અમદાવાદ હવાઈ મથકના સ્થાને ધોરેલામાં એરપોર્ટ બનવાની જાહેરાત 2007માં ગુજરાત સરકારે કરી હતી. ચોમાસુ પૂરું થયું છતાં એરપોર્ટના સ્થાને ચારેબાજુ પાણી ભરાયેલા છે. જ્યાં પ્લેન ઉતરી શકે તેમ નથી. એરપોર્ટના સ્થાને પાણી ભરાયેલા છે. જે નવેમ્બર 2019 સુધી ઉતરી શક્યા નથી. તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ધોલેરા અંગે સ્પપ્ન બતાવ્યા હતા. પણ તે પૂરા થયા નથી. ગુજરાતની પ્રજાને મુર્ખ બનાવવા માટે વચનો આપવામાં આવ્યા હોય એવું દેખાતું હતું. સ્વપ્ન બતાવીને ધોલેરામાં પાણી ભરાઈ રહે છે એવું સ્થાનિક ખેડૂત કહી રહ્યાં છે અમદાવાદનું એરપોર્ટ 1937માં બન્યું હતું. આજે 65 હજાર પ્લેનમાં એક કરોડ મુસાફર અને એક કરોડ ટન માલ અહીં આવજા કરે છે. 2025-26માં 1.80 કરોડ મુસાફરોની ક્ષમતા પૂરી થઈ જશે. વિસ્તરણ કરવાનો કોઈ વિકલ્પ નથી, કે જમીન પણ નથી. જેથી ધોલેરા ખાતે નવા એરપોર્ટનો વિકાસ કરવાનું નક્કી કરાયું હતું.
અમદાવાદથી 100 કિ.મી. દૂર સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર 10 વર્ષથી ધોલેરામાં હવાઈ મથક બનાવવાની વાતો ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે. ધોલેરા એરપોર્ટનું નામ ‘ન્યૂ અમદાવાદ એરપોર્ટ’ રાખવાનું નક્કી કરાયું છે.
હવાઈ કિલ્લા
2009માં ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે 1426 હેક્ટરમાં ધોલેરામાં એરપોર્ટ બનશે. 2 ડિસેમ્બર 2010ના દિવસે ગુજરાત સરકારે નરેન્દ્ર મોદીના પ્રધાન મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, રૂ.200 કરોડની શેર મૂડીથી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે કંપની પબ્લિક- પ્રાઇવેટ પાર્ટનરશીપ એરપોર્ટ યોજનાનો અમલ કરશે. ઇન્ટરનેશનલ એરપોર્ટને ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે વિકસાવવાની સુંદર યોજના હતી, જે માટે કેન્દ્રીય રક્ષા મંત્રાલય તરફથી ના-વાંધા પ્રમાણપત્ર આપી દીધું હતું.
સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ) સાથે સંયુક્ત સાહસ છે. 2019 સુધીમાં શરૂ એરપોર્ટનનું કામકાજ શરૂ થવાની ધારણા હતી. નવા એરપોર્ટ 2022માં પ્લેન ઉડવાના હતા.
મોદી વડાપ્રધાન બન્યા તેની સાથે રાતોરાત તમામ મંજૂરી..
પહેલાં ફેદરા ગામ પાસે બનાવવાનું હતું, પછી તે નવાગામ ખાતે બનાવવાનું નક્કી કરાયું હતું. જેના બે રન વે નક્કી કરાયા હતા. એક હવાઈ પટ્ટી 2910 મીટર અને બીજી 4000 મીટર (ચાર કિલોમીટર) લાંબી બનવાની હતી. વડાપ્રધાન બનતાં જ મોદી સરકારે 2014ના વર્ષમાં રૂ.2100 કરોડની યોજના રક્ષા મંત્રાલય, સીવીલ એવીએશન મીનીસ્ટ્રી અને 2015માં પર્યાવરણની મંજૂરી મળી ગઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાઇટ ક્લિયરન્સ મંજૂરી આપી છે. પણ 2019માં પર્યાવરણ એટલું ખરાબ થઈ ગયું તે ધોલેરા એર પોર્ટની જગ્યાએ ચોમાસુ પૂરું થયું છતાં ચારેબાજું પાણી ભરાયેલું છે.
2016માં ભાજપ સરકારના ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિએ વિજય રૂપાણીને મળીને કહ્યું કે, એરપોર્ટ 2024-25માં તૈયાર થઈ જશે. અમદાવાદ એરપોર્ટનો 50 ટકા ટ્રાફિક ધોલેરા એરપોર્ટ પર હશે.
