પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણને ટિકિટ ન મળતા કોંગ્રેસ છોડી

ચોટીલાના પૂર્વ ધારાસભ્યનું 1200 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું
કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ભારતી ઋત્વિજ મકવાણાને ટીકીટ આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ તેમના સમર્થકોની એક બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં શામજી ચૌહાણે પોતાના 1200 કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા કે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેઓને વાયદો કર્યો હતો કે, લોકસભામાં તેમને જ ટિકિટ આપવામાં આવશે પરંતુ છેવટે ઋત્વિજ મકવાણાને ટીકીટ આપવામાં આવતા શામજી ચૌહાણ કોંગ્રેસ સામે બાયો ચડાવી છે.

શામજી ચૌહાણ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગરની બેઠક પરથી ઋત્વિજ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગઈ વિધાનસભામાં ચોટીલા બેઠક પરથી મેં અને મારા દરેક સમાજના કાર્યકર્તાઓ સાથે ઋત્વિજ મકવાણા સાથે પ્રચાર-પ્રસાર કર્યો હતો અને તેઓ 14 હજારની લીડથી વિજયી બન્યા હતા. ત્યારે હવે જો સમાજના લોકો મને કહેશે તો હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ અને કોંગ્રેસને હરાવવાના પ્રયત્નો કરીશ.