પાટણમાં સળગી જનાર ભાનુભાઈના કેસમાં એક વર્ષ પછી ખાત્રીનો અમલ નહીં

સ્વ.ભાનુભાઈ વણકરના આત્મ વિલોપન બાદ ગુજરાત સરકારના મુખ્ય સચિવ વતી લેખિત ખાત્રીમાં રાજ્ય સરકાર દ્વારા દલિત કાર્યકર્તાઓ સામે દાખલ થયેલ ફોજદારી કેસ પરત ખેચવાની માંગ કરાઈ હતી. જે પૂરી ન થતાં ગુજરાત સરકારના છ ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે.

15 ફેબ્રુઆરી 2018ના રોજ પાટણ કલેકટર કચેરી ખાતે અનુસુટચિત જાતિના દલિત ભાનુભાઈ વણકર દ્વારા જમીનના પ્રશ્ને જાતે સળઘી જઈને આત્મ વિલોપન કર્યું હતું. 16મીએ તેમનું અવસાન થયું હતું. સરકારે કરેલ અન્યાય સામે તેમના પરિવારજનો અને દલિત સમાજ દ્વારા વિરોધ નોંધાવી મુખ્ય સચિવને સંબોધીને માંગણીઓ રજુ કરવામાં આવી હતી.
જે અંગે 18 ફેબ્રુઆરી 2018ના રોજ ગુજરાત સરકાર દ્વારા લેખિતમાં ખાત્રી આપવામાં આવી હતી. જેમાં ભાનુભાઈ વણકરના મૃત્યુ પછી થયેલા આંદોલન દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા કોઈ ફોજદારી કેસ પરત ખેંચી લાવાની ખાતરીનો સાવેશ થતો હતો.
અનુસુચિત જાતિ અધિકાર સમિતિના સંયોજક કિરીટ રાઠોડ નેજા હેઠળ રાજ્યપાલ સમક્ષ આવેદનપત્ર આપીને
વિવિધ માંગણીઓ 15 ફેબ્રુઆરી 2019ના રોજ કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારના મુખ્ય સચિવના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરનાર 6 ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ સેવા અને શિસ્તના નિયમો આધીન કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જેમાં રાજ્યપાલની દેખરેખ નીચે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિ નીમવાની જાહેર હિતમાં માંગણી કરવામાં આવી છે.

પાટણ કલેકટર કચેરી સામે જ કેરોસીન છાંટી અગન પિછોઢી ઓઢી લેનારા પૂર્વ તલાટી ભાનુભાઈ વણકરનો કરુણ અંત આવ્યો હતો. વિજય રૂપાણી સરકારે રાબેતા મુજબ તપાસ થઈ રહી હોવાનું ગાણું ગાયું હતુ. પોલીસ અને કલેકટર કચેરીમાં ચાલતા કોઠા-કબાડાના કારણે આત્મહત્યા કરી હતી. જે નપાવટ તંત્રની નાલેશીનો બોલતો પુરાવો છે. જમીનોના પ્રશ્ને સરકારે સંવેદના ગુમાવી દીધી છે. ઉપરથી છેક નીચે સુધી સડો છે.  ભ્રષ્ટાચારનો ભોરીંગ આવા તો કેટલાય ભાનુભાઈઓને અત્યાર સુધી ગળી ગયું છે.

કલેકટર કચેરીએ જમીન માફીયાઓ અને દલાલો હોય છે. જેટલા કાયદા બને છે એ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો કૌભાંડીઓ શોધી લે છે. રોજેરોજ દલિતો પર ત્રાસ અને અત્યાચાર અને હેરાનગતિના બનાવો બહાર આવી રહ્યા છે. માલેતુજારો માટે કુર્નીશી ફરજ બજાવતા તંત્રવાહકોને હવે સરાજાહેર સજા કરવામાં નહી આવે ત્યાં સુધી આ તંત્રનું નમાલુંપણુ જવાનું નથી. સસ્પેન્શન ઈઝ નોટ પનીશમેપસંદ આવે છે.

15 ફેબ્રુઆરીએ પાટણમાં સરકારે જમીન તેમના નામે ન કરી આપી હોવાથી દલિત ભાનુભાઈ વણકર સળગી માર્યા હતા તે અંગેનો પ્રશ્ન પાટાણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે તાકીદની બાબત તરીકે ઉઠાવ્યો હતો. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે, કલેક્ટર કચેરીએ વધારાનો પોલીસ બન્દોબસ્ત મૂકાયો હતો. હેમાબેન વણકર અને બીજી બે વ્યક્તિઓએ શરીર પર કેરોસીન છાંટીને સળગી મરવાનો પ્રયાસ કર્યો હતો. જેને બચાવી લેવાઈ હતી. તેમને જમીન મળી શકે તેમ ન હોવા છતાં સરકારે જમીન આપી છે. સરકારે સીટની રચના કરી છે. ભાનુભાઈના પુત્રને તેમની નજીકની શાળાએ સરકારે બદલી કરી આપી છે. સરકાર તેમના પ્રશ્ન ઉકેલવામાં રસ ધરાવતી હતી તે માટે તેમનો ફોન પર સંપર્ક સાત દિવસ સુધી કરવા પ્રયાસ કર્યો હતો પણ તેમનો ફોન બંધ આવતો હતો એવું નિવેદન વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી. જેમાં કેટલીક ખાતરીઓ હજું પૂરી કરાઈ નથી.