નર્મદા ઘાટી પરિયોજનાને મંજૂરી મળ્યે 40 વરસ થયા છે. ત્યારથી લઈને આજ સુધી નર્મદાનો પ્રવાહ પાતળો પડ્યો, તેમાં પાણી ઓછુ થયું અને નર્મદાના નામે પ્રચાર ઝાઝો થયો છે. પણ તેના પાણીથી ખરેખર વિકાસ થાયો નથી. માત્ર નર્મદા યોજના પિવાના પાણી અને ઉદ્યોગોને આપવાના પાણીની યોજના જ બની ગઈ છે. નર્મદા બંધના ઉપરવાસથી આવતાં પાણીનો પ્રવાહ 50 એટક ફીટ ઘટી જતાં બંધ ખાલી રહે છે. ત્રણ વર્ષથી બંધનું કામ પૂરું થયું છે, પણ તે ભરાયો. જ્યારથી વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ બંધને રાષ્ટ્રને અર્પણ કર્યો છે ત્યારથી તે ભરાયો નથી. તેથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરાયું છે. વીજળી પેદા કરવાનું પણ બંધ કરાયું છે. બંધથી નીચેની નર્મદા નદીમાં પાણી ન આવતાં દરિયાના પાણી 80 કિમી સુધી આવી ગયા છે અને નદીનું પાણી કાળું પડી ગયું છે. વિશ્વની પ્રથમ 8 નદી પૈકીની નર્મદા નદી હવે સુકાઈ ગઈ છે.