ગેંગવોર માટે જાણીતા પોરબંદર અને કુતિયાણામાં ફરી એક વખત ફાયરિંગ થયું છે. કુતિયાણા નગર પાલિકાના એનસીપીના સભ્ય અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અસ્લમ ખોખરના પરિવાર પર 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારના ઘાયલ 3 સભ્યોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અસ્લમ ખોખરની કુતિયાણા બાયપાસ રોડ પર નોનવેઝની દુકાન આવેલી છે અને અહીં રાતના સમયે 3 ગાડીઓમાં 15 જેટલા લોકો આવ્યાં હતા જેમને 10 રાઉન્ડ ફાયરિંગ કરીને તોડફોડ કરી ગુંડાગીરી કરી હતી. આરટીઆઇ એક્ટિવિસ્ટ અને પાલિકા સભ્ય અસ્લમ ખોખર હાજર ન હતા. ફરી એક વખત દિલ્હીના ભાજપના એક નેતાનો રાજ્યાશ્રય મળતાં આગામી દિવસોમાં કુતિયાણા-પોરબંદરમાં લોહીની નદીઓ વહેતી થશે તે વાત નિશ્ચિત મનાઈ છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજા અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને થોડા દિવસો પહેલાં ખોખરે પત્ર લખીને ફરિયાદ કરી હતી અને પોલીસ સક્ષણ આપવાની માંગણી કરી હતી. પણ રાજકીય વ્યક્તિને ભાજપ સરકારે રક્ષણ આપ્યું ન હોવાથી આ હુમલા માટે મુખ્ય પ્રધાન અને જાડેજા જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. જો રક્ષણ આપવામાં આવ્યું હોત તો હુમલો ન થયો હોત.
હુમલાનો આરોપ નગરપાલિકાના ભાજપના પ્રમુખ ઢેલીબેન ઓડેદરાના પુત્ર નાગેશ અને તેના સાથીઓ પર લાગ્યો છે. કુતિયાણા નગરપાલિકા હાલ ભાજપ હસ્તકની છે. જેના પ્રમુખ ભાજપના મહિલા અગ્રણી ઢેલીબેન ઓડેદરા છે. ઢેલીબેન ઓડેદરા અને એન.સી.પી ના કુતિયાણા નગરપાલિકાના સદસ્ય વચ્ચે ચુંટણી સમયથી ચકમક ઝરી રહી છે. ગત મોડી રાત્રે એન.સી.પીના નગરપાલિકાના સદસ્ય અસ્લમ ખોખર અને તેના પરિવારજનો પર ઢેલીબેન ઓડેદરાના પુત્ર નાગેશ અને તેના સાગરીતો એ હુમલો કરી નાશી ગયા હતા.
પોલીસમાં ફરિયાદ નોંધવા ગયા હતા તે દરમિયાન થોડીવારમાં પોરબંદર રાજકોટ હાઈવે પર કુતિયાણા બાયપાસ પર આવેલી અસ્લમ ખોખરના પરિવારની નોનવેઝની દુકાન પર ત્રણ ગાડીમાં 15 લોકો આવી તોડફોડ કરી અને 10 ફાયરીંગ કર્યું હતું .
પાલિકાથી લઇ લોકસભાની ચુંટણી સુધી અસ્લમ ખોખર રાજકીય રીતે લડત આપતા હતા. પરંતુ વિરોધ પક્ષમાં હોવાથી તેમની કોઈ ફરિયાદ નહીં, સાંભળતું હોવાનું પણ જણાવી રહ્યા હતા. અસ્લમ ખોખરે ભૂતકાળમાં અનેક ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. જેથી પોલીસ રક્ષણ મળેલ હતું. પરંતુ થોડા સમયથી અસ્લમ ખોખરનું પોલીસ રક્ષણ દુર કરી દેવામાં આવ્યું હતું. તેમના ફરીથી જીવલેણ હુમલાની ઘટના બની છે.
રાજકારણમાં અને આર.ટી.આઈના કામમાં અસ્લમ ખોખર કુતિયાણા પંથકમાં સારી એવી નામના ધરાવે છે.
ખોખરે જાહેર કર્યું હતું કે, નાગેશ અને સાગરિતોએ અમારા પરિવારજનોને કુતિયાણામાંથી હિજરત કરવા મજબૂર કર્યા છે. અમે આ મામલે ગૃહમંત્રી પ્રદિપ જાડેજા અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સરકારને લેખિતમાં રજૂઆત કરીને પોલીસ રક્ષણ માંગ્યું છે. અગાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને એનસીપી વચ્ચે મુકાબલો થયો હતો અને ત્યારથી તેમની વચ્ચે દુશ્મની થઇ હતી અને હવે ભાજપના નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેનના પુત્રએ હુમલો કરાવ્યાંના આરોપ લાગ્યા છે.
