ધારતવાડી બંધની સિંચાઈ નહેરમાં ભ્રષ્ટાચાર

અમરેલીના રાજુલાનાં ધાતરવડી સિંચાઈ બંધની નહેરો બનાવવામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સિંચાઈ યોજનાની સલાહકાર સમિતિનાં સભ્યોએ કર્યો છે. સમિતિનાં સદસ્‍યોએ નાયબ કાર્યપાલક ઈજનેરને પાઠવેલા પત્રમાં જણાવેલું છે કે, સરકાર ઘ્‍વારા ધાતરવડી સિંચાઈ યોજનામાં બધી નહેરો પાકી કરવાની મંજુરી મળેલી છે. આ યોજનાની નહેરો પાકીનું કામ અંદાજ મુજબ કરવું, રેતી જે હાલ નહેર બાજુમાં છે તે માટીવાળી રેતી છે, તેમજ પાકી નહેર કરેલી છે તે કામ નબળુ છે. તો આ કામ નબળુ થતું હોય જે સલાહકાર બોર્ડ આ કામ ચલાવી લેશે નહીં અને કામના પ્‍લાન એસ્‍ટીમેન્‍ટ દરેક સલાહકાર બોડીનાં સભ્‍યને આપવું. તેમજ જે વિસ્‍તારમાં નહેર પાકી કરવામાં આવે તે વિસ્‍તારના સલાહકાર બોડીનાં સભ્‍યને વિશ્‍વાસમાં લેવામાં આવે અને જાણ કરવામાં આવે. ખેડૂતોના ખેતરોને નુકશાન ન થાય તે ઘ્‍યાન રાખી આ અંગે કામ કરવા સલાહકાર બોડી આપને અનુરોધ કરે છે.

ઘણા છેવાડાના ગામ છે ત્‍યાં બેથી ત્રણ પાણ મળેલા છે તેમજ ઘઉં, બાજરી જેવા પાક નિષ્‍ફળ જવાના આરે છે. સ્‍થળ તપાસ કરી પછી જ નિર્ણય કરવાથી અમોએ 8 પાણના પૈસા ભરેલા પરંતુ અમને ત્રણ પાણ જ ખેડૂતોએ એડવાન્‍સ પૈસા ભરી પછી પાણી આપે છે. તો માત્ર ત્રણ પાણ મળેલ છે તો ખેડૂતોને હાલ પાણની ખાસ જરૂર છે. તો અમોને ડેમમાં હાલ પાણી હોવા છતાં પાણી આપવામાં આવતું નથી. તો તાત્‍કાલીક પાણી છોડવા અને અમારા પાકને બચાવવા અંતમાં માંગ કરેલ છે.