[:gj]હીજડા સમુદાય માટે દેશની પહેલી વિશ્વ વિદ્યાલય ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં શરૂ કરવામાં આવશે. વિશ્વ વિદ્યાલયમાં સમુદાયના સ્ટુડન્ટ, ધોરણ-1થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂરો કરી શકશે. ત્યાં સુધી કે જો તે કોઈ વિષય પર રિસર્ચ કરવા માંગે છે તો વિશ્વ વિદ્યાલય તેમને વિસારદની પદવી આપશે. ત્યાં નજીક જ એક સમયે વિશ્વ વિખ્યાત નાલંદા વિદ્યાપીઠ હતી.
અત્યાર સુધી દેશમાં કોઈ પણ એવી વિશ્વ વિદ્યાલય નથી, જે માત્ર ટ્રાન્સજેન્ડર સમુદાય માટે વિશેષ રીતે બનાવવામાં આવી હોય. આ વિશ્વ વિદ્યાલય ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના ફજીલનગર બ્લાકમાં બનશે. તેને અખિલ ભારતીય કિન્નર શિક્ષા સેવા ટ્રસ્ટ બનાવી રહ્યું છે.
ટ્રસ્ટના અધ્યક્ષ ડો. કૃષ્ણ મોહન મિશ્રએ જણાવ્યું કે, આ પોતાની રીતે દેશની પહેલી વિશ્વ વિદ્યાલય હશે, જ્યાં ટ્રાન્સજેન્ડર સમુદાયના સ્ટુડન્ટ્સ શિક્ષા પ્રાપ્ત કરી શકશે. તેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આવતા વર્ષે ૧૫ જાન્યુઆરીથી આ વિશ્વ વિદ્યાલયમાં બે સ્ટડન્ટ્સને એડમિશન અપાશે, જે આ સમુદાયના હશે અને ફેબ્રુઆરી તથા માર્ચથી અન્ય ધોરણો શરૂ થઈ જશે.
સાંસદ ગંગાસિંહ કુશવાહાએ કહ્યું કે આ સમુદાયાન લોકોને શિક્ષા પ્રાપ્ત થશે તે દેશને નવી દિશા આપવામાં મદદરૂપ થશે.
સમુદાયના લોકો શિક્ષા પ્રાપ્ત કરી શકશે અને તેમને સમાજમાં સન્માન મળશે. શિક્ષામાં બળ છે એન તે આ સમુદાયના લોકોનું જીવન બદલશે ઉપરાંત બીજાના જીવન ઉપર પણ તેનો સકારાત્મક પ્રભાવ પડશે.
[:]
![[:gj]Teen Driving – અમદાવાદમાં 1 વર્ષમાં સગીર વાહનચાલકોમાં 500 ગણો વધારો, દેશમાં આગળ?[:en]Teen Driving – 500-fold increase in underage drivers in Ahmedabad, lead the country[:hn]टीन ड्राइविंग – अहमदाबाद में एक साल में कम उम्र के ड्राइवरों में 500 गुना बढ़ोतरी, देश में सबसे आगे?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/01/%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]અમદાવાદની બાળકી અહિરા બની આંતરરાષ્ટ્રીય મુદ્દો[:en]Ahmedabad Girl Ariha’s Case Becomes an International Issue[:hn]अहमदाबाद की बच्ची अहिरा इंटरनेशनल मुद्दा बनी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/01/%E0%AA%85%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B92.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]72 ટકા અગ્નિ વીરોને નોકરીનો તણાવ, 52 ટકાને નોકરીની ચિંતા[:en]72% of Agni Veer report job stress, 52% worry about their jobs[:hn]72% अग्निवीर कर्मियों को नौकरी का तनाव, 52% को अपनी नौकरी की चिंता[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/10/%E0%AA%85%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0.jpg?resize=218%2C150&ssl=1)