ભાભર તાલુકાના કુવાળા ગામે માઇનોર નહેર તૂટતા ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરીવળતા મોટું નુકસાન થયું છે. બાર એકર જમીનમાં આવેલ જીરા અને રાયડાના પાકમાં પાણી ફરીવળતા પાક ધોવાઈ ગયો છે. અગાઉ પણ આ નહેરમા બે વખત ગાબડુ પડી ચૂક્યાં છે સીઝન ના બગડે તે માટે કુવાળા ગામના ખેડૂતોએ જાતે કેનાલ રિપેર કરી નાખવામાં આવી હતી. કુવાળા ગામના ખેડૂતો એ જણાવ્યું હતું.કે કેનાલમાં ગાબડુ પડવાની જાણ તંત્ર ને કરાઈ હતી છતાં નર્મદા નિગમના અધિકારીઓ સમયસર કેનાલ રીપેર કરવા ન આવતાં ખેડૂતોએ જાતે કેનાલ રિપેર કરી હતી. પા ણી. આ કેનાલ માં પુરતુ નથી આવતા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. કુવાળા ગામના ખેડૂત રબારી વિરમ ભાઈ રામાભાઈ ના બાર એકર જમીન માં વાવેતર કરેલ જીરુ અને રાયડાના ઉભા પાકમાં ફરી વળ્યુ. ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે તૈયાર થયેલ પાકમાં પાણી ફરી વળતા પાક સંપૂર્ણ નાશ પામી જશે તેવો ખેડૂતે જણાવ્યું હતું નર્મદાના કેનાલના અધિકારીઓની અને કોન્ટ્રાકટરોની બેદરકારીના કારણે વારંવાર તૂટે છે અને ભોગવવાનો વારો ખેડૂતોને આવે છે. તો આવા કોન્ટ્રાક્ટ સામે પગલા ભરાય તેવી માંગ કરી છે. અને ખેડૂતોના પાકને થયેલ નુકશાનનું વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂત વર્ગમાં ઊઠી રહી છે.