છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસના કાર્યકર, ગત લોકસભાની ચૂંટણીના ઉમેદવાર અને મોરવા હડફના કોંગ્રેસ તાલુકા પ્રમુખ વી. કે. ખાંટે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને મોકલેલા રાજીનામા પત્રમાં તબિયત નાદુસ્ત રહેતી હોવાના કારણે પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપી કોંગ્રેસના પ્રાથમિક અને સક્રિય સભ્ય તરીકે સેવા ચાલુ રહેશે તેવું પણ જણાવ્યું છે.
ખરેખર હકીકત એવી છે કે, કાયદામાં ફસાયેલા પોતાના પુત્ર ધારાસભ્યને બચાવી લેવા તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગુજરાતની મુલાકાત 11 જાન્યુઆરી 2020માં લીધા બાદ તુરંત આ વિગતો બહાર આવી છે. સસ્પેન્ડેડ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનો કાર્યકાળ નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે વી. કે. ખાંટે રાજીનામું ધરી દીધું છે.
ફરી એક વખત ભાજપ પક્ષાંતર કરાવવાની તૈયારી કરી રહ્યો છે. અમિત શાહની મંજૂરી મેળવી લીધા બાદ આ ઓપરેશન હાથ ધરેલું છે. આ અગાઉ કાનૂની વિવાદમાં ફસાયેલા 10 ધારાસભ્યોને કોંગ્રેસ છોડાવીને ભાજપમાં લાવવામાં આવ્યા હતા. હવે ફરી એક વખત ખાંટને લાવવાની વેતરણ થઈ રહી છે.
કોંગ્રેસના જેટલા ધારાસભ્યો કાયદાની લડત આપી રહ્યાં હતા તેમાં ધંધુકાના ધારાસભ્યને બાદ કરતાં મોટા ભાગના ધારાસભ્યોને ભાજપે પક્ષાંતર કરાવીને પોતાના પક્ષમાં પક્ષાંતર કરાવ્યું છે. હવે ખાંટ પરિવારનો વારો છે.
વી. કે. ખાંટના પુત્ર ભુપેન્દ્ર ખાંટ અપક્ષ ધારસભ્ય પણ બન્યા હતા. જાતિના પ્રમાણ પત્રને લઇને તેનું ધારાસભ્ય પદ ખતરામાં આવ્યું છે એટલે પુત્રનું ધારાસભ્ય પદ બચવવા માટે વી. કે. ખાંટ ભાજપમાં જોડાઈ શકે છે.
અગાઉ શું થયું હતું
14મી વિધાનસભાની ચૂંટણી વખતે 99 જેટલા ધારાસવભ્યો સાથે ભાજપ ચૂંટાો હતો. પરંતુ પાછળથી અપક્ષનો ટેકો લઈને આંક 100ને પાર કરી ગયો હતો.
77 ધારાસભ્યો સાથે આવેલી કાેંગ્રેસમાં 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં આશા પટેલ, પરસોતમ સાબરિયા, જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા, અલ્પેશ ઠાકોર અને વંભ ધારાડિયાના નામો મોખરે છે.