ધોલેરા એરપોર્ટ માટે હજુ તો કોઈ જમીન જ નથી. ધોલેરા ખાતે ફેદરા ઇન્ટરનેશનલ ઍરપોર્ટની 2009માં જાહેરાતને આજે 10 વર્ષ થયા એરોપ્લેન ન આવ્યા, પણ ધોલેરા આસપાસના 40 ગામોમાં એસટી બસોના રૂટો બંધ કરી દેવાયા છે.
એક લાખ કરોડના મૂડી રોકાણ 8 વર્ષમાં ન થયા..
ધલેરામાં 920 વર્ગ કિલોમીટરમાં સ્માર્ટ સિટીમાં આઠ લાખ લોકોને રોજગાર મળશે અને 20 લાખ લોકોને રહેવાની સુવિધા આપવામાં આવશે. એવો દાવો ભાજપ સરકાર 2009થી કરી રહી છે. ધોલેરામાં એક લાખ કરોડના રોકાણના એમ.ઓ.યુ. 2010 થયા હતા. 2018 સુધી એક હજાર કરોડનું ખાનગી રોકાણ થયું નથી.
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં કામ કરી રહી છે. દિલ્હી મુબંઈ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા કેન્દ્ર સરકરાનો હિસ્સો49 ટકા અને ગુજરાત સરકારનો હિસ્સો 51 ટકા છે.
એરપોર્ટ બનશે કે નહીં?…
એરપોર્ટ તૈયાર કરવા માટે શક્યતાદર્શી રિપોર્ટ નકારાત્મક આવ્યો છે. નવાગામ અને કર્ણા ગામોની જમીન ઉપર જ્યાં એરપોર્ટ બનાવવાનું વિચારાયું છે તે જમીન મૂળે દરિયાઈ છે અને પોચી છે અને એરપોર્ટ માટે બેઈઝ તૈયાર કરવો હોય તો નીચે 150 ફૂટ જેટલી જમીન ખોદી પત્થરથી નવું પુરાણ કરવું પડે તેમ છે. પરિણામે એરપોર્ટની યોજના અદ્ધરતાલ બની રહે એવી શક્યતા છે. તેથી તો 10 વર્ષથી તેની કોઈ મંજૂરી મળી શકતી ન હતી.
જમીનના ભાવ નીચા ગયા..
બંદર અને હવાઈ મથક બની શકે તેમ ન હોવાના અહેવાલો બાદ ધોલેરાની આસપાસની જમીનોના ભાવ સાવ નીચા જતાં રહ્યાં છે. સર જાહેર થયું ત્યારે એક વીઘા જમીનનો ભાવ રૂ.8 હજાર હતો. રોડ ટચ ફળદ્રુપ જમીનનો ભાવ યોજના ઓ જાહેર નહોતી થઈ તે પહેલાં આ વિસ્તારમાં વીઘે લાખ-બે લાખ રૂપિયા હતો. જે સરકારના મળતીયા લોકોએ ખરીદી લીઘી અને ધોલેરા સર જાહેર થતાં જ તેનો 10થી 15 ગણો ભાવ મળવા લાગ્યો છે. કંપનીઓને 10થી 20 ગણા ભાવે જમીન પધરાવી દેવા માટે સરકારમાં બેઠેલા જમીન દલાલો તૈયારી કરી રહ્યાં છે. દસ-બાર લાખ રૂપિયે વીઘો બોલાતો હતો. આ મોટી યોજનાઓનો ગુબ્બારો ફૂટી જતાં મોટા સોદા અટકી પડ્યાં છે અને વ્યવહાર થાય છે. ભાવ તળીયે ગયા છે. તેથી સોલાર પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે. ધોલેરા સુધી છ લેનનો રસ્તો તૈયાર કરવાનું એક માત્ર કામ હમણાં શરૂ થયું છે.
આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નજીક વેળાવદર કાળીયાર હરણનું આભયારણ્ય આવેલું છે છતાં પર્યાવરણની મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારબાદ, સુધારેલો માસ્ટર પ્લાન MOEF ને સુપરત કરવામાં આવ્યો હતો અને TOR ની મંજૂરી MOEF દ્વારા કરવામાં આવી છે. એરપોર્ટ અને ઉડ્ડયન ક્ષેત્રના ફ્લડ સ્ટડીને લગતા અવકાશ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ધોલેરા આંતરરાષ્ટ્રીય હવાઇમથકના પર્યાવરણ મંજૂરીની દરખાસ્તને પર્યાવરણ મૂલ્યાંકન સમિતિ દ્વારા તેની 30 મી જુલાઈ, 2015 ના રોજ યોજાયેલી તેની 150 મી મીટીંગમાં વિચારણા કરવામાં આવી હતી.