[:gj]પ્રાથમિક શિક્ષણમા ફાંફા ત્યાં ધોલેરામાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીના બણગાં ફૂંકતા મુખ્ય પ્રધાન [:]

[:gj]Chief Minister blowing the on a world-class university in Dholera

ગાંધીનગર, 21 ડિસેમ્બર 2020

ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રિજીયનની સ્થાપના માટેના એમ.ઓ.યુ આજે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

ગુજરાત સ્પેશ્યલ એજ્યુકેશન રીજીયન (જી-એસઇઆર/G-SER) 1000 એકરમાં બનશે. ભવિષ્યમાં 5000 એકર સુધીમાં યુનિવર્સિટી ડિસ્ટ્રીક્ટ, સ્કૂલ ડિસ્ટ્રીક્ટ અને ઇનોવેશન ડિસ્ટ્રીક્ટ તરીકે વિકસિત થવાની ક્ષમતા પણ ધરાવે છે. તેમાં વિદ્યાર્થીઓ માટે રહેણાંક, રમતગમતના કોમ્પ્લેક્સ, વગેરેની સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. 2.5 લાખ રોજગારી મળશે.

પણ આ શાળાઓનું શું થયું

22 માર્ચ 2017માં કેડિલાની ઈન્દ્રશીલ યુનિવર્સિટી બનાવી છે. પણ તે જ વર્ષમાં ધંધુકા, ધોલેરાના 7 ગામની શાળામાં 36 ઓરડાની 4 વર્ષ પહેલા ઘટ હતી. 36 વર્ગ ખંડો બાળકોને બેસાડવા માટે લાયક ન હતા. ધંધુકા તાલુકાના 5 ગામો ફેદરા, હડાળા, ગુંજાર, છારોડીયા અને શહેરની મુખ્ય શાળા તેમજ ધોલેરાના બાવળીયારી અને ગોરાસુ મળી કુલ 7 ગામ છે. ધંધુકા મુખ્ય કન્યાશાળા, બાવલીયારી, ગોરાસુ શાળામાં ઓરડા જર્જરીત હતા. 2016માં અમદાવાદમાં 24 શાળાઓ મર્જ કરાઈ હતી. સરકાર તે શાળાઓ ચલાવવા માંગતી ન હોવાથી બંધ કરી દેવામાં આવી હતી. 12 શાળા અસ્તિત્વમાં આવી હતી. તે પૈકી 8 શાળા અમદાવાદ શહેરી વિસ્તારની અને 3 શાળા દસક્રોઈ તાલુકામાં આવેલી છે. ઉપરાંત 2 શાળા મર્જ કરી નવી બનાવેલી એક સ્કૂલ ધોલેરા તાલુકામાં આવેલી છે.

અમદાવાદ, ધોળકા અને ધોલેરા જેવા જિલ્લામાં હાલની પ્રાથમિક શાળાઓના માળખાકીય સુવિધાનો ઉપયોગ કરીને 3 નવી માધ્યમિક શાળાઓ ચલાવવાનું નક્કી કરાયું હતું.

કુલ 16 સરકારી યુનિવર્સિટીઓ છે. તે સારી રીતે ચલાવી શકતા નથી. ગુજરાતની એક પણ શિક્ષણની સંસ્થા વિશ્વ કક્ષામાં આવતી નથી. જે ભાજપના 24 વર્ષના શાસનની સૌથી મોટી નિષ્ફળતા છે. રાજ્યના નિષ્ફળ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા ધોલેરાથી ચૂંટાઈને આવે છે. તેમના જ વિસ્તારમાં શિક્ષણની અત્યંત ખરાબ હાલત છે ત્યાં વિશ્વ કક્ષાની વિશ્વ વિદ્યાલય સ્થાપવાના સ્વપ્ન બતાવી રહ્યાં છે.

સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન ગુજરાતને નોલેજ ડ્રિવન ઈકોનોમી તરીકે પ્રસ્થાપિત કરશે. સેરેસ્ટ્રા વેન્ચર્સ ભારતનું સૌથી મોટું શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે, જે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીને ધોલેરામાં સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન સ્થાપિત કરશે.

આ કંપની હૈદરાબાદ સ્થિત છે અને તે શિક્ષણ અને લાઈફ સાયન્સિસ રોકાણ, બાંધકામ અને મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે.

હૈદરાબાદ, મુંબઇ અને બેંગલુરૂ જેવા મહાનગરોમાં પોતાના કારોબાર ધરાવે છે.

ધોધમાર વરસાદથી વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ સિટિ ધોલેરા પાણીમાં

10 લાખ કરોડનું ધોલેરા સ્માર્ટ સિટી બનાવતી કંપની પાણીમાં ડૂબી, જૂઓ તસવીરો

ધોલેરા ઇન્ડસ્ટ્રીઅલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે કહ્યું, ગુજરાતનો ટ્રેક રેકોર્ડ છે કે અહીં હંમેશા સામાજિક અને આર્થિક રીતે ઉપયોગી શ્રેષ્ઠ નિવડે તેવા વિકાસના મોડલ નિર્માણ કરવામાં આવ્યા છે.

સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર જસમીત છાબરાએ કહ્યું, સેરેસ્ટ્રા શિક્ષણ ક્ષેત્રના રોકાણ માટેના અલગ-અલગ પ્લેટફોર્મ સાથે સંકળાયેલી ફર્મ છે. શિક્ષણ ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રચરમાં વૈવિધ્ય લાવવા અને ભારતમાં એજ્યુ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના નિર્માણ માટે સેરેસ્ટ્રા અગ્રેસર છે. જી-એસઇઆર સાથેના કરાર તે દિશામાં એક માઇલસ્ટોન છે.

ગુજરાત સરકારે સેરેસ્ટ્રા મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ધોલેરા-સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં ગુજરાત સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયનની સ્થાપના માટે આ એમ.ઓ.યુ. કર્યા છે.

ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે તથા સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર જશમીત છાબરાએ હસ્તાક્ષર કર્યા હતા.

ધોલેરા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર છે

ધોલેરા ઔદ્યોગિક શહેર 920 ચો. કિમીમાં પથરાયેલું છે. જેમાં ઉદ્યોગો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકો-સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે.

 [:]