હોરર ગુજરાત – દિલીપ પટેલ
ક્રિસમસમા ઈસુના નવા વર્ષમાં આ વખત ભાજરતમાં નવા નશા માટે હોરર ડ્રગ્ઝ ગુજરાતમાં મોટા પાયે તૈયાર થયું છે. યુનાવો તેનો ઉપયોગ કરીને નશાખોર બની રહ્યાં છે. ગુજરાતમાં દવા બનાવતો ઉદ્યોગ સમગ્ર ભારતમાં સૌથી વધું હોવાથી તેના ઉત્પાદન સરળતાથી થઈ શકે છે. કારણ કે આ દવાનો ઉપયોગ ગુજરાતના મેડિકલ દવા બનાવતી ફેક્ટરીઓ કરી રહી છે. આવું રૂ.1000 કરોડનું ડ્રગ્સ મુંબઈથી પકડાતાં વિગતો બહાર આવી છે. જેની પાછળ કોઈ રાજકીય વ્યકિતોનું રક્ષણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ ગુજરાતમાં કેટલાંક રાજકારણીઓ આવું ખતરનાક ડ્રગ્ઝ બનાવતાં પકડાયા હતા.
પાર્ટીડ્રગ્ઝ તરીકે વપરાય છે
‘હોરર ડ્રગ’ ફેંટાનિલનો કેન્સરમાં પેઈન કિલર તરીકે ઇલાજમાં વપરાય છે. હેરોઇન, કોકેઇનમાં મેળવીને અથવા એકલા ફેંટાનિલનું સેવન કરવામાં આવે છે. જેનો ઓવરડોઝ ઘાતક છે. ડ્રગ નશા માટે 0.001 ગ્રામ (1 મિલિગ્રામ) સુધી લેવામાં આવી રહ્યું છે જો તે 0.002 (2 મિલિગ્રામ) નશાનો ડોઝ લેવાતાં તેથી મોત પણ થઈ શકે છે. 29 ડિસેમ્બર 2018માં મુંબઈના સાંતાકૃઝમાંથી પકડાયેલું રૂ.1,000 કરોડનું હોરર ડ્રગ્સ ગુજરાતમાં બન્યું હતું. મુંબઈમાં સાંતાક્રુઝના વાકોલા વિસ્તારમાં એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)એ એક કારમાંથી 100 કિલો ફેંટાનિલ ડ્રગનો જથ્થો જપ્ત શોધી કાઢ્યો હતો. જે નવા વર્ષની પાર્ટીમાં પણ વપરાય છે.
મોબાઈલ ફોનમાં ગુજરાતનું લોકેશન
નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓએ ડ્રગ્સના મુદ્દામાલ સાથે 4 ડ્રગ્સ ચંદ્રમણી તિવારી, સંદીપ તિવારી અને ઘનશ્યામ તિવારી, સલિમ દુલાની ધરપકડ કરી હતી. આરોપીઓ ફાર્મસી ક્ષેત્રના જાણકાર છે અને ગુજરાતની જાણીતી કંપનીઓમાં સારા પદ પર રહ્યાં છે. તેની પુછપરછ અને મોબાઈલ ફોનની તપાસ કરતાં અત્યંત ખતરનાર નશાખોરીનું દ્રવ્ય ગુજરાતમાં બન્યું હોવાનું બહાર આવ્યું છે. સલીમ ઢાલા કોટન ગ્રીન ખાતે ડ્રાઇવરનું કામ કરે છે. સંદીપ તિવારી ગ્રેજ્યુએટ હોઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ચંદ્રમણિ તિવારીની કાંદિવલીના ઠાકુર વિલેજ ખાતે મોબાઇલની દુકાન છે. આ ઘટનાની તપાસ કરવા માટે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને વાપીમાં તપાસ ચાલી રહી છે. જેની તપાસ કરવા માટે મુંબઈથી પોલીસ આવી છે. આરોપીઓના મોબાઈલ લોકેશન ગુજરાતના આ 4 સ્થળોના છે. મુંબઈ પોલીસને શંકા છે કે ગુજરાતમાં હોરર ડ્રગ્ઝ મોટા પ્રમાણમાં બની રહ્યું છે. ગૃહ પ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા ડ્રગ્સની હેરફેરી અને બનાવટમાં સદંતર નિષ્ફળ રહ્યાં છે. જે આના પરથી સ્પષ્ટ થાય છે.
