પાટીદાર અનામત આંદોલનના આયોજકો દ્વારા સરકાર સામે મોરચો માંડવાની જાહેરાત કરવામાં આવી છે.
પત્રકાર પરિષદ ના માધ્યમથી પાસ અને એસપીજી ગ્રુપના આયોજકોએ સંયુક્ત નિર્ણય કરીને એવી જાહેરાત કરી છે .કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કાર્યરત બની છે .ત્યારે આ લડત દરમિયાન સમાજની માગણીઓ રાજ્ય સરકાર દ્વારા હજુ પણ પૂરી કરવામાં આવી નથી ત્યારે રાજ્ય સરકારને 72 કલાક નું અલ્ટીમેટમ આપીને સમાજની પડતર માગણીઓ પૂરી કરવા ની જાહેરાત કરવામાં આવી હતી.
પાટીદાર સમાજની માંગણી અંગે દિલીપ સાબવા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું .કે વર્તમાન સરકાર અલ્પેશ કથીરિયા, લાલજી પટેલ અને હાર્દિક પટેલ ઉપર થયેલા કેસો મામલે આ સરકારે સમાજના શ્રેષ્ઠીઓ સાથે થયેલી વાટાઘાટો બાદ પણ પરત ખેંચ્યા નથી. ત્યારે સંયુક્ત રીતે અમારી માંગ છે કે આ તમામ કેસોનો ઉકેલ લાવવામાં આવે .અને કાયદાની આંટીઘૂંટીઓ દૂર કરી સત્વરે તેનો ઉકેલ લાવે તેવી અમારી પ્રથમ માંગ છે. જ્યારે અનામત આંદોલન દરમિયાન શહીદ પરિવારોને ન્યાય મળ્યો નથી ત્યારે સરકાર સમક્ષ અમારી માંગ છે .કે સરકાર દ્વારા શહીદ પરિવારોને વળતર અને સરકારી નોકરી આપવામાં આવે. કારણ કે આ સરકારે ચર્ચા દરમિયાન સહિત પરિવારને વળતર અને નોકરી આપવાની જાહેરાત કરી હતી પરંતુ તેનો અમલ હજુ સુધી કરી શકી નથી .તેવી સ્પષ્ટતા પણ દિલીપ સામે એક હતી આ ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત અન્નપૂર્ણા મંદિર ના કાર્યક્રમમાં ભાજપના નેતાઓને હોદ્દેદારોને આપવામાં આવેલા આમંત્રણનો પણ વિરોધ વ્યક્ત કર્યો હતો અને જાહેરાત કરી હતી જ્યાં સુધી સરકાર પાટીદાર સમાજ ની પડતર માગણીઓ પૂરી કરે નહીં ત્યાં સુધી ભાજપના કોઈપણ નેતા કે હોદ્દેદારોને આમંત્રણ આપશે નહીં અને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં તે ભાગ લઇ શકે નહીં તે માટે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં આ ચીમકી બાદ પણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તેમજ અન્નપૂર્ણા ધામ ના કાર્યક્રમમાં જો ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે.અને સરકાર અમારો કાર્યક્રમ સફળ નહિ થવાદેશે તો તે દરમિયાન પાટીદાર સમાજની માતાઓ અને બહેનો સુરતની ઢબે ઉપસ્થિત ભાજપના નેતાઓ સ્વાગત કાર્યક્રમ દરમિયાન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
કાર્યક્રમની રૂપરેખા આપતા દિનેશ બામણીયા એ જણાવ્યું હતું કે. પાટીદાર સમાજના અનામત આંદોલન સાથે જોડાયેલા તમામ સંગઠનો દ્વારા રાજ્ય સરકારને પડતર માંગણીઓના મુદ્દે 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારે અમે તબક્કાવાર ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું જેમાં ૧૮મી ફેબ્રુઆરીએ 11થી 5 દરમિયાન રામ ધૂન કરીને ધરણા કાર્યક્રમ આયોજિત કર્યો હોવાનો સ્વીકાર કર્યો હતો.
જ્યારે 25મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના નિવાસસ્થાને જઈ સરકારને ઢંઢોળવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ અંગે વિગતો આપતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને કેટલાક ચોક્કસ આગેવાનો સાથે રામધૂન કરવા જશે. અને તેમ છતાં.અમારી માંગ ઉપર સરકાર કોઈ વિચાર કરશે નહીં અને કોઈ નિર્ણય કે જાહેરાત કરશે નહીં.
તો ત્યારબાદ 1 માર્ચ 2019 ના દિવસે સરકાર સાથે મધ્યસ્થી કરનારા આગેવાનો અને જે લોકોએ ભાજપના નેતાઓને આમંત્રણ આપ્યા છે. તેવા સામાજિક આગેવાનો ના ઘરે સહ પરિવાર માલ સામાન સાથે તેમના ઘરે રહેવા જઈશું .અને આ કાર્યક્રમમાં અત્યાર સુધી 209 જેટલા પરિવારોએ આગેવાનોના ઘરે જવા માટેની તૈયારી દર્શાવી છે. અને આ સંખ્યા હજુ પણ વધે તેવી સ્થિતિમાં હોવાનો સ્પષ્ટતા કરી હતી.
દિનેશ બાંભણિયાએ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકાર અમારા જાહેર કરેલા કાર્યક્રમ ને સફળ નહીં થવા દે.અને અમારી ખોટી રીતે ધરપકડ કે કાયદાકીય રીતે ફસાવવાની કોશિશ કરશે તો .પાટીદાર સમાજની મહિલા ઓ સુરત ની જેમ નેતાઓ નું અન્નપૂર્ણા ધામ ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્વાગત કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અને તમામ માગો પુરી ન થાય ત્યાં સુધી આંદોલન સમિતિના તમામ સંગઠનો એક જૂથ થઈને સરકાર સામે લડશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી.
હાર્દિક પટેલ ચૂંટણી લડશે ત્યારે સંગઠનોનું શું સ્ટેન્ડ રહેશે ? એવા પ્રશ્નના ઉત્તરમાં એસપીજીના પ્રવક્તા પૂર્વી પટેલે જણાવ્યું હતું કે હાર્દિક પટેલની ચૂંટણી અંગે તમામ દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે અમે જાહેર કરીશું હાલ કોઈ રાજનીતિનો સવાલ નથી…. જોકે બંને રાજકીય પક્ષોમાં અમારા પાટીદાર સમાજના આગેવાનો કોઈના કોઈ પગ ઉપર બિરાજમાન છે અને રહી વાત હાર્દિક પટેલને ચૂંટણી જંગ તો તે સમયે જાહેર કરીશું તેમ જણાવ્યું હતું..