પીજ ટીવી ના સૌથી પહેલા એનાઉન્સર- એન્કર અમદાવાદના શોભા મોદીનું અવસાન

શોભાબહેનને સ્મૃતિ સલામ..!
એવું કહેવાય છે કે માન્ય ગુજરાતી એટલે કે સ્ટાન્ડર્ડ ગુજરાતી ભાષા મૂળ અમદાવાદ શહેર ના ખાડિયા-રાયપુર ના નાગરોની બોલાતી ગુજરાતી.
લોકોમાં આ માન્યભાષા નું ઘડતર નું કામ કર્યું પાઠ્યપુસ્તકો, છાપાં, આકાશવાણી અને ટેલિવિઝને.
ખાસ કરીને ઉચ્ચારોને લઈ ગુજરાતી લોકોના કાન ઘડવાનું  વિશેષ કામ કર્યું આકાશવાણીએ.
આજે યાદ આવે છે આકાશવાણી ના ગીજુભાઈ વ્યાસ, નંદકુમાર પાઠક, વસુબહેન, હસમુખ બારાડી,લેમ્યુઅલ હેરી ના અવાજો…અને એ પછી 1975 માં આવ્યું પીજ ટીવી.ઈસરો એ સેટેલાઈટ એપ્લિકેશન સેન્ટર નાં ઉપક્રમે ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટ તૈયાર કર્યો. જેમાં ખેડા જિલ્લામાં ગ્રામીણ સામુદાયિક ટીવી કેન્દ્ર દ્વારા ટીવી પ્રસારણ શરૂ થયું.આ ટીવી કાર્યક્રમો થી માત્ર ગુજરાતી કાન નહીં પણ ગુજરાતી ભાષા રજુઆત ની શૈલી પણ ઘડતર પામી.
આ પીજ ટીવી ના સૌથી પહેલા એનાઉન્સર હતાં શોભા મોદી અને એ. એ. મન્સૂરી.
અમદાવાદ ના અસલ ખાડિયા વિસ્તારનાં  રહેવાસી શોભાબહેનની રજૂઆત થી ગુજરાત નું પહેલું ટીવી પ્રસારણ દર્શકોએ જોયું..અને વર્ષો સુધી શોભાબહેન નો સસ્મીત ચહેરો અને અવાજ ગુજરાત માં ગૂંજતો રહ્યો..
શોભાબહેન હવે આપણી વચ્ચે નથી…આજે સ્મૃતિપટ પર ઘણાં સંસ્મરણો છલકાય છે…શોભાબહેન ને સ્મૃતિ સલામ… અલવિદા…!