- ભરતસિંહ
ગુજરાતમાં જમીન સંપાદનનો કાયદો લોકોને લુંટી સરકારી તિજોરી ભરવામાં થયો છે.
સરકારે સંપાદિત કરેલી જમીનોના કારણે વિસ્થાપીતો – ખેડૂતો દર દર ભટકી રહ્યા છે.
વિકાસના લાભાર્થીઓ વિસ્થાપિતોની શહાદત ભૂલી ગયા. નર્મદા ખીણમાં વસતા અસરગ્રસ્તો બરબાદ થયા અને તેના અનેક કિસ્સા બહાર આવ્યા.
માત્ર અસરગ્રસ્તો જ નહી નર્મદાના લાભાર્થી ખેડૂતો પણ જમીન સંપાદનના કાયદા ના કારણે બરબાદ થયા.
હવે સર – સેઝ અને બુલેટ ટ્રેન ના નામે લોકોની જમીનો ઓળવી લેવાની શરૂઆત થઇ રહી છે.
વિકાસ , વિસ્થાપન અને પુનાર્વાસના પ્રશ્નને માત્ર રહન સહન સાથે જોડવાને બદલે “બહેતર જીવન” સાથે જોડવો જોઈએ.
આવું કરવા માટે જંગલ વિસ્તારની જમીનો ઉપર તેમના અધિકારોને અસંદિગ્ધ માન્યતા આપવી પડે.
તેમના રૂઢી, રીવાજ, માન્યતાઓ, નીતિ, નિયમ, કાનુન ને જે રીતે પાળતા હોય તે રીતને માન્યતા આપવી પડે.
તેના ઉપર કોઈ પ્રકારનું અતિક્રમણ ના થાય તે જોવું પડે.
આ જવાબદારી શાસન અને સમજે સંયુક્ત પણે નિભાવવી પડે.
૧૯૮૭માં કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે સરદાર સરોવર ડેમ પાછળના જળાશયને કારણે ૩૭,૦૦૦ હે.
જમીન ડૂબી જશે. તેમની ૧૧,૦૦૦ હે. જમીન જંગલ વિસ્તારની હશે.
ડેમના કારણે ૨૪૮ ગામોના ૧૧,૦૦૦ પરિવારના આશરે ૧,૦૦,૦૦૦ લોકોને અસર થશે.
તે પૈકી ૧૯ ગામ ગુજરાતના, ૩૬ ગામ મહારાષ્ટ્રના અને ૧૯૩ ગામ મધ્ય પ્રદેશના હશે.
પહેલા આવા અસરગ્રસ્તોને માત્ર ૩ એકર જમીન આપવાની જોગવાઈ હતી.
ત્યાર બાદ ગુજરાત સરકારે નર્મદા ખીણના જમીન વિહોણા વિસ્થાપિતોને ૫ એકર જમીન આપવાનો ઠરાવ કર્યો.
ગુજરાતમાં મોટા ભાગે વિસ્થાપિત થનારા આદિવાસી અસરગ્રસ્તોને ૨ હેક્ટર જમીન વિના મુલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી.
૨૦૧૭ માં વિસ્થાપિતોની સંખ્યા ૧૧,૦૦૦ પરિવાર થી વધી ને ૪૮,૦૦૦ પરિવાર થઇ.
૧૯૯૦ માં જયારે શ્રી ચીમનભાઇ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.
તેમણે ૨૦૦૦ ની સાલ પહેલાં પુનર્વસવા ટ સહીત સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે વચન આપ્યું
તેમણે ખાતરી આપી કે કોઇનું ડુબાણ થયા પહેલા ડેમ બાંધવાની પરવાનગી આપશે નહી.
જ્યાં સુધી તે સિંચાઇનો વિસ્તાર વિકાસ યોજના અને પુનર્વસવાટ કામ સાથે સંતુષ્ટ નહી થાય
ત્યાં સુધી ડેમ અને નહેરના બાંધકામ આગળ વધારશે નહી.