કાેંગ્રેસ પાસે હાલ 70 ધારાસભ્યો છે 2 ટ્રાયબલ પાર્ટીના, 1 અપક્ષ, 1 એનસીપી અને 2 ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્યો વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
માતા સવિતાબેન ખાંટ ચૂંટાયા તેની સાથે મોત
આદિજાતિ તરીકે મોરવા હડફા વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલાં ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ તેમની આદિવાસી હોવા અંગે વિવાદમાં છે. પરંતુ તેમના 52 વર્ષીય માતા સવિતાબેન ખાંટ 21 ડીસેમ્બર 2012માં ગુજરાત વિધાનસભા જીત્યા હતા. તે પણ આદિવાસી તરીકે જ જીત્યા હતા. પરંતુ કમનસીબી એ બની હતી કે પરિણામ જાહેર થતાં જ સવિતાબેનનું બ્રેઈન હેમરેજના કારણે તેમનું અવસાન થયું હતું. તેમને ગોધરાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પણ બચી શક્યા ન હતા. પછી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સવિતાબેનનું મોત થયું હતું. તેઓ વિરમીયા ગામના વતની હતા. 13મી વિધાનસભાની વિધિસર રચના થાય તે પહેલા જ તે ખંડિત થઇ ગઈ હતી. આમ ગુજરાત વિધાનસભા માટે 182નો આંકડો શુકનિયાળ નથી તે ફરી એકવાર પૂરવાર થયું હતું. 20 ડિસેમ્બરનાં રોજ મતગણતરીનાં દિવસે મોરવાહડફ બેઠકની જ્યાં મતગણતરી ચાલી રહી હતી તે સ્થળે કોંગ્રેસના ઉમેદવાર ચક્કર આવતાં પડી ગયા હતાં અને તેમને તરત જ હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેઓ વિજેતા જાહેર થયા હતાં. પરંતુ તેઓ કોમામાં સરી પડ્યા હતા.
ભાજપના બીજલ ડામોરને 11,289 મતોથી હરાવીને ચૂંટણી જીત્યા હતા. તે સમયે કોંગ્રેસને 61 બેઠકો મળી હતી પણ સવિતાબેનનું અવસાન થતાં કોંગ્રેસની 60 બેઠક થઈ ગઈ હતી. પેટા ચૂંટણી થઈ હતી અને કોંગ્રેસે તે બેઠક ગુમાવી હતી. તેમનો પુત્ર 2017ની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઊભો રહ્યો હતો અને 4366 મતેથી ચૂંટાઈ આવ્યો છે.
ભૂપેન્દ્ર ખાંટના આદિવાસી હોવાના પ્રમાણપત્રને રદબાતલ જાહેર કરવામાં આવ્યો છે.
આમ ધારાસભ્ય તરીકે માતા સવિતાબેન વધારે સમય રહ્યા નહી અને પુત્ર ભૂપેન્દ્રએ ધારાસભ્ય પદ ગુમવવાનો વારો આવ્યો છે. માતા, પિતા અને પુત્રની આ કમનસીબી રાજકાણમાં ચર્ચાનો વિષય બની છે.
ભૂપેન્દ્ર ખાંટ
મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું આદિવાસી તરીકેનું જાતિ પ્રમાણપત્ર રદ્દ કરવાના સિંગલ જજના નિર્ણયને ખંડપીઠ સમક્ષ 14 ઓગસ્ટ 2018ના રોજ પડકાર્યો છે. આદિજાતિ વિકાસ કમિશનરે ખાંટનું શિડ્યૂલ ટ્રાઇબનું પ્રમાણપત્ર ખોટું હોવાથી રદ્દ કર્યું હતું. કમિશનરના નિર્ણયને ખાંટે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સિંગલ જજે પણ વિકાસ કમિશનરનો નિર્ણય યોગ્ય ઠેરવીને જાતિનું પ્રમાણપત્ર રદ્દ કર્યું હતું.
ભૂપેન્દ્રસિંહ ખાંટે કહ્યું છે કે તેમની સામે રાજકીય પૂર્વગ્રહ રાખીને પ્રમાણપત્ર રદ્દ કરાયું છે. તેથી સિંગલ જજે આપેલો ચુકાદો અન્યાયી, ગેરવાજબી, મનસ્વી રીતે આપવામાં આવ્યો છે. જેને લીધે તેમની સાથે ન્યાય થયો છે. દેશની સર્વોચ્ચ અદાલતના મહત્ત્વના નિર્દેશોને ધ્યાને લીધા નથી. ટ્રાઇબલ અને નોન-ટ્રાઇબલ વચ્ચેના આંતરજ્ઞાતી લગ્નોને સમજવામાં ભૂલ કરી છે. તેમનો ઉછેર માત્ર માતા સાથે નથી થયો થયો પરતું તેઓ પણ ભીલ જાતિની જેમ અલગ-અલગ વિસ્તારોમાં ભણ્યા છે. સિંગલ જજે સ્ક્રૂટિની કમિટી દ્વારા અપાયેલા નિર્ણયને ગ્રાહ્ય રાખતી વખતે ભૂલ કરી છે.
