પબ્જી ગેમ રમતો કારીગર ગાંધાનગરમાં હત્યારો પણ પકડાતો નથી

PUBG ગેમની લતને કારણે સાઇકલવાળો બન્યો સીરિયલ કિલર ?

છેલ્લા કેટલાક સમયથી પાટનગર ગાંધીનગરમાં સીરિયલ કિલરે આતંક મચાવ્યો છે. તેણે ચાર મહિનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી ત્રણ હત્યાઓ કરી છે જેમાં માથામાં ગોળી ધરબી હત્યા કરવામાં આવી છે. ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં જ એક પછી એક 3 હત્યાઓ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. તો ૨૬મી જાન્યુઆરીનાં શનિવારે શેરથાની સીમમાં એક આધેડની માથામાં ગોળી મારી ૧૧ લાખના દાગીના લૂંટી લેવામાં આવતા હાહાકાર મચી ગયો હતો.

સીરિયલ કિલરની તપાસ માટે FSL દ્વારા સાયકૉલોજીકલ નિષ્ણાંતોની મદદ લેવામાં આવી છે. તો એવું પણ સામે આવ્યું છે કે સીરિયલ કિલર પબ્જી ગેમનો એડિક્ટેડ હોઇ શકે છે, કારણ કે હત્યાની રીત પબ્જી ગેમમાં હોય તે રીતે કરવામાં આવી છે. આ મામલે SIT દ્વારા એક સાયકલવાળા શંકાસ્પદ વ્યક્તિની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં આ વ્યક્તિ કારીગર હોવાનું સામે આવ્યું છે.

આ હત્યાઓ તેણે જ કરી છે કે બીજા કોઇએ તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ૧૪મી ઓક્ટોબરે અડાલજ પાસેથી નર્મદા કેનાલનાં કિનારે ચેહર માતાનાં મંદિર પાસે ઢોર ચરાવી રહેલા ભરવાડની માથામાં ગોળી મારી માથું ફાડી નાંખી હત્યા કરવામાં આવી હતી. તો ૯મી ડિસેમ્બર ૨૦૧૮નાં રોજ ગાંધીનગર ઈન્ફોસિટી પાસે લોખંડનાં સળિયાનો વેપાર કરતાં વેપારીને માથામાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. જ્યારે ૨૬મી જાન્યુઆરીએ શેરથા ખાતે આધેડને માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી અને ૧૧ લાખનાં દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા.

આ ત્રણેય હત્યાઓ એક જ રીતે કરવામાં આવી હતી. ત્રણેય હત્યાઓમાં બુલેટ એક સરખી અને એક જ પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અગાઉ સીટની રચના કરી હતી

રાજ્યનું પાટનગર ગાંધીનગર અસુરક્ષિત બની રહ્યું છે, અહી છેલ્લા ચાર મહિનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી છે, ત્રણેય હત્યામાં એક જ પ્રકારની બુલેટ વાપરી માથામાં ગોળી મારી હતી, હત્યારો એક જ હોવાની આશંકા છે, આ ખૂની ખેલ બાદ પોલીસ હરકતમાં આવી ગઇ છે અને જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ SITની રચના કરીને તપાસ તેજ બનાવી છે, જેમાં 9 અધિકારીઓ તપાસ કરશે,જેમાં 1 એસડીપીઓ, 2 એલસીબી પીઆઈ, 2 એસઓજી પીઆઈનો સમાવેશ થાય છે, જેનું સુપરવિઝન ગાંધીનગર એસપી કરશે, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSની પણ મદદ લેવાઈ રહી છે,

ત્રણ હત્યાઓનો ખૂની ખેલ

14 ઓક્ટોબરે અડાલજ પાસે એક ભરવાડની માથામાં ગોળી મારી હત્યા
9 ડિસેમ્બરે ઈન્ફોસીટી પાસે વેપારીને માથામાં ગોળી મારી હત્યા
26 જાન્યુઆરીએ આધેડને માથામાં ગોળી મારીને હત્યા