દિવાળીના તહેવારો દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી 25 ઓક્ટોબરે ગુજરાતાન બે દિવસના પ્રવાસે આવશે. તેઓ ગુજરાતમાં ધનતેરસ ઉજવશે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન 20મી ઓક્ટોબરે પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે.
દિવાળીના તહેવારોને કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 અને 26 ઓક્ટોબર દરમિયાન ગુજરાત આવશે. તેઓ દિવાળી દરમિયાન આવતી ધનતેરસ ઉજવવા માટે પોતાના વતન આવી રહ્યા છે. તેમના બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે.
અમિત શાહની બે દિવસની ગુજરાત મુલાકાત સમયે તેમના મતવિસ્તાર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી વિધાનસભા વિસ્તારોમાં સરકારી કાર્યક્રમો અને લોકાર્પણના કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તેઓ કલોલની કેઆઈઆરસી કોલેજમાં દિવ્યાંગોની કિટ વિતરણના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં અંદાજે 45 હજાર દિવ્યાંગોને કિટનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ કલોલ એપીએમસીમાં બનેલા નવા કોન્ફરન્સ હોલનું પણ લોકાર્પણ કરશે અને સાથે નવા નિર્માણ પામેલા એપીએમસી ભવવનું ખાતમૂહુર્ત પણ કરશે.