પ્રજાના કારણે બન્યો બંધ, જશ કોઈક લે છે

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ મરણદોરી બની જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદે સર્વદે સૂત્ર ગુજરાતના લોકોનું છે. બંધની જળસપાટી 138 મીટર ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતનું હિત રહ્યું છે. કોઈ સરકાર કે વ્યક્તિ નહીં પણ તમામ રાજકીય પક્ષો અને તમામ લોકોએ નર્મદા અંગે લડત આપી છે. 2017માં બંધના દરવાજા બંધ કરવા મંજૂરી આપી તેનો જસ મોજીએ લીધો હતો કે, મેં ગુજરાત વાસીઓના હીતનું રક્ષણ કર્યું છે. પણ ગુજરાતના લોકોએ પોતાના હીતનું રક્ષણ કર્યું છે. ત્યારે કોંગ્રેસ પર આડકતરો આક્ષેપ કરીને ભાજપે નર્મદાને રાજકીય બનાવી દીધી હતી. તે કોઈ એક વ્યક્તિની ઉપવાસની તપોભૂમિ નથી પણ પ્રજાએ લડીને નર્મદા યોજના બનાવી છે. બીજા રાજ્યોની સામે આંદોલનો કર્યા છે. હવે કોઈ એક જસ લે તે કોઈ રીતે યોગ્ય નથી. મંચ પર તમામ રાજકીય પક્ષોના નેતાઓ હોવા જોઈતા હતા માત્ર ભાજપના નહીં. ગુજરાત નીરમય થયું છે તે કોઈ એક વ્યક્તિના કારણે નહીં. જળવીવાદમાં પ્રજા એક બનીને લ઼ડી હતી. હરીયાળી કાંતિનો શ્રેય મોદી લે છે પણ સિંચાઈ તો માત્ર 2થી 3 લાખ હેક્ટરમાં જ થઈ રહી છે.

પાણી છોડવાથી 175 ગામ પર મુશ્કેલી

મોદી પાણી છોડશે અને ભૂચના 175 ગામો જોખમમાં આવશે. સરકારની તાયફો કરવાની તૈયારી, પણ સમસ્યા માટે કોઈ કાર્યવાહી નહીં. 2014માં 138 મીટર લઈ જવા માટે દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. ઉપરવાસના વરસાદના કારણે મધ્યપ્રદેશના 26 ગામો ડૂબમાં ગયા છે.

40 હજાર લોકોનું જન્મસ્થાન ગુમાવ્યું

17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે પણ 40 હજાર લોકોએ પોતાનું જન્મ સ્થાન ગુમાવી દીધું છે. મધ્યપ્રદેશમાં 26 જેટલા ગામોનાં 2600 પરિવારના 15000 લોકોએ પોતાનું જન્મ સ્થાન ગુમાવ્યું છે. આવા 40 હજાર લોકો છે કે જેમણે પોતાનું જન્મ સ્થાન ગુમાવી દેવું પડ્યું છે. ગુજરાત અને મધ્યપ્રદેશ સરકાર આ મામલે તાત્કાલિક પગલાં ભરે એવી અહીંના લોકોએ માગણી કરી છે, આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

70 હજાર કરોડનો ખર્ચ છતાં નહેરો ન બની

નર્મદા યોજના પર સરકારે અત્યાર સુધીમાં 70 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે. 10,795.81 કિલોમીટરની નહેરોનું કામ પણ બાકી છે. સરકારની સત્તાવાર જાહેરાત પ્રમાણે નર્મદા નહેર નેટવર્કની લગભગ 52,231 કિલોમીટરનું કામ થઈ ચૂક્યું છે. 16.51 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ રહી હોવાનો રૂપાણી સરકારનો દાવો છે. રાજ્યમાં 21,841 કિલોમીટર ભૂગર્ભ પાઈપલાઈનનું કામ પુરું થઈ ચૂક્યું છે. જેના દ્વારા સિંચાઈ ક્ષમતામાં 8 લાખ હેક્ટરનો વધારો થયો છે. સરકારના આ દાવાથી વાસ્તવિકતા કંઈક અલગ ચિત્ર રજૂ કરી રહ્યું છે. અંદાજે 10 હજાર કિ.મીની લંબાઈની વિવિધ કેનાલોનું કામ બાકી છે ત્યારે સરકાર ખેડૂતોને હથેળીમાં ચાંદ બતાવી રહી છે.

કેમ નહિ મળે સિંચાઈનું પાણી?

માઈનોર કેનાલ સાથે જોડવામાં આવે તો તે તૂટી જાય અને કોન્ટ્રાક્ટર અને સરકારની મીલિભગતનું કૌભાંડ બહાર આવી જાય છે.

સરકારની અધૂરી કબૂલાત

રાજ્ય સરકારે વિધાનસભામાં 31 મે 2019ની સ્થિતિએ નહેરોના 9896.025 કિ.મી. કામ બાકી છે.

ગુજરાત મોદીમય

રાજ્યનું પાટનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના એક દિવસ પહેલા મોદીમય બની ગયું છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકાર વડાપ્રધાન મોદીના જન્મદિવસ હોવાના કારણે તે અંગેના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. પ્રધાનમંડળનાં સભ્યો તેમને સોંપવામાં આવેલા વિવિધ જિલ્લાનાં નમામિ દેવી નર્મદે મહોત્સવમાં ભાગ લેવા માટે રવાના થઈ ગયા છે તો બીજી બાજુ સમગ્ર સચિવાલયના કર્મચારીઓમાં પણ જાણે ઉત્સવ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગરમાં લગાવેલા ભાજપના ઝંડા અને પોસ્ટર્સ જાણે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ રાષ્ટ્રીય ઉત્સવ હોય એવું લોકોને ઠસાવી રહ્યા હોય એવું લાગતું હતું.

પ્રજા ત્રસ્ત, સરકાર તાયફા માટે વ્યસ્ત

રાજ્યની પ્રજા વિવિધ સમસ્યાઓથી પીડાઈ રહી છે. અને તે અંગે રજૂઆત કરવા માટે વિવિધ પ્રધાનો કે વિભાગોમાં રોજેરોજ આવતા હોય છે. પ્રધાનો પોતાને સોંપાયેલા જિલ્લાઓમાં જવા બપોર થતાં રવાના થઈ ગયા હતા. સમગ્ર ગાંધીનગરમાં ભાજપના કમળના ઝંડા લહેરાવી દેવાયા છે. નર્મદાને રાજકીય રંગરૂપ આપી દેવામાં આવ્યું છે. વડાપ્રધાનનાં જન્મદિવસની ઉજવણી કરી હોય એવું ક્યારેય ગુજરાત તો ઠીક પણ દેશના અન્ય રાજ્યોમાં પણ બન્યું નથી. સરકારી ખર્ચે આ પ્રકારે ઉત્સવો કરીને પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહી હોવાનું પણ કેટલાંક કર્મચારીઓમાં ચર્ચાતું હતું. નર્મદા યોજના માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે જ શક્ય બની હોય તેમ તેમને શુભેચ્છા પાઠવતા સંદેશાઓ તેમાં મૂકવામાં આવ્યા છે.