[:gj]24 નેતાઓની તસવીરો મૂકી પણ મોદીની ન મૂકી, પાટીલને બદનામ કરવાનું કાવતરું?[:]

[:gj]ગાંધીનગર, 1 સપ્ટેમ્બર 2020

ભાજપના દરેક પ્રચાર સાહિત્યમાં દિલ્હી હાઈકમાન્ડ નરેન્દ્ર મોદીની તસવીર રાખવી ફરજિયાત છે. પણ ભાજપનો જૂથવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ઉત્તર ગુજરાતના પાટણમાં જવાના છે. તેમના ત્યાં 25 નેતાઓ સાથેના મોંઘા પોસ્ટર લગાવી દેવાયા છે. 10 ઊટના એક બેનર પાછળ 4 હજારનો ખર્ચ થાય છે. આ બેનરમાં 24 નેતાઓની તસવીર છે પણ એક માત્ર નરેન્દ્ર મોદીની તસવીર નથી મૂકવામાં આવી.

હોર્ડીંગ આખા શહેરમાં લગાવી દેવાયા હતા. ત્યારે એક જૂથના કાર્યકરે ફરિયાદ કરી કે મોદીનો ફોટો કેમ નથી. ત્યારે તુરંત આદેશ થયા કે તમામ કિંમતી હોર્ડીંગ્સ હઠાવી લેવા અને તેના સ્થાને મોદીની તસવીર સાથે નવા હોર્ડીંગ્સ, બેનર અને પેમ્પ્લેટ મૂકી દેવા. પાટાણ જિલ્લામાં દરેક ગામમાં શહેર અને મુખ્ય રસ્તા પર લગાવેલા છે. છાપવાનું પાટણમાં ઓફસેટ પર છપાવવા આજે 1 સપ્ટેમ્બર 2020એ સાંજે આપેલું છે.

ભાજપ દ્વારા ગુજરાતમાં પોતોના પ્રચાર અને કાર્યક્રમો માટે વર્ષે 10 કરોડ પોસ્ટર, બેનર, હોર્ડીંગ્સ, ટીવી અને છાપાની જાહેરાતો હોય છે. તેમાં દિલ્હી હાઈકમાન્ડ નરેન્દ્ર મોદીનો ફોટો ફરજિયાત રાખવાનો આકરો આદેશ છે. જો તેમની સતવીર ન રાખવામાં આવે તો તે ગંભીર બાબત પક્ષમાં ગણવામાં આવે છે. કારણ કે આવા પ્રચાર પાછળ ગ્રામ પંચાયત, તાલુકા જિલ્લા અને વિધાનસભાની બેઠકોમાં આવા પ્રચાર પાછળ વર્ષે રૂ.5થી 10 હજાર કરોડનું ખર્ચ થતું હોવાનો અંદાજ 5 વર્ષનો છે.

પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે થોડા દિવસો પહેલા જ કબૂલાત કરી હતી કે હવે ભાજપમાં કોઈ જૂથવાદ નહીં ચાલે. પણ પાટણમાં આવો જૂથવાદ હોવાનું બહાર આવ્યું છે. જેમાં પાટીલની સ્થિતી ખરાબ ઉભી થાય એ માટે હોર્ડીંગ્સને શિકાર બનાવાયા છે. આખા ગુજરાતમાં પાટીલને પાડી દેવા માટે જૂથ કામ કરી રહ્યાં છે.

પાટણમાં આવું જ થયું હતું. તેથી પાટણ નગરપાલિકાના ભાજપના ચેરમેનની ફજેતી થઈ હતી. તેમણે તુરંત નગરપાલિકાની સીડી વાપરી બેનરો ઉતારવામાં આવ્યા હતા.

ભાજપના પ્રદેશ મહામંત્રી કે સી પટેલનું એક જૂથ કામ કરે છે. પાઠણ જિલ્લા પ્રભારી મહેશ નાયકનું એક જૂથ છે પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈનું એક જૂથ છે. પાટણ નગરપાલિકામાં તો ભાજપના જૂથો આંતરિક રીતે લડી રહ્યાં છે આવા બીજા જૂથો પણ છે, તેમાંથી કોઈકે સી આર પાટીલને પૂરા કરી દેવા માટે કામ કર્યું હોવાનું પક્ષના આંતરિક સૂત્રો માની રહ્યાં છે. આવું કૃત્ય કરવા પાછળ કોણ જવાબદાર છે તે અંગે પક્ષ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.[:]