પાનની પિચકારી મારનારા ચારસો થી વધુ દંડાયા,હજારોનો દંડ વસૂલાયો

રાજકોટ,તા.01

રાજકોટ રેલવે ડિવિઝનના એડીઆરએમેં જણાવ્યું હતું કે તારીખ 16 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ ડિવિઝનમાં જુદાજુદા મથકો ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત યોજાયેલા અલગ-અલગ કાર્યક્રમો પૈકી રેલવેસ્ટેશનો ખાતે પાન-માવા જ્યાં ત્યાં થૂંકીને ગંદકી કરનારા પ્રવાસીઆે પાસેથી રેલવે સત્તાવાળાઆે દ્વારા 73,500 રુપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત  કુલ 10520 કિલો કચરો એકઠો કરીને યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવ્યો હતો. તેમાં 4208 કિલો પ્લાસ્ટીક કચરાનો સમાવેશ થતો હતો

રાજકોટ ઉપરાંત જામનગર સુરેન્દ્રનગર મોરબી દ્વારકા વાંકાનેર સહિતના રેલવે સ્ટેશનનોએ સ્વચ્છતા અભિયાન ઉપરાંત લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા યાત્રીઆે સાથે સીધી વાતચીત, નુક્કડ નાટક, પેમ્ફલેટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સ્વચ્છતા પખવાડિયા દરમિયાન અધિકારીઆે અને કર્મચારીઆે દ્વારા 24 ટ્રેનોનું આેચિંતું નિરીક્ષણ કરી તેની પેન્ટ્રી કાર ટોયલેટ સહિતની સફાઈ વ્યવસ્થા બાબતે ચકાસણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત વેઇટિંગ રુમ, રિટાયરિગ રુમ, ડોરમેટરી, પ્લેટફોર્મ, વોટર સ્ટેન્ડ, ડ્રીકિંગ વોટર સહિતની જગ્યાની સફાઈ બાબતે સંબંધિત કર્મચારીઆેને કડક સૂચના આપવામાં આવી હતી.