ગુજરાતના ગૌરવસમી જૂનાગઢની નવ વર્ષીય ગોલ્ફર દીકરી પલ શિંગાળાનું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને માન. કેબીનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા દ્વારા સન્માન
નવ વર્ષની ઉંમરે ૧૦૦ થી વધારે ગોલ્ફ ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવેલ પલ શિંગાળા ગુજરાતનાં જૂનાગઢની રહેવાસી
પલ શિંગાળા ગુજરાતનું ગૌરવ હોવા ઉપરાંત ‘બેટી બચાવો બેટી પઢાવો’ ઝુંબેશનું ઉત્તમ ઉદાહરણ છે. આદરણીય વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ખેલો ઇન્ડિયા’ અભિયાન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પણ તેણી દ્રષ્ટાંતરૂપ છે.
ગોલ્ફની રમતમાં કુદરતી બક્ષીસ ધરાવતી અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા મેળવી રહેલ ગુજરાતના ગૌરવસમી જૂનાગઢની નવ વર્ષીય દીકરી પલ શિંગાળાની સિદ્ધિ ગુજરાતમાં ગૌરવ સમાન ગોલ્ફર દીકરીને માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ માન પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ ગાંધીનગર ખાતે સન્માન કરેલ હતું.
આ તકે મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ જણાવેલ હતું કે આગામી તા. ૧-૩ ઓગષ્ટ દમિયાન યુ.એસ.એ. ખાતે આયોજિત થનાર ‘જુનિયર ગોલ્ફ વિશ્વ ચેમ્પિયનશીપ’માં તેણી નવ વર્ષની કેટેગરીનાં વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર છે. પલ શિંગાળાએ પાંચ વર્ષની વયે ગોલ્ફ રમવાનું શરુ કરેલ હતું. આગામી સમયમાં ૧૮ વર્ષની વયે પહોચ્યા બાદ વર્ષ ૨૦૨૮ના ઓલમ્પિક રમતોત્સવમાં ભારત દેશ માટે સૂવર્ણપદક જીતવાનું તેણીનું ધ્યેય છે. આગામી તા. ૧-૩ ઓગષ્ટ ૨૦૧૯ની વિશ્વ ચેમ્પિયનશીપમાં વિશ્વના શ્રેષ્ઠ જુનિયર ગોલ્ફરોને ત્રિદિવસીય સ્પર્ધામાં આમંત્રિત કરવામાં આવેલ છે, જેમાં ૮૦ થી વધુ દેશોના ૧૦૦૦ થી વધુ બાળકો ભાગ લેશે. આ સ્પર્ધામાં પલ શિંગાળાને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા(યુ.એસ.એ.) દ્વારા ભારત દેશ વતી રમવા માટે આમંત્રિત કરવામાં આવેલ છે.
પલ શિંગાળા ગુજરાતનું ગૌરવ હોવાથી આગામી વિશ્વ સ્પર્ધા માટે તેણી તા.૨૫/૦૭/૨૦૧૯ના રોજ અમેરિકા જવા માટે રવાના થાય તે પૂર્વે તેણીનું ગાંધીનગર ખાતે તા.૨૪/૦૭/૨૦૧૯ના રોજ માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવેલ તેમજ જૂનાગઢ- ગુજરાતની દીકરીને Best of luck સહ આશીર્વાદ આપેલ હતા.