પોલીસે કશ્યપનું એન્કાઉન્ટર, ભાજપના નેતાના ઈશારે કરાયું – દવે

સુરેન્દ્રનગરમાં કશ્યપ રાવલનું પોલીસ સ્ટેશનમાં મોત થયું હતું. તે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે તેમની હત્યા કરી છે. એવું ગુજરાત બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેએ ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ કશ્યપને ઉઠાવી દેવા માટે પોલીસને આદેશ કર્યો હતો. યજ્ઞેશ દવે ફેસબુક પર કહે છે કે મુખ્ય પ્રધાન સાથે ફરતાં રાજકોટના વકીલ દ્વારા આ કેસમાં સમાધાન કરીને કેસ રફેદફે કર્યો છે. જે વકીલ અમદાવામાં રહે છે અને તે ડીવાઈએસપી વાણાંદના બચાવ માટે કોર્ટના 4 કેસ લડી રહ્યાં છે. તે વકીલ હવે વાણંદ સામે કશ્યપ રાવલના મોત અંગે ફરીયાદ નોંધાવે છે, તે વિચિત્ર છે. આ કેસમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા બચાવવા મેદાને હોવાનો આરોપ પણ લડાવવામાં આવે છે. વળી, સુરેન્દ્રનરગના ભાજપના એક વરિષ્ઠ નેતા તરફ પણ તેઓ ઈશારો કરે છે. પોલીસને બચાવી લેવા માટે મૃતકના પિતા સાથે સમાધાન કરી દેવામાં આવ્યું હોવાનો આરોપ પણ યજ્ઞેશ દવેએ મૂક્યો છે.

શું કહ્યું બ્રહ્મ સમાજના આગેવાન યજ્ઞેશ દવેએ ?

તેમણે પોતાના ફેસબુલ લાઈવમાં 12 મે 2019મા સવારે 10 કલાકે કહ્યું હતું કે, કશ્યપ રાવલના કુંટુંબ પર ભાજપના નેતાએ દબાણ કરીને સમાધાન કરી લીધું છે. જેમાં ડીવાઈએસપીનો હાથ ઊંચો રહ્યો છે. આ ડિવાઈએસપી સામે ઘણા કિસ્સા બનેલા છે. યવના સામે ફરિયાદ નોંધ્યા વગર સામાન્ય અરજીના આધારે બાવળાથી તેને પકડી લાવે છે. વાણંદ ડીવાયએસપી પકડીને માર મારે છે બપોરે 12 કલાકે તેનું મોત થાય છે અને 3.15 કલાકે પોલીસ તેના પિતાને ત્રણ કલાક પછી જાણ કરે છે, કે તમારા પુત્રનું કુદરતી મોત થયું છે. તેને કોઈ રોગ ન હતો. છતાં પોલીસ કહે છે કે તેનું મોત કુદરતી થયું છે. પણ તેનું હ્રદય બંધ પડી ગયું ન હતું. તે પોલીસનો ગુનેગાર હશે. પણ તેને મારી નાંખવાનો કોઈને અધિકાર નથી. પોલીસે તેને મારી નાંખ્યો છે.

મારું પણ એન્કાઉન્ટર કરાવશે

કોઈ માણસ પોલીસ મથકમાં કઈ રીતે 35 વર્ષના યુવાનનું હ્રદય બંધ પડી જાય તે માની શકાય તેમ નથી. પોલીસ-પોલીટીશયનોએ મૃતકના કુટુંબને સમજાવી લીધા છે. સમાધાન કરી લીધું છે. કોના ઈશારે પોલીસે ખેલ ખેલ્યા તે મને ખબર છે. બધાના નામ જાહેર કરું છું. મને કંઈ પડી નથી. મારો ધંધો બંધ કરાવી દેશો એ જ ને. મારું એન્કાટર કરાવી દેજો. પણ સાચી વાત કરીશ. ત્રણ દિવસ સુધી વિરોધ પક્ષ પણ ઊંઘી ગયો હતો. એક મૃત દેહ બદલાય જાય તેનું અમિત ચાવડા નિવેદન આપે છે પણ એક યુવાનની હત્યા પોલીસ મથકમાં થાય છે તે અંગે કોંગ્રેસના પ્રમુખ નિવેદન કરતાં નથી. એક યુવાનનું એન્કાઉન્ટર કર્યું ત્યાં સુધી કોંગ્રેસે પણ કંઈ કર્યું નથી. કોંગ્રેસના બ્રહ્મ નેતાઓ ક્યાં ગયા ? કોંગ્રેસે જો યુવાનનો પક્ષ લીધો હોત તો સમાધાન માટે સરકારે દબાણ કર્યું ન હોત. પોલીસ નિષ્ઠુર બની ન હોત. કોંગ્રેસ પણ ભાજપ સાથે ભળેલી છે. જો ભળેલી ન હોત તો આજે ભાજપ ગુજરાતમાં સત્તા સ્થાને ન હોત. કોંગ્રેસની સરકાર ક્યારની આવી ગઈ હોત. કોંગ્રેસ ભાજપ સાથે સેટીંગ કરી લે છે.

