પાલનપુર ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં નગરપાલિકાના વિપક્ષના કોંગ્રેસના નેતા સહીતના નગરસેવકોએ પક્ષાંતર કરતાં તેમને નોટિસ આપવામાં આવી છે.
કાંગ્રેસ દ્વારા સભ્યપદેથી ગેરલાયક કેમ ન ઠેરવવા તે અંગેની કારણોદર્શક નોટિસ આપી છે. પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નેતા અમૃત જોશી, અને રાજુ પઢીયારનું પદ જોખમમાં આવી પડ્યું છે.
પાલનપુર શહેર કાંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલે વિપક્ષના નેતા અમૃત જોશી, રાજુભાઈ પઢીયાર અને કૌશલ જોશીને પક્ષપલટો કરવા બદલ તેઓને સભ્યપદેથી ગેરલાયક કેમ ન ઠેરવવા તે અંગેનો ૩ દિવસમાં ખુલાસો કરવા અંગેની નોટિસ આપી છે. કૌશલ જોશી કે જેઓ ભાજપમાં જોડાયા ન હોવા છતાં તેઓને પણ નોટિસ ફટકારતા ક્યાંક કાચું કપાયું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.