પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટરમાં ૩પ૨ મહિલાઓને સેવાઓ પુરી પાડી

March 13th, 2018

નવસારી ખાતે ઘરેલું હિંસા કે અન્‍ય સમસ્‍યાઓથી પીડિત મહિલાઓને મદદરૂપ થવા અને જરૂરિયાત જણાયે તેની સમસ્‍યાના ઉકેલના ભાગરૂપે કાઉન્‍સેલિંગ કરવાના ઉદેશ્‍ય સાથે મહિલા અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં દહેજ, અત્‍યાચાર, ભરણપોષણ, કુટુંબ કલેશ, છુટાછેડા જેવી સામાજિક તેમજ આર્થિક પ્રશ્નોના અટવાયેલા તેમજ મુંઝાયેલી પીડિત મહિલાઓને કાઉન્‍સેલિંગની સેવા પુરી પાડવામાં આવશે. નવસારી જિલ્લામાં ફેબ્રુઆરી-૧૮ અંતિત કુલ ૩પ૨ કેસોમાં આર્થિક, સામાજિક, જાતિય તેમજ માનસિક અને શારીરિક સમસ્‍યાઓથી પીડિત મહિલાઓને સેવાઓ પુરી પાડવામાં આવી છે.