ચીમનભાઈએ પોતાનો વિકાસ અંગેનો નિર્ધાર જાહેર કરતા કહ્યું કે
“ વિકાસ માટેની કોઈ પણ યોજના સાથે વિસ્થાપન જેવી બાબતો હમેશા જોડેલી રહે છે.
કોઈ મોટા પરિમાણ કે વિશાલ હિત માટે કોઈકે –કેટલુક જતું કરવું પડે.વિકાસની આ પૂર્વ શરત છે.
રેલ્વે લાઈન નાખવી હોય, ઔદ્યોગિક એકમો ઉભા કરવા હોય,
ડેમ બાંધવા હોય કે નવા નગર વસાવવા હોય તો સ્થાનિક લોકોએ ઓછા વત્તા અંશે સ્થળાંતર કરવું પડે.
આવું સ્થળાંતર લંબે ગાળે કલ્યાણકારી અને વિકાસ લક્ષી બની રહે છે.આ એક રાષ્ટ્ર હિતનું પગલું ગણાય”
જમીન સમ્પાદન ના કારણે ૨૦૦૫ ના બદલે પુનરાવાસ ના કામ ૨૦૧૮ સુધી પુરા ના થયા.
અંતે રાજ્ય સરકારે અંતે એવું જાહેર કર્યું કે
તેણે ૧૧, ૦૫૬ સરગ્રસ્ત પરિવારો (પ્રોજેક્ટ અફેકટેડ ફમિલી) ને પુન:વસાવ્યા છે.
ગુજરાતમાં ૨૩૬ વસાહતો સ્થાપવામાં આવી.
૧૧૦ વસાહતોમાં ગુજરાતના ૪,૭૬૪, ૧૮ વસાહતોમાં મહારાષ્ટ્રના ૭૪૯ પરિવાર અને
બાકીની વસાહતોમાં મધ્ય પ્રદેશના ૧૧, ૦૫૬ પરિવારોને વસાવ્યા.
અસરગ્રસ્ત પરિવારોને ગુજરાત સરકારે ૨૧,૯૨૪ હે. જમીનની ફાળવણી કરી
ગુજરાતમાં જમીન સંપાદનને કારણે અસરગ્રસ્તોની હાલત-દશા કફોડી થઇ :
નર્મદા યોજનાના પુનર્વસન અને પુન:સ્થાપન ના કામમાં મૂળભૂત ખામીઓ રહી ગઈ
યોજનાના અસરગ્રસ્તો /વિસ્થાપિતો નો પુનર્વાસ અસંભવ બન્યો.
આદિવાસીઓના મૂળભૂત માનવીય અધિકારોના સિદ્ધાંતો નું ઉલ્લંઘન થયું.
વિશ્વ બેંકની નીતિઓ, સિદ્ધાંતો, ધિરાણ કરાર, નર્મદા જળ વિવાદ પંચના ચુકાદા તથા
ભારત સરકારના કાયદા અને માર્ગદર્શક સિદ્ધાંતો નું છેડે ચોક ઉલ્લંઘન થયું. વિશ્વ બેન્કે નર્મદા યોજનામાં થી ખસી ગઈ.
આ યોજનાને સાબિત કર્યું છે કે પરંપરાગત-પૂર્વજો પાસેથી મળેલી જમીન – સમાજના મોટા સમુદાયના લાભ માટે બળજબરીથી લઇ લેવાની વાત વ્યાજબી નથી.
નર્મદાની ખીણ ના વિસ્થાપિતો પોતાના અધિકાર માટે લડત ચલાવી રહ્યા છે તે બાબતની બેન્કે નોંધ લીધી.
પર્યાવરણ અને પુનર્વાસ ના મામલે નર્મદા યોજના માં વિશ્વ બેન્કની ભલામણો ની સદંતર અવગણના થઈ.
યોજના સાથે સંકલએલા ૩ રાજ્યો અને પુનર્વાસ નું કામ કરતી સંસ્થાઓ તેમના કામમાં અક્ષમ પુરવાર થયા.
