પંચાયતના એસી દૂર કરાયા, તો સચિવાલયના કેમ નહીં ?

રાજયની તમામ પંચાયતોના અધિકારીઓની ચેમ્બર-સરકારી વાહનોમાંથી એ.સી. દૂર કરવાનો આદેશ
આ પ્રકારની સગવડો માટે વીજ બીલ-ઇંઘણ ખર્ચ જે-તે અધિકારી પાસેે વસૂલાતનો વિકાસ કમિશ્નરનો હુકમ કર્યો છે. પણ પ્રજાના નાણાં બચાવવા જે પણ કચેરીમાં એસી હોય તે રદ કરવા માટે છેલ્લાં 20 લર્ષથી કોઈ આદેશ અપાયા નથી.

ગુજરાત રાજયના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને આગામી ૧પ દિવસમાં પંચાયત તંત્રના તમામ અધિકારીઓની ઓફિસ, સરકારી વાહનોમાં ફીટ કરેલા એર કંડીશ્નર દૂર કરવાનો રાજય વિકાસ કમિશ્નરે આદેશ કર્યો છે. ઉપરાંત આ પ્રકારની સવલતો સરકારી ખર્ચ નાંખવામાં આવી હોય તો તેના વીજબીલ-ઇંધણના વ્યર્થ ખર્ચના નાણાં સંબંધિત અધિકારીઓ પાસેથી વસૂલવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

તાજેતરમાં સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે, વર્ગ-૧ અને વર્ગ-રના અધિકારીઓ કચેરીઓમાં નિયમોનુસાર મળવાપાત્ર ન હોય તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જેમાં એ.સી. ચેમ્બર અને સરકારી વાહનમાં એ.સી.ની સગવડ મુખ્ય છે. સરકારને એ પણ જોવા મળ્યું હતું કે, આ સગવડો માટેનો વિવાદ ઉભો ન થાય તે માટે અધિકારીઓ પોતાના ખર્ચ આ સગવડો ઊભી કરાવતા હોય છે. પરંતુ તેના કારણે વધારાના વીજ બીલ અને પેટ્રોલ-ડીઝલનો ખર્ચ સરકારને ભોગવવો પડી રહ્યો છે.

જેથી આ પ્રકારની સગવડો પાછળના વધારાના વીજ બીલ, પેટ્રોલ-ડીઝલના ખર્ચનો અંદાજ કાઢીને આ પ્રકારની સગવડો જેટલો સમય ભોગવી હોય તે સમયના ખર્ચની વસૂલાત કરવાનો પણ આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓએ ૩૧ જાન્યુ.ર૦ર૦ સુધીમાં કચેરીના અધિકારીઓની ચેમ્બર અને સરકારી વાહનોમાંથી એ.સી. દૂર કરવાની કામગીરીનું પ્રમાણપત્ર પણ વિકાસ કમિશ્નરને મોકલી આપવું પડશે. તેની સાથોસાથ એક પત્રકમાં કયા અધિકારીની ચેમ્બર અને વાહનમાંથી એ.સી. દૂર કરાયા તેની સંપૂર્ણ વિગતો પણ ભરીને મોકલવાની રહેશે