ઉદ્યોગ મંત્રી શ્રી યોશીહીકો આઇઝોસ્કી, અઝરબૈજાનના
અર્થવ્યવસ્થાના નાયબ મંત્રી શ્રીમાન સાહીબ મામ્મદોવ, થાઇલેન્ડના નાયબ વાણિજ્ય મંત્રી સુશ્રી ચતીમા
બુન્ચપ્રફાસારા, યુનાઇટેડ આરબ અમીરાતના ક્લાયમેન્ટ ચેન્જ અને પર્યાવરણ મંત્રી શ્રીયુત ડૉ. થાની અલ
ઝિયાઉદ્દી એ ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લીધી હતી.
દેશ-વિદેશના જાણીતા ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓમાં જાપાનના સુઝુકી કોર્પોરેશનના પ્રેસીડેન્ટ શ્રી
તોશીરો સુઝુકી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગૃપ પ્રેસીડેન્ટ શ્રી પરિમલ નાથવાણી, નાયરા એનર્જીના શ્રી
બી.આનંદ, નિરમાના મેનેજીંગ ડિરેક્ટર શ્રી હિરેન પટેલ, ટોરેન્ટ પાવર લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર શ્રી
જીનલ પટેલ, અરવિંદ લિમિટેડના ચેરમેન શ્રી સંજય લાલભાઇ, મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંઘ, મુખ્ય
અગ્ર સચિવ શ્રી કે. કેલાશનાથન, પ્રધાનમંત્રી કાર્યાલયના અધિક સચિવ શ્રી એ.કે.શર્મા તથા ગ્લોબલ ટ્રેડ
શોના કો-ઓર્ડીનેટર અને અગ્ર સચિવ શ્રી એસ.જે.હૈદર તથા ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગમન વખતે બી.એસ.એફ.ના બ્રાસ બેન્ડ તથા આર્મીના ફસ્ટ્
ગોરખા રાયફલ્સ બટાલીયનના પાઇપ બેન્ડે સંગીતની સૂરાવલીઓથી પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
હતું.