અત્યારસુધીમાં ગુજરાતે ૨૫૦ને સ્ટાર્ટ અપ્સને રૂ. ૩૦ કરોડની સહાય આપી
ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટેની સહાયરૂપ યોજના સંદર્ભે રાજ્યકક્ષાની અમલીકરણ સમિતિની 18મી બેઠક ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્રસચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં નવા ૧૭ સ્ટાર્ટ-અપ્સને કુલ રૂ. 2 કરોડની નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી હતી. ગુજરાતમાં અત્યારસુધીમાં ૨૫૦થી વધુ સ્ટાર્ટઅપ્સને રૂ. ૩૦ કરોડની સહાય આપવામાં આવી છે.
MSME એકમો સહિત રાજયમાં નવા ઉદ્યોગો અને સંશોધનો માટે હાઈટેક ઇનોવેશનનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્યોગપતિઓ, નવા ઇનોવેટર્સ છે. ગુજરાતમાં અનેક ઈનોવેટિવ શોધ બહાર આવી છે. જેમાં ટર્મરીક બ્રેઈન ઇન્જરીની પ્રારંભિક જાણકારી મેળવવા માટેનું સ્કેનર, દુખાવા રહિત ઓપન હાર્ટ સર્જરી માટે સ્ટર્નલ સ્ટેપ્લર, ઓછા ખર્ચનું ગ્રાઉન્ડનટ ડીગર, ખાતર ફેલાવવાનું મશીન, કૃષિ-કચરામાંથી ટકાઉ ફાઇબર બનાવટ અને અગ્નિ શામક મટીરીયલ સહિત અનેક ઈનોવેશન્સનો સમાવેશ થાય છે. જેમાં રાજયમાં સમાવિષ્ટ તમામ ૩૩ જિલ્લાઓમાંના એન્ટરપ્રિન્યોર્શીપ સેટઅપ સેલનો સમાવેશ થાય છે.
ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે હબ બન્યુ છે. દેશભરમાં આ સમયગાળા દરમિયાન ૧પ૦ સ્ટાર્ટ અપમાંથી ૪૩ ટકા ફંડેડ સ્ટાર્ટ અપ એકલા ગુજરાતમાં જ કાર્યરત છે. રેન્કિંગ જ દર્શાવે છે કે, ભારતના સ્ટાર્ટ-અપ્સના કેન્દ્ર તરીકે ગુજરાત મોખરે છે. વર્ષ-2018 દરમિયાન પણ ગુજરાતનું રેન્કિંગ “બેસ્ટ” હતું .