‘નમો ગુજરાત કર્મયોગી કલ્યાણ નિધિ ટ્રસ્ટે ૨૨૫ છોકરીઓને સહાય આપી

‘નમો ગુજરાત કર્મયોગી કલ્યાણ નિધિ ટ્રસ્ટ‘ની રૂ. ૮ લાખ ૯૭ હજારની સહાયની રકમના ચેક રાજ્ય સેવાના વર્ગ-૪ કર્મયોગીઓની ૯૩ દિકરીઓને કન્યા શિક્ષણ પ્રોત્સાહન સહાય રૂપે વિતરણ કર્યા હતા. આ ટ્રસ્ટમાં અત્યાર સુધીમાં વર્ગ-૪ના અદના કર્મયોગીઓની ૨૨૫ દિકરીઓને રૂ. ૧૯.૫૭ લાખની સહાય આપવામાં આવી છે. કલમ-૮૦-જી હેઠળ આવકવેરા મુકિત મળવાપાત્ર રહેશે.
નિધિ ટ્રસ્ટ‘ની રચના કરીને રાજ્ય સેવાના વર્ગ-૪ ના કર્મયોગીઓની દિકરીઓને આર્થિક આવકના કારણે અભ્યાસ છોડી દેવો ન પડે તે માટે આ કલ્યાણ નિધિમાંથી વિવિધ રર કેટેગરીમાં ધો-૧ થી લઇને ઉચ્ચ અભ્યાસ કરતી દિકરીઓને રૂ. ૧પ૦૦ થી ૩૦ હજાર સુધીની સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે.

કિંડર ગાર્ડન – K..G. થી લઇને પોસ્ટ ગ્રેજ્યુએટ – P.G. સુધી – કુલ
૨૨ કેટેગરીના અભ્યાસક્રમમાં ખર્ચની ચિંતા કર્યા વગર ભણી શકે તેવી વ્યવસ્થા કરી છે.