પટેલ સમાજ સાથે જેવું માધવસિંહે કર્યું, એવું અમિત શાહ કરી રહ્યાં છે

જે રીતે આજથી 38 વર્ષ પહેલા માધવસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી પાટીદારોને ખતમ કર્યા તે રીતે ભાજપને ગુજરાતમાં સત્તા સુધી જઈ જવામાં જેનો સૌથી મોટો ફાળો છે એ પાટીદારોને અમિત શાહે ભાજપમાંથી અને ગુજરાતના રાજકારણમાંથી ખતમ કરી દેવાનું રાજકાણ શરૂ કર્યું છે. હાર્દિક પટેલ અને રેશ્મા પટેલ પર જે કંઈ થયું છે તે આપોઆપ નથી. આયોજન બદ્ધ થયેલું કૃત્ય છે. હાર્દિક પટેલ ભાજપને ભારે પડી રહ્યાં છે. ભાજપની મત બેંકનું ધોવાણ તેમણે ચાલુ રાખ્યું છે. હાર્દિક પટેલને ખરીદવા માટે રૂ.1200 કરોડની ઓફર લઈને ગાંધીનગરના અધિકારી કૈલાશ નાથન ગયા હતા. તેમ છતાં તે ખરીદાયો ન હતો તેથી અમિત શાહને તે ભારે પડી રહ્યા છે. રેશ્મા પટેલે પણ અમિત શાહને પડકાર્યા હતા તે તેમની તાકાત હોય તો પોરબંદરથી તેમની સામે ચૂંટણી લડી બતાવે. આવો પડકાર આ બન્ને નેતાઓએ ફેંક્યા બાદ બન્ને પર હુમલા થયા છે જેમાં નિમિત્ત કપીલ છીબ્બલ બન્યા છે. જો તેઓ અમિત શાહના અબજોના બનાવટી નોટોના કૌભાંજો જાહેર ન કર્યા હોય તો કદાચ આ હુમલા બીજા કોઈ પ્રસંગે થયા હોત અને તે મસાચાર ડાવર્ટ કરી શકાયા હોત.

અમિત શાહ સામે રોષ

ગાંધીનગર-અમદાવાદની બેઠકના ઉમેદવાર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ચૂંટણી લડી રહ્યાં છે. જ્યાં એક સૂત્ર પ્રચલિત થયું છે. મોદીને 25 બેઠક આપીશું પણ ગાંધીનગરની એક બેઠક અમિત શાહના કારણે નહીં આપીએ. આ સૂત્રને લઈને ભૂગર્ભમાં પૂરબહારમાં પ્રચાર થઈ રહ્યો છે. 21મીએ યુવાનોની બેઠક મળવાની છે. જેમાં હજારો લોકો આવવાના છે અને સમાજ ઉથ્થાનની વાત કરવાના છે. અમિત શાહ સામે ભારે રોષ ઊભો થતા મોદી અને અમિત શાહે ગુજરાતમાં રોકાણ વધારીને સભા ભરવી પડી રહી છે. અમિત શાહને હારનો ભય સતાવી રહ્યો છે. તેથી દરેક લગભગ 2 હજાર સોસાયટીઓમાં રોજ રાત્રે ચા નાસ્તો ભાજપના કાર્યકરો કરાવી રહ્યાં છે. જેનો ખર્ચ બારોબાર આપી દેવામા આવી રહ્યો છે. અમિત શાહે પોતાના માટે હાઈકોર્ટની સામે એક શોસિયલ મિડિયા સેન્ટર શરૂં કર્યું છે. જ્યાથી રોજ સાયબર સ્પેશ પર તેમનો પ્રયાર વધારી દેવો પડ્યો છે. હાર્દિક પટેલ પર ભાજપના કાર્યકરે કરેલો હુમલો અને પોરબંદરના ઉમેદવાર રેશ્મા પટેલ પર જાતિય હુમલો અને તેની છેડછાડ ભાજપના કાર્યકરોએ કર્યા બાદ હવે અમિત શાહ સામે વિષ્ફોટક સ્થિતી ઊભી થઈ છે.

