[:gj]ઓછા પ્રાણવાયુએ બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિંદગી બચાવી[:en]Low oxygen saved the lives of 50 patients in Corona using the Bain circuit[:hn]बैन सर्किट का उपयोग करके कम ऑक्सीजन से कोरोना में 50 रोगियों की जान बचाई[:]

[:gj]રાજકોટ, 6 મે 2021

કોરોનાના કારણે ઓક્સિજનની કટોકટી સર્જાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગે બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિંદગી બચાવી છે. વેન્ટિલેટર 50 લિટર ઓક્સિજન એક મિનિટમાં વાપરે છે. તેની સરખામણીમાં બેઈન સર્કિટમાં 12થી 15 લીટર ઓક્સિજન રાખવો પડે છે. આ ટેકનિકનો ઉપયોગ દર્દીના રિકવરી ફેઝમાં કરી શકાય છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના નોડલ ઓફિસર ડો. ચેતના જાડેજા જણાવે છે કે કોવિડ-19માં ફેફસાને પૂરતો ઓક્સિજન તથા લોહી ન મળવું, કાર્યક્ષમતા ઓછી થવી, લોહી ગંઠાઈ જવું, જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં દર્દી હવામાંથી ઓક્સિજન નથી મેળવી શકતો. પરિણામે દર્દીને ઓક્સિજન આપવો પડે છે.

વેન્ટિલેટર પર કે હાઈફ્લો નોઝલ ઓક્સિજન થેરપી નામના મશીન દ્વારા સારવાર આપવામાં આવે છે. પરંતુ, જ્યારે ઓક્સિજનનો જથ્થો ઓછો હોય અને દર્દીની જરૂરિયાત વધારે હોય ત્યારે બેઈન સર્કિટનો ઉપયોગ કરીને ઓછા ઓક્સિજને મહત્તમ સારવાર આપી શકાય છે.

અલબત્ત, બેઈન સર્કિટનો ઉપયોગ કરતી વખતે દર્દીની સાથે અનુભવી અને કાબેલ એનેસ્થેસિસ્ટ અથવા ઈન્ટેનસિરિસ્ટ (આઇ.સી.યુ સ્પેશિયલિસ્ટ)ની જરૂર પડે છે. દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ પદ્ધતિ ઘણી કારગત સાબિત થાય છે. અમદાવાદ, સુરત તથા ભાવનગરમાં પણ આ પધ્ધતિનો ઉપયોગ થાય છે.

આ અંગે એનેસ્થેસિયા વિભાગના હેડ ડો વંદનાબેન પરમાર જણાવે છે કે, દિવસમાં 30 મિનિટ યોગ, પ્રાણાયમ તથા ઊંડા શ્વાસની સાથે ઓમકાર બોલવા. નિયમિત રીતે સાયકલિંગ કે રનિંગ કરવાથી સમગ્ર શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે.

કેવી રીતે કામ કરે છે બેઇન સર્કિટ?

બેઈન સર્કિટમાં બે નળીને ટી પાઈપ વડે જોડવામાં આવે છે. તેમાંથી એક નળી ઓક્સિજન માટે ફ્લો મિટરના પાઈપ સાથે લગાવવામાં આવે છે, જ્યારે બીજો પાઈપ કાર્બન ડાયોક્સાઈડના બાહ્ય વહન માટે છે. તેમાં ફુગ્ગા જેવી એક રિઝરવોયર બેગ હોય છે. જે ઓક્સિજનને રિઝર્વ રાખવાનું કામ કરે છે તથા જરૂર પડ્યે દર્દીને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી શકે છે. તેમાં ગરમી અને ભેજના સુચારુ વિનિમય માટે એચ.એમ.ઈ. (HME – Heat and Moisture Exchanger) ફિલ્ટરનો ઉપયોગ કરીને પછી માસ્ક લગાવવામાં આવે છે. આ કિટને કેમિકલમાં સ્ટરિલાઇઝ્ડ કરીને ફરીવાર ઉપયોગમાં લઈ શકાય છે. સર્કિટની કિંમત રૂ. ૮૦૦થી ૯૦૦ જેટલી હોય છે. આ ઉપરાંત, કોરોનાના અમુક દર્દીઓને CPAP – Continuous positive airway pressure માસ્ક વડે પણ સારવાર આપવામાં આવે છે.[:en]Rajkot, 6 May 2021
Corona has caused an oxygen crisis. The Anesthesia Department of Rajkot Civil Hospital has saved the lives of 50 Corona patients using a ban circuit. The ventilator consumes 50 liters of oxygen per minute. In comparison, 12 to 15 liters of oxygen is required in the Bain circuit. This technique can be used in the patient’s recovery phase.
Nodal Officer of the Anesthesia Department of Rajkot Civil Hospital, Drs. According to Chetna Jadeja, in Kovid-19, the lungs have to face many problems such as not getting enough oxygen and blood, low efficiency, blood clots. In such circumstances, the patient cannot get oxygen from the air. As a result, the patient has to be given oxygen.
Treatment is given on a ventilator or by a machine called high-flow nozzle oxygen therapy. But, when the amount of oxygen is low and the patient’s need is high, maximum treatment can be given for less oxygen using the Bain circuit.
Of course, an experienced and competent anesthetist or intensivist (ICU specialist) is required with the patient when using the Bain circuit. This method is very effective in moving the patient from one place to another. This system is also used in Ahmedabad, Surat and Bhavnagar.
In this regard, the head of the anesthesia department, Drs. Vandanbein Parmar says 30 minutes daily with deep breathing to say yoga, pranayama and omkara. Regular cycling or running can increase the efficiency of the entire respiratory system.

