રાજ્યમાં નવરાત્રીનો રંગ જામ્યો છે, ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી રહ્યાં છે, ત્યારે ગાંધીનગરમાં આઠમાં નોરતાના દિવસે દિવડાથી મહાત્મા ગાંધીની અનોખી કૃતિ બનાવવામાં આવી હતી, કલ્ચરલ ફોરમ દ્વારા 30 હજાર દિવડાથી મા આદ્યશક્તિની આરતી ઉતારવામાં આવી હતી, અને ગાંધીજીની કૃતિ બનાવીને તેમને અનોખી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.