પવન અને વરસાદથી ઘઉંના પાકને નુકસાન

સાબરકાંઠા જિલ્લા માં કમોસમી વરસાદ અને ભારે પવન ને કારણે ખેતી પાક માં ભારે નુકશાન થવા પામેલ છે મકાઈ, ઘઉં, વરીયાળી અને પપૈયા ના વાવેતર કરનારા ખેડૂતો ને તૈયાર મોલ ગુમાવવાનો વખત આવ્યો છે. ખેતીવાડી વિભાગે પણ સાબરકાંઠા જીલ્લામાં પાકમાં થયેલા નુકસાની ના અંદાજ મેળવવા માટે ના સર્વેના આદેશ આપ્યા છેરાજસ્થાન માં સર્જાયેલ અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન ની અસર ને કારણે સાબરકાંઠા જિલ્લા માં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ,તલોદ અને ઇડર લગ્ન સરા ની સીઝન હોવાથી મંડપો પણ ભારે પવન ને કારણે ધરાશયી થયા હતા. ખાસ ખેતી માં ભારે નુકશાન થવા પામ્યું છે. સાબરકાંઠા જીલ્લામાં ઘઉં અને વરીયાળી તેમજ જીરુના પાકમાં મહદઅંશે નુકસાન વેઠવાની નોબત આવી છે. ખાસ કરીને બટાકા અને ઘઉં ના પાક માં લાખો નું નુકશાન થવા પામ્યું છે ત્યારે ખેડૂત માટે પડતા પર પાટુ જેવો ઘાટ થયો છે આમ સમગ્ર અરવલ્લી જિલ્લા માં ખેતીવાડી માં ભારે નુકશાન થયું છે
સાબરકાંઠા જીલ્લામા ખેતીવાડી વિભાગ દ્રારા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે નુકશાનનો અંદાજ મેળવવા માટે સર્વે ના આદેશ તાલુકા અને ગ્રામ્ય કક્ષાના પંચાયતી અધીકારીઓ અને કર્મચારીઓને આપ્યા છે. સાબરકાંઠા જીલ્લામાં ૭૭ હજાર હેકટર વિસ્તારમાં ઘઉનુ પાકનુ મબલક વાવેતર થયુ હતુ અને તે ઉત્પાદન થવાની તૈયારી પર હતુ એટલે કે હવે પાક લણવાનો હતો એ સમયે જ વરસાદી માહોલ ઉભો થવાને લઇને હવે તેમાં ખાસ કરીને નુકશાની ખેડુતો એ વેઠવાની નોબત આવી છે. આ ઉપરાંત ૧૪૮૦ હેકટરમાં મકાઇ, ૭૭૭ હેકટર વિસ્તારમાં જીરુ, ૧૦૯૭ હેકટર વિસ્તારમાં રાયડો, ૧૭૭૧ હેકટર વિસ્તારમાં વરીયાળી નુ વાવેતર થયુ હતુ આમ આ તમામ પાકોમાં નુકશાની વેઠવાની સ્થિતી ખેડુતો એ આવી છે. જોકે આ અંગે નુકશાનીની પરીસ્થિતીનો તાગ મેળવવા માટે ખેતીવાડી વિભાગ દ્રારા હાલમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે
આ અંગે સાબરકાંઠા જીલ્લાના ખેતીવાડી અધિકારીએ વી.કે.પટેલે જણાવ્યું હતું કે કમોસમી વરસાદ વાવાઝોડા સાથે આવતા હિમતનગર,ઇડર,પ્રાંતિજ અને તલોદમાં વધુ અસર જોવા મળી છે જોકે જીલ્લામાં નુકશાન અંગેતમામ તાલુકામાં સર્વે કરવાની હુકમ કરી દેવાયો છે ત્યાર બાદ જ ખબર પડશે કે કેટલું નુકશાન થયું છે.એક તરફ ઘઉંના સારા ઉત્પાદનની અપેક્ષા હતી ત્યા જ હવે ખેડુતોએ વાતાવારણના બગડેલા માહોલે જાણે કે ખેડુતોની આશાઓ પર પાણી ફેરવી દીધુ છે .