આનંદીબેન પટેલને હાંકી કાઢ્યા
અનામત આંદોલન અને ભ્રષ્ટાચારનો મુદ્દો ચલાવીને આનંદીબેન પટેલને મુખ્ય પ્રધાન પદેથી હાંકી કાઢવાનો છૂટો દૌર નરેન્દ્ર મોદીએ આપ્યો હતો. જેમાં સફળ રહ્યાં બાદ અનાર પટેલનું રાજકારણ ખતમ થઈ ગયું છે. આનંદીબેન પટેલના પતિ મફત પટેલને તો ક્યારના નકામા બનાવી દેવાયા છે. અમિત શાહ જાણે છે કે, પપેટ મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી જ યોગ્ય છે. તે જૈન છે, લઘુમતી કોમના છે અને તેમને ગમે ત્યારે ખુરશી પરથી ઊતારીને અમિત શાહ પોતે બેસી શકે એવી રૂપાણીની લાયકાત તેઓ જાણે છે. તેથી કહ્યાંગરા મુખ્ય પ્રધાન તેઓએ મુક્યા છે.
મુખ્ય પ્રધાનને લાયક એવા પહેલા ખતમ કર્યા
સૌરભ પટેલ, ડો.વલ્લભ પટેલ, દિલીપ સંઘાણી, નિતિન પટેલ, પરસોત્તમ પટેલ, ડો.એ કે. પટેલ જેવા એક ડઝન નેતાઓ ગુજરાત ભાજપમાં મુખ્ય પ્રધાન બની શકે એવી ક્ષમતા ધરાવતાં હતા પણ તે તેમામને ખતમ કરી દેવાયા છે. તેની પાછળ મુખ્ય ભેજું તો અમિત શાહનું કામ કરે છે.
કેશુભાઈને અમિત શાહે કઈ રીતે ઉથલાવ્યા
કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમને તગેડી મૂકવા માટે રાષ્ટ્રીય સ્વસંસેવક સંઘના 1200 નેતાઓને ગુજરાતના જુદાજુદા પ્રાંતમાંથી બનાવટી અને ઉપજાવી કાઢેલા પત્રો મુંબઈથી તેમના સંબંધી પાસેથી તૈયાર કરાવીને ગુજરાતમાં 5 સ્થળેથી પોસ્ટ દ્વારા અમિત શાહે મોકલ્યા હતા. આ વાત નરેન્દ્ર મોદી પણ જાણતાં હતા. આ ઝુંબેશ બાદ સંઘે નક્કી કર્યું હતું કે કેશુભાઈને ગુજરાતમાંથી ખસેડવા અને તેમના સ્થાને નરેન્દ્ર મોદીને બેસાડી દેવા.
રાજ કરવાનો પ્લાન
અમિત શાહ જાણે છે કે, ગુજરાતમાં જો રાજ કરવું હોય તો પટેલ, ઠાકોર, બ્રાહ્મણ, રાજપુત, કોળીનું પ્રભુત્વ ખતમ કરવું પડે. તેમાંએ રાજકીય રીતે મજબૂત અને સંગઠિત પટેલ સમૂદાયને પહેલા રાજકીય રીતે નબળો પાડવો પડે તેમ છે. તેથી તેઓ જ્યાં પણ મોકો મળે ત્યાં પાટીદારોનો પ્રભાવ ઓછો કરવા સતત કાવાદાવા અમિત શાહ કરતાં રહે છે.
