પાંચ વર્ષમાં જ ભાજપના સાંસદ કરોડપતી બની ગયા

ભાજપના વડોદરાના સાંસદ રંજન ભટ્ટ સાંસદ બન્યા પછી એકાએક કરોડ પતિ બની ગયા છે. સાંસદ રંજન ભટ્ટની મિલકતમાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન 330 ટકાનો વધારો થયો છે. એક રીપોર્ટ અનુસાર 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસીની બેઠક પરથી ચૂંટણી લાગ્યા હતા અને તેઓ બંને બેઠકો પરથી વિજય થયા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા લોકસભાની બેઠક છોડી હતી ત્યારે વડોદરામાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા રંજન ભટ્ટને ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા હતા. તે સમયે રંજન ભટ્ટ 3,29,507 મતથી જીત હાંસલ કરી સાંસદ બન્યા હતા. જે સમયે તેઓ સાંસદ બન્યા હતા ત્યારે તેમના પર 7 લાખ જેટલી રકમની દેવું પણ હતુ. આ ઉપરાંત તેઓએ પેટા ચૂંટણીના એફિડેવિટમાં રૂપિયા 30,32,382 લાખની અને તેમના પતિ ધનંજય ભટ્ટની રૂપીયા 75,21,193 લાખની મિલકત બતાવી હતી.

હવે સવાલો એ ઉભા થયા છે કે, પાંચ વર્ષના સાંસદ તરીકેને કાર્યકાળ દરમિયાન સાંસદ રંજન ભટ્ટની સંપતિના વધારો થયો છે. પાંચ વર્ષમાં તેઓ લખપતિ માંથી કરોડ પતિ થઇ ગયા છે. આ અમે નથી કહેતા પણ તેઓએ ચૂંટણીના એફિડેવિટમાં દર્શેવેલા આંકડા કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ભાજપની રીપીટ થીયરી સામે આવી છે. આ જેના કારણે વડોદરાના વર્તમાન સાંસદ રંજન ભટ્ટને ફરીથી એક વાર ટિકિટ આપવામાં આવી છે. ગઈ કાલે રંજન ભટ્ટની ઉમેદવારી નોંધાવવા માટે વડોદરામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતી. આ રેલીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી યોગેશ પટેલ, ધારાસભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત ફોર્મ ભરતી વખતે રંજન ભટ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેં હું ચોકીદાર’ સૂત્રને સમર્થન આપતા જયેશ પટેલ નામના ચોકીદારને તેમને ટેકેદાર તરીકે સાથે રાખ્યો હતો અને જયેશ પટેલે દરખાસ્ત મૂકનાર તરીકે સહીં કરી હતી.

ઉમેદવારી પત્ર ભરતા સમયે રંજન ભટ્ટે રજૂ કરેલા મિલકતના એફિડેવિટ અનુસાર તેમની સંપતિમાં 330.૩૩ ટકાનો વધારો થયો છે અને તેમના પતિની સંપતિમાં 117.75 ટકાનો વધારો થયો છે. અ ઉપરાંત 2014 જે 7 લાખ રૂપિયાનું દેવું હતું તે પણ ભરપાઈ થઇ ગયું છે. રંજન ભટ્ટે એફિડેવિટમાં વાહન, મકાન, બેન્ક સિલક, થાપણ, જમીન અને વીમા પોલીસી સહીત 1,30,49,342 કરોડની મિલકત દર્શાવી હતી આ ઉપરાંત તેમના પતિ ધનંજય ભટ્ટની 1,63,77,084 કરોડની મિલકત દર્શાવી હતી.

youtube.com
youtube.com