પ્રજા પરેશાન હોઈ સત્તા પ્રેમિ શંકરચૌધરીનું પત્તું કપાયું

ગાંધીનગર, તા.30

રાધનપુરમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારેલા શંકર ચૌધરીને ભાજપે પેટા ચૂંટણીની ટિકિટ આપી નથી તેના અનેક કારણો છે. જેમાં ડેરીના પ્રશ્નો અને પક્ષની નેતાગીરી સામે ઊભી કરેલી શંકા કારણભૂત માનવામાં આવે છે. લોકોનો રોષ આજે પણ શંકર ચૌધરી સામે એટલો જ છે. તેથી તેમને ટિકિટ આપવામાં આવી નથી.

શું કારણો છે?

એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બની છે. 60 લાખ લિટરનું દૂધ અને રૂ.૯૮૦૮ કરોડનું ટર્નઓવર કરીને વિશ્વની સૌથી મોટી ડેરી બને એવા સંજોગો હતા પણ તે હવે પાછળ ધકેલાઈ રહ્યા છે. ડેરીને ઊંચી લાવવામાં અનેક સહકારી નેતાઓનો હાથ રહ્યો છે. પણ શંકર ચૌધરી એવું માની રહ્યા હતા કે ડેરી તેમના કારણે ઊંચી આવી છે. તેથી તેઓ બેકાબુ બની રહ્યા હતા. પણ પક્ષના નેતાઓએ તેમને ટિકિટ ન આપીને તેમની બેકાબૂ સત્તાને રોકી છે.

હોસ્પિટલમાં પ્રજાની પરેશાની

આઘાતજનક તો એ છે કે, શંકર ચૌધરીના ટ્રસ્ટની હોસ્પિટલમાં શોષણ સામે 6 કર્મચારીઓએ ઝેરી દવા પીધી કારણ એટલું જ કે શંકર ચૌધરીએ તેમને સાંભળવાનો ઈનકાર કરી દીધો હતો. તેથી દવા પીધી હતી. વિજય રૂપાણીએ પોતાના પક્ષના નેતા શંકર ચૌધરીના ગબલાભાઈ ટ્રસ્ટને બનાસકાંઠાના પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલ એક રૂપિયો લઈને ખાનગી માલિકી તરીકે આપી દીધી છે.

ગૌચર કાંડ

શંકર ચૌધરી દયાહીન બનીને સેવકોને કહી દીધું હતું કે કોન્ટ્રેક્ટથી કર્મચારીઓ છે તેથી અમારા ટ્રસ્ટની જબાવદારી નથી. આવો જવાબ મળતાં 6 કર્મચારીઓને લાગી આવતાં મરી જવાનું નક્કી કરીને ઝેરી દવા પીધી હતી. બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના રાધાનેસડા સોલર પાર્કમાં 68 એકર ગૌચરની જમીન ભેળવી દેવા માટેનો શંકર ચૌધરી પર આરોપ છે.

સોલાર પાર્કનો વિવાદ

મહેસૂલી રેકર્ડમાં ગૌચરની જમીનોને અન્યત્ર દર્શાવી સોલર પાર્ક પાસેની જમીનો ખરીદવાનું કૌભાંડ પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભાજપના મંત્રી શંકર ચૌધરીની સંડોવણી હોવાના આક્ષેપો 10 ધારાસભ્યો કરી ચૂક્યા છે. 22 એકર ગૌચર પોતાની મેડિકલ કોલેજ માટે 32 દિવસમાં જ જમીન મેળવીને શંકર ચૌધરી ખાઈ ગયા છે. આ બન્ને ગૌચર જો હોત તો અહીં 1200 ગાયો નભતી હોત.

મગફળી કાંડ જવાબદાર

ડેરી દ્વારા મગફળી કૌભાંડ થયું છતાં શંકર ચૌધરીએ સામાન્ય સભામાં મૌન ધારણ કર્યું, જ્યાં મગફળી થતી નથી ત્યાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદી અને તેના ખાતામાં નાણાં પણ જમા થયા હતા. બનાસકાંઠામાં 2017માં ભયંકર પૂરના કારણે જમીનો ધોવાઈ ગયાને પાક નિષ્ફળ ગયા હતા. તો પછી મગફળી આવી ક્યાંથી ? રૂ.200 કરોડ કોણ પોતાના ખિસ્સામાં સેરવી ગયું તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.

શંકરનો સત્તા મોહ

પરબત પટેલનો પુત્ર મોહ અને શંકર ચૌધરીનો સત્તા મોહ, ભાજપ વચ્ચે ટકરાવનું કારણ હતું. પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલને ટિકિટ અપાવવા લોબિંગ શરૂ થયું છે. થરાદ બેઠક પરથી પેટા ચૂંટણીમાં જીતીને ધારાસભ્ય બનવાની શંકર ચૌધરીની આશા ધુંધળી બની છે. તેઓ ફરીથી આરોગ્ય અને શહેરી વિકાસ પ્રધાન બનવા માગતા હતા. પણ પરબત પટેલ કંઈક જૂદું ગણિત માંડી રહ્યા છે.

દૂધ ચોરી નડી

દૂધ ચોરી કૌભાંડમાં શંકર ચૌધરી દૂધ ઉત્પાદકોને ગેરમાર્ગે કેમ દોરે છે? બનાસ ડેરીનું દૂધ કૌભાંડ હરિયાણામાં પકડાયું પણ શંકર ચૌધરીએ તપાસ ન કરી. ડેરીમાંથી રૂ.1.25 કરોડનું દૂધ ચોરી કરી લેવામાં આવ્યું હતું.

કોંગ્રેસનો સાથ ભાજપનો વિકાસ

ત્રણ કૌભાંડમાં કોંગ્રેસના પરથી ભટોળ સામે શંકર ચૌધરીએ તપાસ ન કરી, કમળ અને પંજો એક બની દૂધની મલાઈ તારવી રહ્યા છે. પ્રમાણિકતાનો વારંવાર  ઢોલ પીટતા શંકર ચૌધરી શું આ બાબતે ના જવાબ આપશે ખરા?

અધિકારીઓએ ડેરી છોડી

બનાસ ડેરીને એશિયાની નંબર વન બનાવનારા કેટલાંક અધિકારીઓએ ડેરીની નોકરી છોડી દીધી છે. તેઓ પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત હતા. તેઓ પોતાનું કામ છોડીને બીજી ડેરીઓમાં જતા રહ્યા છે. આવી ઘટનાઓ શંકર ચૌધરી અને બીજા ભાજપના નેતાઓ ડેરીમાં આવ્યા બાદ બનવા લાગી છે. કોણે શા માટે ડેરી છોડી તેની વિગતો સરકારમાં પડી છે.

ભેળસેળ વાળું દૂધ ન લેનારે ડેરી છોડી દીધી

ખાણદાણમાં રિજેક્શન, ગુણવત્તાવાળું દાણ બનાવતા હતા અને કાચા માલમાં લેબ ટેસ્ટિંગમાં હલકી ગુણવત્તા વાળો માલ આવે તો તેને તરત રિજેક્ટ કરી દેતા હતા. રાજનેતાની માનીતી એક જ અમદાવાદની પાર્ટીનો માલ ગુણવતા સારી ના હોય તોય સ્વીકારવાની ફરજ પાડી હતી.

ચૌધરીના અંગત પ્રશ્નો પણ એટલા જ લોકો વચ્ચે છે, તેથી તેમની જીત શક્ય ન હોવાથી ભાજપે તેમને ટિકિટ આપી નથી.