લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇને ભારતનું ચૂંટણી પંચ ગુજરાતની આખરી મતદાર યાદી 31મી જાન્યુઆરી 2019મીએ બહાર પાડી છે. જેમાં કૂલ મતદારો 4,40,75,273 છે. કૂલ નવા નોંધાયેલા મતદારો 10,69,239 થયા છે. રદ થયેલા મતદારો 3,99,754 છે. જ્યારે કૂલ 6,69,485 થયો છે. આમ હવે કૂલ મતદારોની સંખ્યા 4,47,44,759 થઈ છે. યાદી બહાર પાડવામાં વિલંબ થયો છે જેનું કારણ એ છે કે ઇલેક્ટોરલ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેરમાં મુશ્કેલી હતી પરંતુ હવે તે સોલ્વ થઇ ગઇ છે.
ગુજરાતમાં નવા મતદારો 4,66,320 નોંધાયા છે જે પહેલી વખત જ મતદાન કરશે. કૂલ 1.52 ટકાનો વધારો થયો છે. તમામ પાસે ઓળખ કાર્ડ છે. 2017માં 12.37 લાખ નવા મતદારો નોંધાયા હતા. 2014માં નવી યાદી જાહેર કર્યા બાદ આવું થયું હતું. જેની સરખામણીએ આ વખતે યુવાન મતદારોની સંખ્યા ઓછી છે. આવું કેમ થયું તે એક આશ્ચર્ય છે. ચૂંટણી પંચે આ અંગે ખરેખર વિગતો જાહેર કરવાની જરૂરી હતી પણ તેમ થયું નથી. આ એક રહસ્ય છે.
2017ની વિધાનસભાની ચૂંટણી કરતાં 2019માં 22,000 વધારે મતદારો નોંધાયા છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિશ્નાએ જણાવ્યું હતું કે સિસ્ટમ નવી હોવાથી અગાઉ મતદાર યાદી કે જે 4થી જાન્યુઆરીએ પ્રસિદ્ધ થવાની હતી તે મુલત્વી રાખવામાં આવી હતી પરંતુ હવે 31મી જાન્યુઆરીએ મતદાર યાદી બહાર પાડવાનું નક્કી કર્યું હતું.
વિધાનસભાની ચૂંટણી 2017ના ડિસેમ્બર મહિનામાં થઇ હતી ત્યારે રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 4.25 કરોડ હતા. 31મીએ મતદારોના આંકડા બહાર પાડવામાં આવનાર છે ત્યારે તેમાં વધારો થવાની શક્યતા છે. છેલ્લા 12 વર્ષથી એક જ સિસ્ટમ કામ કરતી હતી પરંતુ હવે તે સોફ્ટવેરમાં બદલાવ કર્યો છે તેથી મતદાર યાદીને જાહેર કરવામાં વિલંબ થયો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં આ વખતે મતદારની સંખ્યા વધીને 4.35 કરોડ થઇ ગઇ છે. આ આંકડો ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ સંખ્યામાં 12.37 લાખ મતદારો પહેલી વાર ચૂંટણી કરશે. ગુજરાતમાં 12.37 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે.