પાડોશી રાજ્યો પાસેથી લેવાના છે 6436 કરોડ

ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કારણે એક તરફ રાજ્ય સરકાર કહે છે કે કરોડોની ટેક્સની રકમ ગુમાવવી પડી રહી છે. પરંતુ બીજી તરફ નર્મદા સરોવરની કુલ ચાર રાજ્યોની ભાગીદારી છે. જેમાં ગુજરાતને ભાગીદાર રાજ્યો પાસેથી કરોડોની રકમ લેણી નીકળે છે. જો આ લેણી રકમ ગુજરાતને મળે તો ઘણો ફર્ક પડી શકે છે. જેમાં મધ્યપ્રદેશ સરકાર પાસેથી ૪૩૯૬ કરોડનું લેણુ છે.ગુજરાતને ભાગીદાર રાજ્યો પાસેથી કુલ ૬૪૩૬ કરોડ રૂપિયા લેણા છે. આ લેણું પુનઃ વસવાટ, વ્યાજખર્ચ અને બિન વિવાદીત રકમને લઇને લેણા છે. જ્યારે મહારાષ્ટ્ર પાસેથી ૧૪૮૪ કરોડ જ્યારે રાજસ્થાન પાસેથી ૫૫૪ કરોડ રૂપિયા લેણુ નીકળે છે. ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધીની આ રકમ લેણી છે. જે લેણી રકમની ઉઘરાણી જો થાય તો ગુજરાત સરકારને મોટી રકમની આવક થઇ શકે તેમ છે.

રાજય લેણું
ગુજરાત 6436
મધ્યપ્રદેશ 4396
મહારાષ્ટ્ર 1484
રાજસ્થાન 554