• રાજકારણ
  • ગોલમાલ
  • સમાચાર
  • કૃષિ
  • શુભ સમાચાર
  • ગાંધી
  • Language Menu: ગુજરાતી
    • ગુજરાતી ગુજરાતી
    • English English
    • हिंदी हिंदी
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Privacy Policy
Password recovery
Recover your password
Search
Sunday, September 7, 2025
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Privacy Policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
All Gujarat News All Gujarat News All Gujarat News
  • રાજકારણ
  • ગોલમાલ
  • સમાચાર
  • કૃષિ
  • શુભ સમાચાર
  • ગાંધી
  • Language Menu: ગુજરાતી
    • ગુજરાતી ગુજરાતી
    • English English
    • हिंदी हिंदी
  • રાજકારણ
  • સમાચાર
  • ગુજરાત
  • ગાંધીનગર

પહેલી ઓક્ટોબર થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ

September 17, 2019

ગાંધીનગર,તા.16

નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસુલ કરી નાગરીકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઈ થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે ડિઝીટલ સ્ટેમ્પીંગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો હતો. જેના અનુસંધાને રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કરી 1લી ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિઝીટલ સ્ટેમ્પીંગની પધ્ધતિને અનુસરવા મહત્વનો નિર્ણય કર્યાનું મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે.

સરકાર નિયંત્રીત નાણાકીય સંસ્થાઓમાં ઈસ્ટેમ્પીંગની સુવિધા ઉપલબધ્ધ બનશે

મંત્રીએ કહ્યું હતું કે નાગરિકોને 1લી ઓક્ટોબર 2019થી ફીઝીકલ સ્ટેમ્પ સેવા બંધ થતા સ્ટેમ્પ મેળવવામાં કે સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણીમાં કોઇ તકલીફ ના પડે તે માટે ઇ-સ્ટેમ્પીંગની સુવિધાથી હવેથી શીડયુલ બેંકો, કેંદ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્થાઓ કે એકમો, પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટર્ડ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી, બંદર/પોર્ટ ખાતેના સી & એફ એજન્ટ, ઇ-ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત કોમન સવિર્સ સેન્ટર,RBI રજીસ્ટર્ડ નોન બેંકીગ ફાઇનાન્સીયલ કંપનીઅને લાયસન્સી નોટરી પૈકી જે વ્યકિતઓ/સંસ્થાઓ જે તે જિલ્લાની સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનની કચેરી ખાતે રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશે. સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ દ્વારા આ વ્યકિતઓ/સંસ્થાઓને ઈ-સ્ટેમ્પીંગના ACC (ઓથોરાઈઝ્ડ કલેકશન સેન્ટર) તરીકેની નિમણૂંકની પરવાનગી આપ્યા બાદ આ સેન્ટરો ડિઝીટલ ઈ-સ્ટેમ્પીંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકશે.

સ્ટેમ્પ ડયુટીની ચુકવણી કરીને જરુરી રકમનું ડિઝીટલ સ્ટેમ્પ મેળવી શકાશે

ડિઝીટલ સ્ટેમ્પીંગના ફાયદા જણાવતા મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે, નાગરિકોને જ્યારે સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરવાની હોય ત્યારે ડિઝીટલ સ્ટેમ્પીંગના ઓથોરાઈઝડ કેન્દ્રો ઉપરથી જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરીને જરૂરી રકમનું ડિઝીટલ સ્ટેમ્પ સર્ટીફીકેટ મેળવી શકશે.જેમાં પક્ષકારોના નામ ઉપરાંત દસ્તાવેજની વિગત તથા દસ્તાવેજની રકમ જેવી વિગતો પણ દર્શાવવામાં આવશે. ડિઝીટલ સ્ટેમ્પ સર્ટીફીકેટ ધારણ કરનાર વ્યક્તિ દ્વારા સર્ટીફીકેટની ઓન લાઈન તેમજ મોબાઈલ એપ્લીકેશન દ્વારા પણ ખરાઈ કરી શકાશે. જેથી, સ્ટેમ્પ સર્ટીફીકેટની છેતરપીંડી કે ડુપ્લીકેશનનો કોઈ અવકાશ રહેશે નહીં.

નાગરિકોને ડિઝીટલ સ્ટેમ્પીંગ પધ્ધતિથી કયાં ફાયદાઓ થશે?