અમેરિકા, ચીન પછી ગુજરાત – 20 હજારના મોત
અત્યાર સુધી આ ડ્રગ્સ ચીનમાં સૌથી વધું થતું હતું તે વિશ્વના દેશો ખાસ કરીને અમેરિકા વધું મોકલાતું હતું. હવે ગુજરાત કેન્દ્ર બની ગયું છે. ગુજરાતનું ટ્રગ્ઝ મેક્સિકો મોકલવાનું હતું અગાઉ રૂ.100 કરોડનું તો મોકલી પણ દેવામાં આવ્યું છે. અમદાવાદને ગુજરાત સરકાર મેક્સિકો બનાવવા માંગતી હતી. બીજી રીતે તો તે ન બની શક્યું પણ ડ્રગ્ઝ બનાવવામાં ગુજરાત મેક્સિકો બની ગયું છે. મેક્સિકોથી તે ડ્રગ્ઝ અમેરિકા જવાનું હતું. અમેરિકામાં મોટી માત્રમાં આ ફેન્ટાનીલ ડ્રગ્સની માગ છે. અમેરિકામાં હોરર ડ્રગ્સના ઓવરડોઝના કારણે 20 હજાર લોકોના મોત નિપજ્યાં છે. તેથી તેને હોરર ડ્રગ્ઝ કહે છે.
ગુજરાત પોલીસ અજાણ
મુંબઈના નાર્કોટિક્સ વિભાગના હાથે પકડાયેલા ડ્રગ્સની કિમત 1000 કરોડ કરતા પણ વધારે છે. જે અંગે ગુજરાત પોલીસ પાસે કોઈ વિગતો ન હતી. કેન્સરની સારવાર માટે ડૉક્ટરો પ્રિસ્ક્રિપ્શન લખી આપે તો જ તેનો ઉપયોગ થાય છે. જે સીડ્યુલ્ડ એચમાં આવે છે. ડ્રગ્સને હેરોઇન, કોડીન અને કોકિનમાં નાંખીને ઉપયોગ કરવામાં આવે છે. આ ડ્રગ્સના પર પ્રતિબંધ હોવા છતા પણ ભારતની અમુક પ્રયોગશાળામાં આ ડ્રગ્સની ગેરકાયદેસર ઉત્પાદન થાય છે.
નવા વર્ષની પાર્ટીમાં ઉપયોગ
2019નું નવું વર્ષ આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે જેમાં અનેક પ્રકારના ડ્રગ્ઝ વપરાય છે. ગુજરાતમાં નવા વર્ષે રેવ પાર્ટી કલ્ચર પાંચ વર્ષથી ઊભું થયું છે. અગાઉ નશીલા પદાર્થોનાં નામ કેટલાક રાજકીય નેતાઓ અને પક્ષનાં નામ ઉપરથી રખાયાં હતાં. 2018માં મલ્ટિપ્લેક્સ, ફિલ્મ અને બોલિવૂડ કલાકારોનાં નામ રખાયાં છે. આ વખતે આવા ભળતા નામ આપવામાં આવ્યા છે.
યુવાનો ભરપુર ઉપયોગ કરે છે
ઈશુના નવા વર્ષે કે દિવાળીના નવા વર્ષે ડ્રગ્સ, ચરસ, હેરોઈન, કોકેઇન જેવા નશાખોરીના પદાર્થોની ભારે માંગ હોય છે. નશીલા પદાર્થો સિગારેટમાં ભેળવીને તેનું સેવન કરીને રોક મ્યુઝિકના તાલે યુવાનો અનોખો અનુભવ કરવા આવા ડ્રસ્ગનો ઉપયોગ કરતાં આવ્યા છે. હવે તેમાં હોરર ડ્રગ્ઝ બહાર આવ્યું છે. શરાબ-શબાબની પાર્ટીઓ થાય છે તે હવે જૂનું કલ્ચર માનવામાં આવે છે. પાર્ટીઓમાં બિયર, વૉડકા કે ટકીલાના પેગ ભરીને યુવક-યુવતીઓ મસ્ત બનીને પાર્ટીને ઍન્જોય કરે છે. મુંબઈ અને દિલ્હીથી બાર ગર્લ્સને પણ બોલાવવામાં આવે છે. હવે રશિયન ડાન્સરો પણ આવે છે. જોકે પાર્ટીની ચરમસીમા તો ત્યારે આવે, જ્યારે એક ખૂણામાં નશીલા પદાર્થનું સેવન થતું હોય. પાર્ટીઓમાં યંગસ્ટર્સની સાથે ભદ્ર પરિવારની યુવતીઓ પણ બિન્ધાસ્ત ડ્રગ્સ લેતી હોય છે.
