ગાંધીનગર આંદોલનની ભૂમિમાં ફેરવાઈ ગયું હતું. LRD ભરતી મામલે મહિલા ઉમેદવારો 42 દિવસથી આંદોલન કરી રહી છે જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. ટેટ -1 અને ટેટ 2ના પાસ ઉમેદવારોની ભરતી ન કરાતા તેઓ પણ ધરણા ધર્યા હતા. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ તેમની પડતર માંગોને લઈને ધરણા કરાયા હતા.
ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારોને પ્રાથમિક સ્કૂલમાં ભરતી કરવા માટે રાજ્ય સરકારે નવેમ્બર, 2019 સુધીમાં ભરતી કરવાની ખાતરી આપી હતી. 49 હજાર વિદ્યાર્થીઓ બેરોજગાર છે. ખાલી જગ્યાઓ હોવા છતાં સરકાર સમયસર ભરતી કરતી નથી.