કુતિયાણાના છ વોર્ડની 24 બેઠક માટે ગત વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મુખ્ય લડત ભાજપ અને એન.સી.પી. વચ્ચે હતી. ચૂંટણીમાં ભા.જ.પનો વિજય થયો હતો.
રાજકોટમાં વીસી પ્રકરણ સમયે 25 વર્ષ પહેલાં કોટડા ગેંગના માલદે રામાના પુત્ર સહિત પંદર જેટલા કુતિયાણાના હામદપરાના પાટીયા પાસે નેશનલ હાઇ-વે પર ઇંડાની રેંકડી રાખી ધંધો કરતા અનિશ આસિફ ખોખર પર પોતાની રેકડીએ હતો ત્યારે નાગા માલદે પોતાના સાગરીત સાથે ગયો હતો. ત્યારે અનિશ આસિફ ખોખર સાથે અમારા દુશ્મન અસ્લમ સાથે કેમ સંબંધ રાખે છે કહી ઝાટપ મારી જતા રહ્યા હતા.
નાગા માલદે દસ પંદર મીનીટ બાદ ફરી ત્રણ કારમાં પંદર જેટલા સાગરીતો સાથે ઇંડાની રેકડીએ પહોચ્યા હતા અને પિસ્તોલ જેવું હથિયારમાંથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરતા અનિશ ખોખર બચી જતા નાગા માલદેના સાગરીતોએ લાકડાના ધોકા અને બેઝબોલથી હુમલો કરી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા અનિશ ખોખરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
નાગા માલદેના પિતા માલદે રામા કોટડા ગેંગનો સુત્રધાર હોવાનું અને કુત્યાણા તાલુકાના માજી તાલુકા પ્રમુખ વજશી ભુરાની હત્યામાં લાંબા સમયથી વોન્ટેડ હોવાનું તેમજ નાગા માલદેની માતા ઢેલીબેન કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
માલદે રામા સામે રાજકોટમાં વીસી પ્રકરણની પઠાણી ઉઘરાણી કરી અનેક વેપારીઓને ધાક ધમકી દીધા સહિતના ગુનામાં સંડોવણી હોવાનું પણ પોલીસની કડક કાર્યવાહીના કારણે છેલ્લા કેટલાક સમયથી કોટડાની મેર ગેંગ શાંત રહ્યા બાદ માલદેના પુત્રે સાગરીતો સાથે માથાકૂટ કરી કુતિયાણા પંથકમાં પોતાની ધાક ફરી જમાવવા મથી રહ્યો હોવાનું જાણકારો કહી રહ્યા છે.
પોરબંદરમાં ત્રણ લોકોને માર મરાયો
બીજા એક બનાવમાં પોરબંદરની જૂની કોર્ટ નજીક મારામારીનો બનાવ બન્યો છે. અંગત અદાવતને લઈને મારામારી થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એક વૃદ્ધ અને બે યુવાનને માર મારવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે બંને જૂથોની ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે. આ સંદર્ભે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગોંડલમાં રાજકીય ખૂન સૌથી વધું થયા છે.
1980 પોરબંદરમાં વસનજી ઠકરારની હત્યા થઈ હતી જે જનસંઘમાંથી ધારાસભ્ય ચૂંટાયા હતા. ઈંદિરા ગાંધીનીએ લાદેલી રાજકીય કટોકટી વખતે તેણે પક્ષપલટો કર્યો હતો. તેમાં બાબુભાઈ જસભાઈની સરકાર 12 માર્ચ 1976માં પડી હતી. તે વસનજી ખેરાજ ઠકરારની હત્યાથી રાજકીય ખૂનનો શીલશીલો શરૂ થયો હતો. પોરબંદર ત્યારથી બદનામ થયું હતું. પોરબંદર ગેંગવોર ત્યારે પરાકાષ્ઠાએ હતી. મુળુ દાઢીએ ખૂન કર્યું હતું. સરમણ મુંજાએ વસનજીને જીતાડ્યા હતા. કારણ કે માલદેજી ઓડેદરા સરમણની વિરુદ્ધમાં હતા. તેથી વસનજીને સરમણ મુંજાએ સિક્કા મારીને ધારાસભ્ય તરીકે જનસંઘથી જીતાડી દીધેલા હતા. 1974-75 ધનજી કોટીયાવાલા પોરબંદર નગરપાલિકાના પ્રમુખની હત્યા થઈ હતી.