ભૂપેન્દ્રસિંહ ખાંટ આદિવાસી હોવાના ખોટા જ્ઞાતિના પ્રમાણપત્રને આધારે વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી માટેની અનામત બેઠક પર ચૂંટણી લડયા હોવાની ફરિયાદ થઈ હતી. વળી વર્ષ 2011માં તેમની સામે અરજી થઈ હતી, જેમાં ખાંટના પિતા ક્ષત્રિય ખાંટ જ્ઞાતિના હોવાથી અને માતા આદિવાસી હોવા છતાં ઓબીસીમાં સમાવિષ્ટ છે. તેથી તેમના દીકરાને આદિવાસી તરીકેનું પ્રમાણપત્ર ખોટું મળ્યું છે.
23 જાન્યુઆરી 2018ના રોજ પંચમહાલમાં એસટી અનામત મોરવાહડફ બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ કમિશનરે રદ્દ કરતાં રાજકીય વિવાદ સર્જાયો હતો. ડિસેમ્બરમાં ચૂંટણી ફોર્મ ભરતી વખતે ભાજપના ઉમેદવાર વિક્રમસિંહ ડિંડોર દ્વારા ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી ન હોવાની ફરિયાદ કરી હતી. આદિજાતિ વિકાસ કમિશનર આર. જે. માંકડિયાના અધ્યક્ષપદે કમિટીએ તપાસને અંતે ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી ન હોવાનું જાહેર કર્યું હતું.
સરકારે કેવિએટ કરી
22 ફેબ્રુઆરી 2018ના દિવસે રાજ્ય સરકાર તરફથી પણ હાઇકોર્ટમાં કેવીયેટ દાખલ કરી દેવાઇ હતી કે, સરકારને સાંભળ્યા વિના હાઇકોર્ટ આ કેસમાં કોઇ હુકમ ના કરે. 24 જાન્યુઆરી 2018માં વડી અદાલતે આદિજાતિ વિકાસ બોર્ડના આદેશને રદ્દ કર્યો હતો. ભૂપેન્દ્રસિંહ ખાંટને આદેશ કર્યો હતો કે, 7 ફેબ્રુઆરી સુધી તે આદિજાતિ વિકાસ બોર્ડ સમક્ષ જાતિની પ્રમાણપત્ર અને તેના પુરાવા રજૂ કરે. આદિજાતિ વિકાસ બોર્ડે આદેશ કર્યો હતો કે, મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટ પાસે રહેલું અનુસુચિત જનજાતિનુ પ્રમાણપત્ર ખોટું છે. આથી તેઓ ધારાસભ્ય પદે ગેરલાયક ઠેરવવાને યોગ્ય છે.
ભાજપ કરતાં કોંગ્રેસને બે ગણી બેઠક
19 ડિસેમ્બર 2017ના રોજ આદિવાસી પૂર્વ પટ્ટીમાં 27 બેઠકમાંથી ભાજપને 8 અને કોંગ્રેસને 16 બેઠક મળી હતી. બે બેઠક ભારતીય ટ્રાઇબલ પાર્ટીને અને એક બેઠક અપક્ષને ફાળે ગઇ હતી. આદિવાસી વનબંધુ યોજનાઓ પાછળ કરોડોની યોજનાઓ બનાવી હતી. છતાં ભાજપની શરમજનક હાર થઈ હતી. સુરત જિલ્લાની ૩ આદિવાસી બેઠકમાંથી 2 ભાજપને ફાળે ગઇ હતી.