શિવાનંદ ઝાને પડકાર, મારી પાસે પુરાવા છે

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા એક બ્રાહ્મણ છે. જ્યારે બ્રહ્મ સમાજનું સંમેલન થશે ત્યારે શિવાનંદ ઝાને આનું ઈનામ અપશે. જ્યારે યુવાનના શરીર પર માર માર્યાના અને ઘા માર્યાના નિશાન છે. તેના તમામ પુરાવા – ફોટો અને વિડિયો મારી પાસે છે. એસ પી મહેન્દ્ર પગડીયાને પડકાર ફેકું છું કે, તેઓ કહે છે કે યુવાનનું કુદરતી મોત છે. તો મારી પાસે પુરાવા છે કે તે અકુદરતી મોત છે. બગડીયાની પોલીસે નિઠુરતાથી મારી નાંખ્યો છે. શરમ કરો. જે ગુનેગાર છે તે પોલીસ બીજા દિવસે રજા પર ઉતરી જાય છે.

હું કોઈ પણ વસ્તુ એમને એમ નથી બોલતો. મારી પાસે તમામ પુરાવા છે.

શરીર પર મારમાર્યાના નિશાન છે

બ્રહ્મ સમાજના નેતાઓએ આ ઘટનાને બહાર લાવવા અને પોલીસ પર દબાણ કરવામાં સફળતા મેળવી હતી. શરીર પર માર માર્યાના નિશાન હોવા છતાં કુદરતી મોતનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે. તે કઈ રીતે શક્ય છે તે ખબર પડતી નથી.

કશ્યપના પિતાએ કહ્યું કે 302 બદર મૃત દેહ નહીં લેવાય

મૃતકના પરિવારે સમાજની હાજરીમાં કહ્યું કે જ્યાં સુધી પોલીસ પર 302 ન લાગે ત્યાં સુધી માનવ હત્યાની ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃત દેહ નહીં લઈએ. આ પ્રમાણેની જાહેરાત કરી હતી. સમાજે તે પહેલા અને તે પછી પણ સમર્થન આપ્યું હતું.

રૂપાણી સરકારના મંત્રીઓએ રસ લીધો

મૃત દેહ લેવાની ના પાડી ત્યારે આ શાસનમાં બેઠેલા ચોક્કસ લોકો, મંત્રી પદ સુધીના લોકો આ કેસની અંદર આવ્યા, તેની ગતિવિધિ શરૂ થઈ ગઈ હતી. માનિતા વકિલોના ફોન આવ્યા હતા કે કેસમાં કંઈ કરવાનું નથી. રાજકોટના માનિતા વકીલો જે મુખ્ય પ્રધાનની સાથે ફરે છે તેમનું દબાણ શરૂ થયું હતું. પરિવારને સમજાવીને 302ની કલમ ન લાગે તે માટે છેક સુધી પ્રયાસો કર્યા હતા.

ચૂંટણી હારી ગયેલા ભાજપના નેતાઓનું અપહરણનું કાવતરું

જે વ્યક્તિએ પોલીસને અરજી કરી હતી તેના આધારે આ યુવાનને ઉઠાવી દેવામાં આવ્યો હતો એ વ્યક્તિ સુરેન્દ્રનગરના વગદાર રાજપુત નેતા છે. ધારાસભાની ચૂંટણીમાં હારી ગયેલા એ ભાજપના નેતા છે. આ નેતાઓએ એમની જ જ્ઞાતિઓના પ્રધાનને મળીને આ કાર્ય કર્યું છે, પોલીસને બચાવવાનું આ કાર્ય માત્ર નથી, પણ તેમની જાત બચાવવાનું કામ છે. 302 ન લાગે એ વસ્તુ એમણે કરી, બ્રહ્રમ સમાજને બદનામ કર્યા છે. અમદાવાદના વકીલ ફરિયાદ નોંધાવવા રાજકોટ પહોંચી ગયા હતા. જે વાણંદના 4 કેસ લડે છે એ વકીલે વાણંદ સામે ફરિયાદ નોંધાવી છે. જે વકીલે ફરિયાદ નોંધાવી છે તે બચાવ પક્ષનો વકીલ છે. આવું તે કઈ રીતે બની શકે, આ લાંબા સમયનું આયોજન છે. ખેલ ખેલી રહ્યાં છે. કેસમાંથી છટકી જવાનું. વાણૃંદના કાળા કરતુતોના 4 કેસ લડે છે.

