વેપારીઓએ ચોરીનો માલ ખરીદ કર્યો હોય તો તેની સામે કેસ થાય છે. રૂ.30 લાખની ફોર્ચ્યુનર માત્ર રૂ.5 લાખમાં ભાજપના પાટણના નેતાઓએ ખરીદ કરી હતી. પોલીસે ભાજપના લોકો પાસેથી લક્ઝુરીયસ કાર કબજે કરી હતી. ચોરી કરેલી 28 કારમાંથી 4 કાર ભાજપના નેતાઓએ ખરીદી હતી. સૌથી મોટું કરોડોનું કાર કૌભાંડ પાટણથી પકડાયું હતું. 28 જેટલી કારમાંથી 12 કાર પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી જેવા રાજ્યોમાં ચોરી લૂંટ અને ખૂનના ગુનાઓમાં સંડોવાયેલી કાર હતી. અન્ય રાજ્યોમાંથી મોંઘી ગાડીઓ ચોરી ગુજરાતમાં લાવી દલાલ મારફતે ડીસા લાવી અલ્તાફ ના ગેરેજમાં ગાડીઓના ચેચીસ નંબરમાં ફેરફાર કરવામાં આવતી હતી. તેનો ચેચીસ નંબર બદલી સેલ લેટર કાઢી કચ્છ આરટીઓમાં એજન્ડો મારફતે ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેને સસ્તા ભાવમાં વેચતા હતા. ફોર્ચ્યુંનરથી લઇ એકથી એક મોઘી કાર રૂ.2.16 કરોડની જપ્ત કરવામાં આવી હતી. ઝારખંડના નક્સલી વિસ્તાર માંથી બે સૂત્રધારો પકડાયા છે. શું નક્સલી વિસ્તાર હજારીબાગ જિલ્લાના પાંન્ડેડીહ ખાતે કોમ્બિંગ કરી શાહિદ ચરકુ શેખ અને ગીરડીહ જિલ્લાના બગોદરા ગામના નસીબખાન ઉર્ફે પિન્ટુ સમીમ ખાન પઠાણને પકડી લીધા હતા. ભાજપના નેતાઓએ ખરીદેલી કાર નકલી પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે કે કેમ ?
જપ્ત કરેલ ગાડીઓમાં આણંદ જીલ્લાના ભાજપના ex ઉપ પ્રમુખ લખેલ તકતી મારેલી ગાડી જોવા મળી હતી તો અન્ય બે જેટલા ભાજપના અગ્રણીઓ પાસેથી પણ મોઘીઘાટ ગાડીઓ એલસીબીએ જપ્ત કરી હતી.. પાટણામાં આંતરરાજ્ય કાર ચોરી કૌભાંડમાં ભાજપના હોદ્દદારો સંડોવાયેલા છે અને પોલીસ તેને છાવરી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો છે. ભાજપના કાર્યકરોની પોલીસ દ્વારા કેમ અટકાયત કરવામાં આવતી નથી. પોલીસ ક્યારે આ ભાજપના હોદ્દદારોને છાવરવાનું બંધ કરશે. તેવું કિરીટ પટેલે કહ્યું હતું.
ભાજપના નેતાઓ સામે સવાલો ઊભા કરનાર કિરીટ પટેલ સામે કુલપતિએ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. 2012થી 2016 દરમિયાન કિરીટ પટેલ MSW વિભાગના પ્રિન્સીપાલ હતા. તે દરમિયાન તેમણે લાખો રૂપિયાની કોલેજ ફી પોતાની પાસે રાખી ઉચાપત કરી હતી. કિરીટ પટેલે પોતાની વિરુદ્ધમાં નોંધાયેલી ફરિયાદને તદ્દન ખોટી ગણાવી હતી. વળી, કિરીટ પટેલ પહેલેથી અનામત આંદોલન સાથે જોડાયેલા છે અને હાર્દિક પટેલને તેઓ મદદ કરી રહ્યાં છે. તેથી તેમનો આરોપ છે કે ભાજપની ખોટી નીતિ સામે તેઓ બોલે છે તેથી પરેશાન કરવામાં આવે છે.
ભાજપના નેતાઓમાં પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજ ખોડીદાસ પટેલ તેઓ હાલ કોર્ટોપેટર છે. ભાજપના યુવા કારોબારી સભ્ય નિકુંજ જેયંતિલાલ પટેલ, રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ કોર્ટોપેટર દેવજી ચૌધરી, યુનિવર્સિટીના કારોબારી મેંબર અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર શૈલેષ મોહન પટેલના ઘરેથી કાર પકડાઈ હતી. આ કેસમાં કાર ખરીદનાર માટે કે કારમાં મદદ કરનારા સામે કોઈ જ પગલાં લેવાયા નથી. ભીનું સંકેલાઈ ગયું હતું. પછીથી 32 કાર થઈ હતી. ભાજપના નેતાઓની સંડોવાણી હોવાથી તપાસમાં ભીનું સંકેલાયુ છે. ચોર જ પકડેલા છે. તેને મદદ કરનાર એક પણ લોકોને પકડવામાં આવ્યા નથી. આરોપીમાં ભાજપના નેતાઓને લેતા નથી. પોલીસે તેમની પાસેથી જ કાર જપ્ત કરી છે. છતાં ભાજપના નેતાઓને બચાવવામાં આવી રહ્યાં છે.