સૌરાષ્ટ્રમાં અનેક ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડીને સંસદ સુધી પહોંચી શક્યા હતા. અહીં ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી લડાવવાનું વલણ ભાજપ અને કોંગ્રેસમાં સમાન જોવા મળે છે. આવું બીજા કોઈ ભાગમાં પ્રમાણ ઓછું છે. જોકે ગુજરાતમાં હાલ સાંસદની ચૂંટણી લડતા 60 ટકા ઉમેદવારો અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે.
કોંગ્રેસ રાજકોટ બેઠક માટે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને, પોરબંદર બેઠક માટે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને અને જૂનાગઢ બેઠક માટે ઊનાના ધારાસભ્ય પૂંજા વંશને ટિકિટ આપી છે.
રાજકોટ વર્તમાન સાંસદ મોહન કુંડારિયા 2014માં લોકસભાની ચૂંટણીમાં ટંકારાના ધારાસભ્ય હતા. ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચૂડાસમા માંગરોળના ધારાસભ્ય હતા ત્યારે તેને 2014માં ભાજપે ટિકિટ આપેલી તેની સામે કોંગ્રેસે ઉનાના ધારાસભ્ય પૂંજા વંશને લડાવ્યા હતા. આ વખતે પણ પૂંજા વંશ ઊનાના ધારાસભ્ય છે જે કોંગ્રેસના લોકસભાની ઉમેદવાર છે.
કોડીનારના ધારાસભ્ય દીનું સોલંકી તાલાલા કોંગ્રેસના MLA જશુભાઈ બારડ સામે 2004માં જૂનાગઢ લોકસભાની બેઠક જીતેલા હતા. કોંગ્રેસના ધારાસભ્ય રહેલાં વિઠ્ઠલ રાદડિયા પોરબંદરના સાંસદ બન્યા હતા. કોંગ્રેસે ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાને ટિકિટ આપી છે.
ગુજરાતમાં લોકસભાની 2014ની ચૂંટણીમાં ટંકારા, માંગરોળ, દેવભૂમિ દ્વારકા, તળાજાના ધારાસભ્યો અનુક્રમે મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને ડો. ભારતીબેન શિયાળ લોકસભાની ચૂંટણી લડી ને જીત્યા હતા. ગુજરાતમાં કુલ નવ ધારાસભ્યો સાંસદ બન્યા હતા.
જામનગરમાં વિક્રમ માડક 2014માં લોકસભાની ચૂંટણી હાર્યા બાદ, 2017ની વિધાનસભાની ખંભાળિયાના ધારાસભ્ય છે. અમરેલીમાં 2004માં સાંસદ બનેલા વીરજી ઠુંમ્મર લોકસભામા હાર્યા બાદ 2017માં લાઠી બેઠક પર ધારાસભ્ય બન્યા હતા. કુંવરજી બાવળિયા પણ 2009માં સાંસદ બન્યા બાદ 2014માં હાર્યા હતા અને એ પછીથી તે જસદણમાં બે વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.