સફળ પુન:સ્થાપન અને પુનર્વાસના દાવા પોકળ સાબિત થયા.
અસરગ્રસ્તોને વિશ્વાસમાં લીધા સિવાય તેમની જમીનનો નું સંપાદન કરી લેવાયું.
વિસ્થાપિતો માટે સરકાર જે જમીનો ખરીદવાની હતી તેનો સાચો બજારભાવ અંક્વામાં આવ્યો નહિ .
સરકારે પુનર્વાસ અને પુન:સ્થાપનનો ખર્ચ ખુબ મામુલી -૧૨૦૦૦ પારવાર માટે માત્ર રૂ.૧૭૦ કરોડનો ગણાવ્યો છે.
૨૦૧૭ સુધી મોટા ભાગના પ્રશ્નો યથાવત રહ્યા. વસાહતોમાં કેટલીએ જાતના પ્રશ્નો જેમ ને તેમ ઉભા થયા.
નર્મદા યોજનાના અસરગ્રસ્તોનો પુનર્વાસ અસંભવ બન્યો છે. વિસ્થાપન અને પુનરાવાસનું ચોક્કસ કદ નક્કી જ ના થયું.
૧૨૦૦૦ પરિવાર થી માંડી ૪૨, ૦૦૦ અને ૪૮૦૦૦ પરિવારના આંકડાઓ હવામાં ઉછળતા રહ્યા.
વિસ્થાપિતોના ન્યાયી પુનર્વાસ માટે ત્રણેય રાજ્યો વચ્ચે કોઈ સર્વગ્રાહી નીતિ કે આયોજન જ થઇ શક્યું નહિ.
રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓ અસરગ્રસ્તોની આંખે પાટો બાંધતા રહ્યા.
ગ્રમોથ્થાન માટે સમર્પિત સેવા ભાવી સંસ્થાઓ થોડા ઘણા સુધારા કરી સંપૂર્ણ પુનર્વાસ ના દાવાઓ કરતી રહી.
આંતર રાષ્ટ્રીય માપદંડ અનુસાર માંનવ હક્કોના જે ધારા ધોરણ નક્કી થયા હતા તે અસાધ્ય સાબિત થયા.
ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના વિસ્થાપિતોને ગુજરાતમાં વસાવવાનું અશક્ય બન્યું.
જ્યારે ચુંટણીમાં માં કોંગ્રેસનો પરાજય થયો. નર્મદાની ખીણમાં આદિવાસી અંદોલને પગદંડો જમાવ્યો.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે રચેલી સંપુર્ણ પુનર્વાસ નામની સમિતિ પાણીમાં બેસી ગઈ.
સંસ્થાને પુનર્વાસના કામ થી છેડો ફાડી નાખ્યો. આનંદ નિકેતન આશ્રમના સંચાલક બળાત્કારના કેસમાં સંડોવાયા.
વાહિની આર્ચે “નોકરશાહી માફક નથી આવતી” કહી રણમેદાન છોડ્યું.
ગુજરાતનું પુનર્વાસ ક્ષેત્ર લકવાઈ ગયું. મધ્ય પ્રદેશના અસરગ્રસ્તો નો તો કોઈ આંકડો જ મળતો નહોતો.
ગુજરાત સરકારની બેદરકારીના કારણે વિસ્થાપિતો ઉચાળા ભરી પાછા ગયા.
પુનર્વાસ સમિતિ અને નર્મદા યોજનાના સમર્થકો ખોટા પડ્યા.
કેન્દ્ર સરકાર સર્વોચ્ચ અદાલતમાં પોતાનું લેખિત નિવેદન સોંપવામાં નિષ્ફળ રહ્યા.
અદાલતે ડેમના બાંધકામ ઉપરનો પ્રતિબંધ ઉપાડી લેવાની ગુજરાત સરકાની માંગણી ફગાવી
( સંદર્ભ : પર્યાવરણ કક્ષ – ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન – દિલ્હી )