કોને કાપ્યા
ઈલેશ પટેલ, નરોત્તમ પટેલ-સુરત, ડો. પ્રવિણ તોગડીયા, ગોરધન ઝડફિયા, બાબુ જે પટેલ, જેવા અનેક મોટા કદના નેતાઓને વામનકદના બનાવી વેતરી નાંખ્યા છે. હવે બિપીન પટેલ-ગોતા, અજય પટેલ-એડીસીનો ઉપયોગ કરીને તેમને ફેંકી દેવા માટે 2019 પછીનો પ્લાન તૈયાર છે.
ગાંધીનગર ઉમેદવારી
અમિત શાહે ગાંધીનગર-અમદાવાદ બેઠક પરથી લોકસભાની અમેદવારી 30 માર્ચ 2019માં કરીને ફરી એક વખત ગુજરાતમાં વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેઓ જ્યાંથી ઊભા છે ત્યાં પાટીદારોનું પ્રભુત્વ છે. અમિત શાહ લોકસભામાં ઊભા રહેતાં તેની સીધી અસર ગુજરાતના સવર્ણો અને ખાસ કરીને પાટીદાર સમાજમાં વિપરીત પ્રત્યાઘાત પડ્યા છે. 2017 બાદ ફરી એક વખત અમિત શાહ સામે રણશીંગું ફુંકાયું છે. ગાંધીનગર – અમદાવાદ બેઠક પર અંદરથી એકતા દેખાય છે. જે અમિત શાહને ભારે પડી રહી છે. ગુપ્ત બેઠકોનો દૌર ચાલુ છે. રાજ્ય ચૂંટણી પંચ ચાવી ધરાવતું રમકડું બનાવી દેવાયું છે. તેથી આવી જાહેરમાં બેઠક થવા દેવામાં આવતી નથી.
હાર્દિક પટેલ માથા ફરેલ
હાર્દિક પટેલ જેલમાં હતા ક્યારે તેને ખરીદવા માટે ભાજપની સરકારના અધિકારી કૈલાશ નાથન ગયા હતા. તેમણે રૂ.1200 કરોડ આપવાની હાર્દિક પટેલને ઓફર કરી હતી. આંદોલન પરત ખેંચી લેવું અને ભાજપને સમર્થન આપવું એવી બે શરત સાથે આ રકમ આપવા માટે ભાજપ તૈયાર હતો. તે રકમ લેવાનો કે સમાધાન કરવાનો ઈન્કાર હાર્દિક પટેલે કર્યો હતો. ત્યારથી તેમની સામે સતત ગુનાઓ નોંધવા માટે પોલીસને સૂચના આપવાનું કામ પ્રદીપ જાડેજા કરી રહ્યાં છે. શાહ દ્વારા હાર્દિક પટેલને ચૂંટણી ન લડવા દેવા માટે સરકારે અદાલતમાં જે રજૂઆત કરી છે તેના ગંભીર પ્રત્યાધાતો પડ્યા છે. જે અમિત શાહના ગુજરાત આગમનથી જુના ઘા તાજા થઈ રહ્યાં છે. જે સમગ્ર ગુજરાતમાં ભાજપને ભારે પડી શકે છે.