How does the Bain circuit work?
In the Bain circuit, two tubes are connected by a tea pipe. One of the tubes is connected to a flow meter pipe for oxygen, while the other pipe is for the external conduction of carbon dioxide. It contains a balloon-like reservoir bag. Which serves to reserve oxygen and can provide artificial respiration to the patient if needed. It has HME for the smooth exchange of heat and moisture. The mask is then applied using a filter (HME – Heat and Moisture Exchanger). This kit can be reused by sterilizing it into chemicals. The cost of the circuit is Rs. 200 to 500 Rs. In addition, some patients with corona are treated with CPAP – continuous positive airway pressure mask.[:hn]राजकोट, 6 मई 2021
कोरोना ने ऑक्सीजन संकट पैदा कर दिया है। राजकोट सिविल अस्पताल के एनेस्थीसिया विभाग ने बैन सर्किट का उपयोग करते हुए कोरोना के 50 मरीजों की जान बचाई है। वेंटिलेटर में प्रति मिनट 50 लीटर ऑक्सीजन की खपत होती है। इसकी तुलना में बैन सर्किट में 12 से 15 लीटर ऑक्सीजन की आवश्यकता होती है। इस तकनीक का उपयोग रोगी की रिकवरी चरण में किया जा सकता है।
राजकोट नागरिक अस्पताल के एनेस्थीसिया विभाग के नोडल अधिकारी डॉ। चेतना जडेजा के अनुसार, कोविद -19 में, फेफड़ों को कई समस्याओं का सामना करना पड़ता है जैसे कि पर्याप्त ऑक्सीजन और रक्त नहीं मिलना, कम दक्षता, रक्त के थक्के। ऐसी परिस्थितियों में रोगी को हवा से ऑक्सीजन नहीं मिल सकती है। परिणामस्वरूप रोगी को ऑक्सीजन दिया जाना है।
उपचार वेंटीलेटर पर या हाईफ्लो नोजल ऑक्सीजन थेरेपी नामक मशीन द्वारा दिया जाता है। लेकिन, जब ऑक्सीजन की मात्रा कम होती है और रोगी की आवश्यकता अधिक होती है, तो बैन सर्किट का उपयोग करके कम ऑक्सीजन के लिए अधिकतम उपचार दिया जा सकता है।
बेशक, एक अनुभवी और सक्षम एनेस्थेटिस्ट या इंटेंसुरिस्ट (आईसीयू विशेषज्ञ) को बैन सर्किट का उपयोग करते समय रोगी के साथ की आवश्यकता होती है। रोगी को एक स्थान से दूसरे स्थान तक ले जाने में यह विधि बहुत प्रभावी है। इस प्रणाली का उपयोग अहमदाबाद, सूरत और भावनगर में भी किया जाता है।
इस संबंध में, संज्ञाहरण विभाग के प्रमुख डॉ। वंदनबेन परमार का कहना है कि योग, प्राणायाम और ओमकार कहने के लिए गहरी सांस लेने के साथ प्रतिदिन 30 मिनट। नियमित साइकिल चलाने या दौड़ने से पूरे श्वसन तंत्र की कार्यक्षमता बढ़ सकती है।

बैन सर्किट कैसे काम करता है?
बैन सर्किट में दो ट्यूब एक चाय पाइप से जुड़े होते हैं। नलिकाओं में से एक ऑक्सीजन के लिए फ्लो मीटर पाइप से जुड़ा है, जबकि दूसरा पाइप कार्बन डाइऑक्साइड के बाहरी चालन के लिए है। इसमें एक गुब्बारा जैसा जलाशय बैग होता है। जो ऑक्सीजन को आरक्षित करने का काम करता है और जरूरत पड़ने पर रोगी को कृत्रिम श्वसन प्रदान कर सकता है। इसमें गर्मी और नमी के सुचारू आदान-प्रदान के लिए एचएमई है। फिर एक फिल्टर (एचएमई – हीट और नमी एक्सचेंजर) का उपयोग करके मास्क लगाया जाता है। इस किट को रसायनों में बाँझ करके पुन: उपयोग किया जा सकता है। सर्किट की लागत रु। 200 से 500 रु। इसके अलावा, कोरोना वाले कुछ रोगियों का इलाज CPAP – निरंतर सकारात्मक वायुमार्ग दबाव मास्क के साथ किया जाता है।[:]