મને કોઈ ડર નથી. પણ અમારા લોકો ફૂટી ગયા છે. મારા બ્રાહ્મણો ફૂટી ગયા છે. પક્ષની ભડવાઈ કરવી હતી તો વકીલાત શું કામ કરો છો. મોર કળા કરી ગયો. રાજકારણ રમાઈ ગયું છે. મૃતકના પરિવાર પર દબાણ લાવ્યા છે. મારા પર મુંબઈથી ફોન આવ્યો હતો. મારા ધંધાને બંધ કરવાની ધમકી આપી હતી કે, યજ્ઞેશભાઈ તમે વચ્ચે ન પડશો બાકી અમે બધું સમજાવી દીધું છે. મારી કંપની ભારત પેટ્રોલિયમ માંથી દબાણ હતું. મારી કંપનીને શું લાગે વળગે આ બનાવમાં છતાં ફોન આપ્યો હતો.

યુવાનના મોત પર રાજકારણ

એક યુવાનના મોત માટે રાજકારણ રમતાં હોય તો આજ નહીં તો કાલે તમારી સરકાર જતી રહેશે. આખું પ્રકરણ સરકારે જબાવી દીધું. ક્યાં સુધી બ્રાહ્મણની હાય લેશો. ગુજરાતના બધા ભૂદેવોના આ રીતે દબાવી દેશો ? અમે ભલે વધારે વસતિ ધરાવતાં ન હોઈએ પણ ગુજરાતના બ્રાહ્મણો તમને (સરકારને) પાડી દેવા માટે તો સક્ષમ છીએ જ.

હવે હું પોતે આ કેસમાં કોર્ટમાં જઈશ અને અપીલ દાખલ કરીશ. ફેર તપાસની અરજી કોર્ટમાં કરવાનો છું.

બગડીયાએ મને ફોન પર કહ્યું કે નેચરલ ડેથ છે, છોડી દો એમને. આમ કઈ રીતે કુદરતી મોત થઈ જાય છે. સુરેન્દ્રનગરમાં આટલી મોટી એફઆઈઆર થયેલી છે એવા આરોપીઓને પકડવાની નવરાશ પોલીસને. પણ મળતી નથી.

રાજકીય નેતાને બચાવવા માટે આવું કર્યું

રાજકીય આગેવાન કે જે ધારાસભાની ચૂંટણી લડેલા અને હારી ગયા હતા. તેમની કોમ કરણી સેના પણ અમારા પક્ષે હતી. રાજપુત સમાજ પણ તેમની સાથે નથી. એ રાજકીય નેતાના ઈશારે તમારી ખુરશી બચાવવા માટે રાજકીય હાથા બનવાનું બંધ કરો. શિવાનંદ ઝાએ રાજકીય હાથા બનવાનું બંધ કરવું જોઈએ. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને કહું છું કે કોઈ એક સમાજને ટાર્ગેટ કરવાનું બંધ કરી દો. બીજા સમાજમાં 302 નોંધો છો તો અહીં તમને શું તકલીફ હતી. શું તમારે તમારા રાજકીય નેતાને બચાવવા હતા.

બ્રહ્મ સમાજ એક બને

બ્રહ્મ સમાજ એક થાય જો એક નહીં થાય તો જે સુરેન્દ્રનગરમાં થયું તે તમારા ઘરમાં થશે. આજે તે યુવાનને ઉઠાવીને મારી નાંખ્યો, કાલે યજ્ઞેશ દવેને ઉઠાવીને મારી નાંખશે. કાલે તમને ઉઠાવીને મારી નાંખશે. શું કરશો ? આજે મુખ્ય પ્રધાન સાથે ફરો છો કાલે આ મુખ્ય પ્રધાન નહીં હોય ત્યારે શું કરશો ? ઐ બધી ભડવાઈમાં સમાજને વેચવાનું બંધ કરી દો. મારે કોઈ પક્ષ સાથે કંઈ લેવા દેવા નથી.

મને પકડી જૂઓ

પોલીસ કોઈ રાજકીય નેતાના ઈશારે આવું કરે છે. મેં નામ જાહેર  કર્યા છે. મારી સામે 302 કરો મને પાડી દો કે કઈ રીતે મને પાડી શકો છે. બધાને ડફોળ બંધ કરવાનું બંધ કરો. વાણાંદનો બચાવ કોર્ટમાં કરે છે અને તે એડવોકેટ દિપેન દવે તેમના અસીલ સામે કેસ કરે છે.

તેમ ઉપર મુજબનું યજ્ઞેશ દવેએ તેમના ફેસબુક પર લાઈવ વિડિયોમાં કહ્યું હતું.