નર્મદાના 40 હજાર પરિવારો નદીમાં ડૂબી જશે

સરદાર સરોવર પ્રોજેક્ટના 40,000હેકટરમાં ફેલાયેલો છે. 214 કિમી લંબાઈ ધરાવતા સરદાર સરોવર ડેમને કારણે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કુલ મળીને 244 ગામો અને એક કસ્બાને અસર થઈ છે. મધ્ય પ્રદેશના 192 ગામો અને એક કસબામાંથી ઓછામાં ઓછા 150 ગામો મેદાનીપ્રદેશમાં વસેલા છે. ડૂબક્ષેત્રમાં ઓછામાં ઓછા 40,000 પરિવારો હજુ વસે છે. ડુંગરાળ વિસ્તારમાં વસતા સમુદાયના જંગલ અને જમીન 1990ના દાયકા પછી લુપ્ત થઇ રહ્યા છે. આ વિસ્તારમાં 2013ની ડૂબ વખતે આશરે 1000 ઘરો પાણીની નીચે આવી ગયાહતા. અને અહીં ખેત પેદાશ, ઘરો તેના માલ સમાન અને હોડીઓનું ભારે નુકશાન થયું હતું. મહારાષ્ટ્ર તથા ગુજરાત સરકારે 14,000 પરિવારોનું પુનર્વસન જમીન આપીને કર્યું. પણ મધ્ય પ્રદેશએ પોતાને ત્યાં માત્રે 53 પરિવારોને જમીન આપી છે.