અમિત શાહની ઉમેદવારીથી ભાજપને નુકસાન
નરેન્દ્ર મોદીએ પાટીદારોને મનાવવા માટે અમદાવાદમાં બે કાર્યક્રમો કરીને સ્થિતી સુધારી હતી. પણ અમિત શાહની ઉમેદવારીથી સ્થિતી ફરી બગડી છે. કારણ કે ગુજરાતના દરેક પાટીદાર માને છે કે અમિત શાહ પહેલેથી જ પાટીદાર અને પાટીદાર રાજકારણના વિરોધી છે. તેઓ પાટીદારોને ગોધરીયા કહે છે. તેમણે અગાઉ ભાજપના કાર્યકરોની હાજરીમાં પાટીદાર વિરોધી ઉચ્ચારો કરેલા છે. ત્યાર બાદ પાટીદાર આંદોલનમાં જે રીતે પોલીસે અત્યાચાર કરેલો ત્યારથી પાટીદારો અમિત શાહથી ભડકેલા છે. પાટીદાર આંદોલનકારીઓ તેમને અનેક ઉપનામથી ઓળખે છે. તેમણે સરદાર પટેલની પ્રતિમાને તેથી ફૂલહાર કરવાનું પસંદ કર્યું હતું. પણ 2017માં જે રીતે અમિત શાદને 150 બેઠક જોઈતી હતી તેમાં 51 બેઠક ઓછી આવી તેની પાછળ પાટીદારોની ભૂમિકા મહત્વની છે. તેથી અમિત શાહની હીલચાલ પર નરેન્દ્ર મોદી નજર રાખી રહ્યાં છે. સામાભાઈ અને પંકજભાઈને તે માટે જવાબદારી સોંપી છે. અમિત શાહની ગુજરાતમાં ઉમેદવારી થતાં ભાજપ 2017 કરતાં પણ 10 ટકા મત ગુમાવે એવી શક્યતા છે. અમિત શાહની ગુજરાતમાં ઉમેદવારી ભાજપ માટે મોટો ફટકો સમગ્ર રાજ્યમાં પાડી શકે છે.
અનેક પાટીદાર નેતાઓને ખતમ કર્યા

અનેક પાટીદાર નેતાઓને અમિત શાહે ખતમ કરીને પાટીદાર વિરોધી હોવાની વાત ફરી એક વખત અમિત શાહે ગાંધીનગરની પાટીદારોની પ્રભુત્વ વાળી બેઠક પર ઉમેદવારી નોંધાવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત અમિત શાહ સામે પાટીદારો મેદાને આવી રહ્યાં છે. તેઓ સ્પષ્ટ પણે માને છે કે અમિત શાહ પહેલાથી જ પાટીદાર વિરોધી રહ્યાં છે. તે અંગે સોશિયલ મીડિયામાં આ અંગે ભાજપ સામે નારાજગી વ્યકત કરી અમિત શાહ પાટીદાર વિરોધી હોવાનો સુર વ્યકત કરી રહ્યાં છે.
વરૂણ અને રેશ્માને હોદ્દા ન અપાયા
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી બોર્ડ અને નિગમોના અધ્યક્ષ તરીકે પાટીદાર નેતા રેશમા પટેલ અને વરૂણ પટેલને મૂકવા માંગતા હતા. પણ તે નામ અમિત શાહે રદ કરાવી દીધા હતા. જે રીતે આનંદીબેન પટેલ અને નીતિન પટેલને અમિત શાહે પૂરા કરી દીધા તે રીતે આ બન્નેને પણ વેતરી નાંખ્યા બાદ બન્ને ભાજપ સામે આવી ગયા છે.
પાટીદારો અત્યાચારને યાદ કરે છે
કોગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલે કહ્યું હતું કે, આવા રોડ શો થી કોઇ મતબલ નથી. પાટીદારોને યાદ છે કે કોના ઇશારે પોલીસે સોસાયટીઓમાં ઘરમાં ઘુસીને પાટીદારો ઉપર અત્યાર કર્યા હતા. રોડ શો કોઇ પણ વિસ્તારમાં કરો ભીડ મેનેજ કરો, પણ આ વખતે બીજેપી જવાની છે એ વાત મતદારોએ નક્કી કર્યો છે. પાટીદારો ક્યારેય એ વાત ભૂલવા તૈયાર નથી કે તેમની બહેન દિકરીઓ પર અત્યાચાર કરવાની છૂટ આનંદિબેને આપી ન હોવાની જાહેરાત બાદ એ નક્કી થઈ ગયું હતું કે અમિત શાહે પાટીદારોને માર મારવાની સૂચના દિલ્હીથી આપી હતી. જેમાં આનંદીબેન પટેલને ખરાબ ચિતરીને તેમને મુખ્ય પ્રધાન પદેથી ખસેડવાનો તખ્તો અમિત શાહે તૈયાર કર્યો હતો. ગૃહ સચિવ, કેન્દ્રના ગૃહ રાજ્ય પ્રધાન અને અમદાવાદ પોલીસ કમિશ્નરને સૂચના આપી હતી કે પાટીદારોને પાઠ ભણાવો.