ડિઝીટલ સ્ટેમ્પીંગ પધ્ધતિ અમલમાં આવવાથી આ પધ્ધતિ હેઠળ સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરતા એક યુનિક સર્ટીફીકેટ નંબર જનરેટ થશે જેની ખરાઈ દસ્તાવેજ નોંધણી સમયે સબરજીસ્ટ્રાર કચેરી દ્વારા કરવામાં આવશે. જેથી, દસ્તાવેજની નોંધણી પણ સુરક્ષીત બનશે.આ ઉપરાંત, આ રેકર્ડની ઉપલબ્ધિ ઓન લાઈન હોવાથી તે કોઈ પણ સમયે ચકાસી શકાશે, તેનો પુરાવો પણ મેળવી શકાશે. વધુમાં, ડિઝીટલ સ્ટેમ્પીંગ પધ્ધતિમાં ફિઝીકલ સ્ટેમ્પીંગ પધ્ધતિની જેમ એડવાન્સમાં કોરા સ્ટેમ્પ પેપર ખરીદવાની જરૂરીયાતમાંથી મુક્તિ મળતા નાગરિકોને રીફંડના પ્રશ્નો પણ ઉદભવશે નહીં. ઉપરાંત, જરૂરીયાત મુજબ કોઈપણ રકમની સ્ટેમ્પ ડ્યૂટી ચુકવવાની સુવિધા મળશે.

સરકારની ઈ-પેમેન્ટ સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે જેની વિગતો આપતા મહેસૂલ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, નાગરિકોને સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરવા રોકડ ઉપરાંત, આરટીજીએસ, નેટ બેકીંગ, ઓન લાઈન પેમેન્ટ જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે.

આ સેવાનો વ્યાપ વધતા તથા ઓનલાઈન સેવાઓ હોવાથી નાગરિકોને જ્યારે પણ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી હશે ત્યારે સરળતાથી નજીકના ડિઝીટલ સ્ટેમ્પીંગના ઓથોરાઈઝડ વેન્ડર પાસેથી અથવા તો બેંકો પાસેથી સેવા ઉપલબ્ધ થશે. રાજ્યમાં બહોળા પ્રમાણમાં ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો શરૂ થવાથી નાગરિકો તેમની નજીકના સ્થળે, કોઇપણ સમયે સ્ટેમ્પ ડ્યુટી ભરી તેનું સ્ટેમ્પ પેપર જેવું પ્રમાણપત્ર મેળવી પોતાના લેખ સાથે જોડીને લેખની નોંઘણી કરાવી શકશે.

 

  • TAGS
  • Economics
  • Digital Stamping
  • gujarat
  • RBI Registered Non-Banking Financial Company
  • Revenue Minister Kaushik Patel
  • ACC (Authorized Collection Center)
  • Politics
  • RTGS
  • gandhinagar
  • Net Banking
  • Stamp Duty
  • Charted Account
Previous articleમીઠી બરફીના ઉત્પાદકોને સરકારનો કડવો ડોઝઃ બજારમાં મોકલેલો જથ્થો તત્કાળ પાછો ખેંચવા આદેશ
Next articleરાજયની 150 શાળાઓમાં મંજુરી વગર ચાલતા ધો.12ના વર્ગોને મંજુરી કયારે?
Admin

RELATED ARTICLESMORE FROM AUTHOR

બે વર્ષની ખોટ બાદ અમદાવાદ...

ગુજરાતમાં મોઢાના કેન્સરમા...

Corona Dog । AGN । allgujaratnews.in । Gujarati News ।

ગુજરાતનું કુતરા મોડેલ ...

ભાજપ પ્રમુખ પાટીલ 12 ટકા ...

રોડ એક્સિડેન્ટ – ઝડ...

© All Gujarat News
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Cookie settingsACCEPT
Privacy & Cookies Policy

Privacy Overview

This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these cookies, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may have an effect on your browsing experience.
Necessary
Always Enabled

Necessary cookies are absolutely essential for the website to function properly. This category only includes cookies that ensures basic functionalities and security features of the website. These cookies do not store any personal information.

Non-necessary

Any cookies that may not be particularly necessary for the website to function and is used specifically to collect user personal data via analytics, ads, other embedded contents are termed as non-necessary cookies. It is mandatory to procure user consent prior to running these cookies on your website.

MORE STORIES

મધ્યપ્રદેશના ગામ ...

April 18, 2019

એમફિલ પ્રવેશ પરીક...

October 14, 2019

નોટા મતથી ટોપ 10 ...

December 23, 2019

585 ટીમ રાજકીય ઉશ...

March 15, 2019