પાટણમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પર ભાજપના જ કેટલાક ઇસમોએ હુમલો કર્યો હતો. ભાજપની રાજકીય અદાવતને ધ્યાનમાં રાખીને હુમલો કર્યો હતો. હુમલો થયા પછી ઘાયલ થયેલા ભરત આર્યને સ્થાનિકો દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર પાટણના સમીના ધધાણા ગામમાં ભાજપના પૂર્વ પ્રમુખ ભરત આર્ય પર કેટલાક ઇસમો લાકડી અને ધોકા જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો, ભરત આર્યને માર માર્યા બાદ તમામ ઇસમો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા ભરત આર્યને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલામાં ભરત આર્યને હાથ અને પગના ભાગે ઈજા થવા પામી હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.
હોસ્પિટલમાં ભરત આર્યએ પોલીસને નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમીના ધધાણાગામે માર પર હુમલો કરવામાં આવ્યો હતો. રણજીતસિંહ નામની વ્યક્તિએ રાજકીય અદાવતમાં હુમલો કર્યો હોવાનું તેમને જણાવ્યું હતુ. ભરત આર્યએ પોલીસને વધુમાં જણાવ્યું હતુ કે, આ અગાઉ પણ તેમના પર રાજકીય અદાવતમાં જીવલેણ હુમલાઓ થઈ ચૂંક્યા છે.