શાહના કારણે પાટીદાર મુખ્ય પ્રધાને તગેડી મૂકાયા
GMDC અને ગુજરાતના પાટીદારોના ઘરમાં જઈને પોલીસે અત્યાચાર કર્યો હતો. જેની 200થી વધું વિડિયો પુરાવા રૂપે છે. 14 પાટીદારોને પોલીસ ગોળીબારમાં મારી નાંખવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આનંદિબેન પટેલે આનંદીબહેન પટેલે ફેસબુક ઉપર મુખ્યમંત્રી તરીકે પોતાનું રાજીનામું મુકવાની ફરજ પાડી હતી. ત્યારે નક્કી કરાયું હતું કે નીતિન પટેલ મુખ્ય પ્રધાન બનશે, પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન બનાવી દીધા હતા. આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન ન રહે તે માટે નરેન્દ્ર મોદીએ મંજૂરી આપી હતી. આનંદીબેન પટેલને 2017ની ચૂંટણી પણ લડવા દેવામાં આવ્યા ન હતા. સતત પાટીદાર વિરોધી માનસિકતા ધરાવનાર અમિત શાહે છેલ્લી ઘડીએ વિજય રૂપાણી ને ગુજરાતના મુખ્યમંત્રી અને નીતિન પટેલને ડે.મુખ્યમંત્રી જાહેર કર્યા હતા. જોકે નીતિન પટેલની ભાજપ પ્રત્યે ની વફાદારી માટે કોઈ પ્રમાણ ની જરૂર નથી. અપમાનના ઘૂંટડાઓ પી ને પણ નીતિન પટેલ સતત ભાજપને વફાદાર રહ્યા છે.
ચૂંટણી જીતવા ફરી આનંદીબેન પાસે અમિત શાહ ગયા
2017માં સરકાર નહીં બની શકે એવું અમિત શાહને લાગતાં તેઓ આનંદીબહેન પટેલને ચૂંટણીમાં મૂકવાનો નિર્ણય કર્યો હતો. બઘી જ સત્તાઓ તેમના હાથમાં સુપ્રત કરી દીધી. આનંદીબહેનના કટ્ટર વિરોધી અમિત શાહ તેમના કોઈ કામમાં દખલ કરશે નહીં, તેવી પણ ભાજપ હાઈકમાન્ડે ખાતરી આપી હતી. ખાતરી મજબુત કરવા માટે ખુદ અમિત શાહ આનંદીબહેનના બંગલે ગયા હતા અને તેમણે હવે તમે જ અમારા તારણહાર છો તેવી મુદ્રામાં ચૂંટણી જવાબદારી તમારા શીરે છે તેવું કહ્યું હતું. આનંદીબહેન પટેલને સારૂ લાગ્યુ અને તેઓ ઉત્સાહપુર્વક કામે લાગી ગયા. તેમણે સૌથી પહેલા પાટીદારો પોતાની તરફ કરવા માટે પાસ અને એસપીજીના નેતાઓને મળવાની અને મનાવવાની શરૂઆત કરી હતી. પરંતુ બીજા તબ્બકે આનંદીબહેન પટેલને ખ્યાલ આવ્યો કે ભાજપ હાઈકમાન્ડ અને અમિત શાહ તેમનો લાભ ઉઠાવી રહ્યા છે. ચૂંટણી પછી ભાજપ જીતે તો પણ તેમણે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યની ખુરશી ઉપર જ બેસવાનું છે. ભાજપ હાઈકમાન્ડ ચૂંટણી પછી બહેનની ભૂમિકા શું હશે તે કહેવા તૈયાર ન હતું. મુખ્યમંત્રી નહીં તો ચૂંટણી પણ નહીં તેવા મુદ્દે આનંદીબહેન પટેલ ચૂંટણીની રેસમાંથી ખસી ગયા હતા.