ઊંચા ભાવ
ચરસની ગોળી તૈયાર કરીને તેને સ્થાનિક ડ્રગ્સ ડિલર મારફતે યુવાનોને વેચવામાં આવે છે, જેનો 100થી લઈને રૂ.1000 સુધી ભાવ વસુલવામાં આવે છે. દારુ પીતા યુવાનો આસાનીથી ચરસ કે હોરર ડ્રગ્ઝના રવાડે ચઢી જાય છે. ઉત્સવપ્રિય સુરત, રાજકોટ અને અમદાવાદીમાં આજે 31 ડિસેમ્બર 2018ની રાત્રીએ દારૂ ને ડ્રગ્સનું સેવન કરી ઘેલાં બની જાય છે. છેલબટાઉ નબીરાઓ હાઈવે, પોશ વિસ્તારો, તળાવો આસપાસ નીકળી પડે છે. રીંગ રોડ પરનાં ફાર્મહાઉસ પર પાર્ટી થાય છે. ડ્રગ્સના સેવન સાથે ફાઈવસ્ટાર પાર્ટી થાય છે. અમદાવાદમાં ફાર્મહાઉસમાં કપડા ઉતારીને ડાંસ માટેની સ્ટ્રીપ્ટીઝ પાર્ટી પણ થઈ હતી. જેમાં માલેતુજાર પરિવારની 40 મહિલાઓના એક જૂથે મુંબઈથી તાલીમબદ્ધ સ્ટ્રીપર્સને બોલાવી આંતરરાષ્ટ્રીય કક્ષાની પાર્ટી કરી હતી. આવી રેવ પાર્ટીમાં મૉડેલ અને સેલિબ્રિટીઝને બોલાવીને મજા માણવાનો વધારો કરે છે.
ડ્રગનું એટ્રેકશન શા માટે?
ડ્રગ્સના સેવનથી વ્યક્તિ વધું એનર્જેટિક અને એક્સાઈટમેન્ટ અનુભવે છે. કેટલાંક ડ્રગ્સ સેક્સ્યુઅલ ડ્રાઈવને હાઈ નોટ પર લઈ જાય છે. ડ્રગ્સના સેવનથી તનાવભરી દુનિયા છુટી જાય છે અને નવી દુનિયામાં વ્યક્તિ આવી જાય છે. ચરસ અને ગાંજો જેવા ડ્રગ્સ મનાલી અને મણિપુરમાંથી આવે છે. અફીણમાંથી બનતાં બ્રાઉન સુગર, હેરોઈન વગેરે મુખ્યત્વે ઉત્તર પ્રદેશથી આવે છે. હવે તો ગુજરાતમાં જ આ બધા ડ્રગ્ઝ બનવા લાગ્યા છે. મેન્યુફેક્ચરર પાસેથી ડીલરો અને ત્યાંથી ડ્રગ્સના બંધાણી બની ગયેલા યુવાનોને એક પેકેટ ફ્રી આપવાની લાલચે ડ્રગ્ઝ પહોંચાડે છે.
હવે ગુજરાત પણ ઉત્પાદક
ગુજરાતમાં કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કચ્છ સરહદ, સલાયા, જખૌ, મુંદ્રા, ગોસાબારા કે પાકિસ્તાનથી દરિયાઈ રસ્તે આવે છે. જે દેશભરમાં અપાય છે. હવે ગુજરાતના ડ્રગ્ઝ માફિયાઓ આવો માલ ગુજરાતમાં જ બનાવવા લાગ્યા છે. 2017માં શ્રીલંકાની પોલીસે રૂ.1200 કરોડનું 800 કિલો કોકેઈન ભારતની એક ટિમ્બર કંપનીના એક જહાજમાંથી પકડ્યું હતું. જે ગુજરાતના ખાનગી બંદર મુંદ્રા પર ઊતારવાનું હતું. આમ હવે મુંદ્રા બંદર પણ ડ્રગ્ઝની આયાત કરતું હોવા છતાં તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી. 2014-15માં 354 કિલો અને 2015-16માં 50 કિલો ડ્રગ્ઝ પકડાયું હતું. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર સામેલ હતો એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
સંદેશા વ્યવહાર
ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમોમાં ગૃપ બનાવીને સંદેસાઓ આપવામાં આવે છે. જે નશાખોરો પકડાયા છે તેમાં 22થી 30 વર્ષની ઉંમર હોય એવા 80 ટકા લોકો છે. ખાલી અમદાવાદ અને સુરતમાં જ આવી 500થી વધું પાર્ટી નવા વર્ષે થતી હોવાનો અંદાજ છે. પણ છેલ્લાં બે વર્ષથી નાણાં ભીડ હોવાથી આવી પાર્ટીઓ ઓછી થઈ રહી છે.