નિતીન પટેલના પૂત્ર જૈમિન સામે અઢી વર્ષ છતાં દારૂ બંધીનો ગુનો કેમ ન નોંધાયો ?

નશામાં હતો ડેપ્યુટી CM નીતિન પટેલનો પુત્ર, ફ્લાઈટમાં ન બેસવા દેવાયો!

અમદાવાદઃ  ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પુત્રને 8 મે 2017ના દિવસે ગ્રીસ જઈ રહેલા કતાર એરવેઝના વિમાનમાં બેસવા દેવાયો ન હતો. અધિકારીઓએ જણાવ્યું કે, નાયબ મુખ્યમંત્રીના પુત્ર જૈમિન પટેલ નશાની હાલતમાં એરપોર્ટ પર પહોંચ્યો હતો અને એરલાઈન્સ કંપનીના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી.

કોઈ પગલાં નહીં

ઘટના બની તેને અઢી વર્ષ પૂરા થયા છતાં જૈમિન સામે પગલાં ન ભરાયા. ત્યારે તેમનું મેડિકલ ટેસ્ટ કરાયું ન હતું. ખરેખર તો ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા જૈમિન સામે દારૂ બંધીનો ગુનો નોંધવો જોઈતો હતો. પણ તે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ ગુનો નોંધ્યો નથી. સરદાર નગર પોલીસની જવાબદારી હતી કે તેમની સામે ગુનો નોંધવામાં આવે.

ઘરે જવું પડ્યું

મામલો પોલીસમાં આગળ વધે તે પહેલાં જૈમિન પટેલ અને તેમનો પરિવાર એરપોર્ટ પરથી ઘરે પરત આવી ગયો હતો. આમ એક તરફ રાજ્યની સરકાર દ્વારા દારૂબંધીનો કડક અમલ કરવાની વાતો કરી રહી છે. ત્યારે ખુદ નાયબ મુખ્યમંત્રીનો પુત્ર જ દારૂ પીધેલી હાલમાં એરપોર્ટ પર માથાકુટ કરી હોવાની વાત અઢી વર્ષ છતાં ચર્ચાનું કેન્દ્ર બને છે. સામાન્ય મુસાફર સાથે આવી ઘટના બની હોય તો તેમની સામે પોલીસ કેસ થઈ જાય છે જ્યારે આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી તેવું કહેવામાં આવી રહ્યું છે.

એરલાઈન્સના કર્માચારીઓ સાથે માથાકુટ
રાજ્યના નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલનો પુત્ર જૈમિન પટેલ, તેની પત્‍ની ઝલક અને પુત્રી સાથે આજ રોજ વહેલી સવારે કતાર એરલાઈન્‍સની ફ્લાઈટમાં ગ્રીસ જવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્‍યો હતો. જૈમિન પટેલે ખુબ દારૂ પીધેલો હોવાથી ચાલી શકાય તેવી સ્થિતિમાં પણ ન હતો. અધિકારીઓએ જણાવ્યું કે, બોર્ડીંગ અને ઈમિગ્રેશન ચેક કરાવવા માટે તેને વ્હીલચેરમાં બેસાડીને લઈ જવો પડ્યો હતો. તેમણે ત્‍યાર બાદ ફલાઈટમાં બેસવા ગયા ત્‍યારે કતાર એરલાઈન્‍સના સ્‍ટાફ/ક્રુ મેમ્‍બરનું ધ્યાન ગયું કે, જૈમિન પટેલે ખુબ દારૂ પીધેલો છે. તેથી તેમને ફ્લાઈટમાં બેસવાની ના પાડી દેવામાં આવી. આ સમયે દારૂના નશામાં રહેલા જૈનિન પટેલે ક્રૂ મેમ્બર સાથે માથાકૂટ કરી હોવાનું જણાવાઈ રહ્યું છે.

ઘટના અંગે નીતિન પટેલે કર્યો આ ખુલાસો
આ બાબતે ખુલાસો કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, ‘મારો પુત્ર અને તેનો પરિવાર ગ્રીસ જઈ રહ્યા હતા. આ સમયે તેની તબિયત બગડતા તેઓ ઘરે પરત ફર્યા હતા, એ સિવાય બીજી કોઈ વાત નથી. મારા પરિવારને અને મને બદનામ કરવા માટે આવા ખોટા મેસેજો સોશિયલ મીડિયા પર ફરતાં કરવામાં આવ્યા હતા.’

(સમાચાર એજન્સી IANSના ઈનપુટ સાથે)