અલ્પેશનો ઉપયોગ
પાટીદાર અનામત આંદોલન શરૂ થયું તેની સાથે જ કોંગ્રેસ અને ભાજપના કેટલાંક નેતાઓએ અલ્પેશ ઠાકોરને હાર્દિક પટેલનો વિરોધ કરવા ઊભો કરી દીધો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની મુશ્કેલીમાં વધારો કરવા માટે એક આઈપીએસ અધિકારીને પાછલા બારણે અલ્પેશની મદદ કરવાની સૂચના આપી હતી. પાટીદાર નેતા આનંદીબહેનને મુખ્યમંત્રીમાંથી ખસેડી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2014 માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત મોડેલ ના સહારે દિલ્હી ગયા ત્યારબાદ ગુજરાતમાં આનંદીબહેનના નેતૃત્વ સમયે પાટીદાર આંદોલનનો ઉદ્ભવ થયો હતો જેની પાછળ ક્યાંક ને ક્યાંક અમિત શાહ નું ભેજુ જવાબદાર હોવાનું ચર્ચાતું હતું કારણ કે આનંદીબેન અને અમિત શાહ વચ્ચે હંમેશા વર્ચસ્વની લડાઈ ચાલતી આવી હતી. ત્યારે આનંદીબેનને રાજકીય રીતે અસ્થિર કરવા માટે પાટીદાર આંદોલનને પીઠબળ પૂરું પડાયું હોવાનું પણ અગાઉ મીડિયાના અહેવાલો માં પ્રગટ થઈ ચૂક્યું છે.

150 બેઠક ન જીતી
2017માં અમિત શાહે જાહેર કર્યું હતું કે 150 બેઠકો વિધાનસભામાં ભાજપની આવશે. પણ પાટીદારોના વિરોધના કારણે 99 બેઠક આવી હતી. વળી, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતને અશાંતિના નર્કાગાર તરફ ધકેલી દેવાયું છે, અમિત શાહના રબ્બર સ્ટેમ્પ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને ખેદાન મેદાન કરી દીધું છે. ચારેબાજુ અરાજકતા છે. આનંદીબેન પટેલ ના સમયમાં હતી એના કરતા પણ કાયદો વ્યવસ્થા એકદમ નીચલા સ્તરે આવી ગઈ છે. ઓછી બેઠકો આવી અને રૂપાણીની સૌરાષ્ટ્રમાં ભાજપનું મોટું ધોવાણ થયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી નો ભવ્ય કાર્યક્રમ યોજવાના સ્વપ્ન જોનાર મોદીને આ કાર્યક્રમને ટૂંકાવી દેવો પડ્યો હતો. લોક સમર્થન રૂપાણી ગુમાવી ચૂક્યા છે. તો રૂપાણી પાસેથી રાજીનામું મોદી કે શાહે લીધું નથી.
સલામત બેઠક નહીં ગામડામાં આવો શાહ
ગાંધીનગરની બેઠક સલામત બેઠક છે. ખરેખર શાહમાં રાજકીય હિંમત હોય તો તેમણે અમરેલી કે પોરબંદર જઈને ચૂંટણી લડવી જોઈએ. ભાજપના નેતા રહી ચૂકેલા પાટીદાર નેતા અને પોરબંદરની બેઠક પરથી ચૂંટણી લડતાં રેશ્મા પટેલ પણ એવું જ કહે છે. શાહ જેવા નેતા સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડે છે. હિંમત હોય તો તેઓ કોઈ ગામમાંથી ચૂંટણી લડી બતાવે. ભાજપમાં લોકોને કામ કરનારા લોકોને ટીકિટ આપવાના બદલે રૂપિયા આપતા લોકોને ટીકિટ આપી દેવામાં આવે છે. દેવજી ફતેપરાએ અને પ્રભાતસિંહ ચૌહાણે આરોપ મૂક્યો છે કે ભાજપમાં પૈસાથી ટિકિટ આપવામાં આવી છે. રેશ્મા પટેલે અમિત શાહને ફેંકેલો પડકાર તેમને ભારે પડ્યો છે. તેમના પર હુમલો કરનારા અને જાતિય છેડતી કરનારા ભાજપના કાર્યકરો હતા.
સુરતની સભામાં અમિત શાહ સામે ખૂરશી ઉછાળી
2016માં મહેશ સવાણીએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો સત્કાર સમારંભ રાખ્યો હતો. વર્ષ 2016માં ત્યારે ગુજરાતની આખેઆખી સરકાર ત્યાં હાજર હતી. જોકે, પાટીદારોએ અમિત શાહની સભામાં ખુરશીઓ ઉછાળી હતી. સમારંભ આટોપી લેવો પડ્યો હતો. સમારંભનું આયોજન અને ખર્ચ મહેશ સવાણીએ કર્યો હતો. સુરતમાં અમિત શાહની સભામાં ખૂરશીઓ ફેંકાઈ હતી અને ભારે હોવા થઈ હોવાથી સભા સમેટી લેવી પડી હતી અને દેશભરમાં ભાજપની બદનામી થઈ હતી.
કરમસદમાં વિરોધ
કરમસદ ખાતે ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારે ભાજપના જ કાર્યક્રમમાં કેટલાક પાટીદારો પહેલાથી જ જોડાઈ ગયા હતા. અમિત શાહે જ્યારે ભીડની માહિતી મેળવી ત્યારે ભીડ ઓછી હોવાને પગલે જે કાર્યક્રમ સવારે 9 વાગે શરૂ થવાનો હતો તે કાર્યક્રમમાં તેઓ 12 વાગે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અન્ય ઘણા નેતાઓ અને કાર્યકરો સાથે જંગી પોલીસ બંદો બસ્ત પણ હતો. આ કાર્યક્રમમાં હજુ તો અમિત શાહ ભાષણની શરૂઆત કરે ત્યાં તો પાટીદારોના 50થી 60 જેટલા લોકોના ટોળાએ અચાનક ઊભા થઈ જય સરદાર, જય પાટીદાર, જનરલ ડાયર હાય…હાય..ના નારા લગાવવાના શરૂ કર્યા અને ત્યાંથી તેઓએ ચાલતી પકડી લીધી હતી. તેમની સાથે સાથે સભામાં બેસેલા અન્ય લોકો પણ સભા છોડી ત્યાંથી જવા લાગ્યા હતા.પોલીસ આ વિરોધ પ્રદર્શન કરનાર પાટીદારોની અટક કરી લીધી છે. આ ટોળાના હોબાળા બાદ કાર્યક્રમ પણ રોકી રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પાટીદારોને કેટલાક ભાજપના નેતાએ પોલીસની નજર સામે જ માર માર્યો હતો. જોકે પોલીસ સત્તા સામે શાણી બની ન હતી. ભાજપના આ નેતાઓએ પોલીસની નજર સામે જ ગુંડાગીરીથી કાયદો હાથમાં લઈ આ યુવાનોને માર માર્યો હતો.
ગાંધીનગરમાં એક કાર્યક્રમ આ કારણોસર અમિત શાહે બંધ રાખવો પડ્યો હતો. ત્યાર પછી તેમણે કોઈ મોટા કાર્યક્રમો રાખવાનું માંડી વાળ્યું હતું કારણ કે તેમની સામે સમગ્ર રાજ્યમાં અનેક સ્થળે વિરોધ થયો હતો.
– દિલીપ પટેલ, અમદાવાદ