પ્રાથમિક શાળાના ડીપીઓ અને 3200 સીઆરસી, 200 બીઆરસી અને કેળવણી નિરીક્ષકો, શાળાઓના 1.95 લાખ શિક્ષકો, 38 લાખ વિદ્યાર્થીઓ પાસેથી કામ કેમ લેવું તે મુશ્કેલ બની રહ્યું છે. સરકાર નવા નિયમો લાવે છે પરંતુ એનો અમલ થાય છે કે નહી તેના પર ધ્યાન આપવામાં આવતો નથી. ભાજપ સરકારના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાં પોતાની નિષ્ફળતાં છુપાવવા માટે અખતરા કરી રહ્યાં છે. પણ એકપણનો અમલ કરાવી શક્યા નથી. તેમના તમામ પ્રયોગ નિષ્ફળ ગયા છે.
શું છે અખરતા
-રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) હેઠળ ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠકો ગરીબ વિદ્યાર્થીઓ દ્વારા ભરવાના નિયમનો છે થોડો અમલ થયો છે પણ તેનો કડક અમલ થતો નથી. શાળાઓ સામે પગલાં ભરાતાં નથી.
-ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં પાછળ રહે છે, તેથી ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની સાપ્તાહિક દર શનિવારે કોઈ એક વિષયની કસોટી લેવાનો પ્રારંભ 22 ડિસેમ્બરથી કરાયો છે. જેમાં 38 લાખ વિદ્યાર્થીઓ લેવામાં આવી રહ્યાં છે.
-બાળકોના સ્કૂલ બેગનુ વજન ધોરણ 1 થી 7 મા 1.5 થી 4 કિલો સુધી અને ધોરણ 8 થી 10ના બાળકો માટે 4 થી 5 કિલો સુધીનું રાખવા આદેશો આપીને પગલાં ભરવાની જાહેરાત કરી હતી. પણ તપાસણી અધિકારીઓની પાસે વજન કાંટા સરકારે આપ્યા નથી. તપાસ કરી છે ત્યાં એક શાળા સામે પગલાં ભરાયા નથી. મોટા ભાગની શાળાઓ નિયમ પ્રમાણે દફતરનું વજન રાખતા નથી.
-વિદ્યાર્થીઓની અને શિક્ષકોની હાજરી ઈન્ટરનેટથી ઓનલાઈ પૂરવા આદેશ કર્યો છે પણ ગામડામાં નેટ આતું નથી. ઘણી શાળાઓ પાસે કમ્યપ્યુટર નથી. તેઓ હાજરી પુરી શકતા નથી.
-શિક્ષકો અને વિદ્યાર્થીઓને વર્ગખંડમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં મોટાભાગની શાળાઓ તેનો અમલ કરાવી શકતી નથી. વર્ગખંડમાં બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે.
-દેશમાં ધોરણ 12 સુધી તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક વિના મૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે પણ રાજ્ય સરકાર ઘણી શાળાઓમાં સમયસર પુસ્તકો પહોંચાડી શકતી નથી.
-સીબીએસઈ એટલે કે એનસીઈઆરટીમાં ધોરણ ૬થી ધોરણ 12 સુધીનાં તમામ પાઠ્યપુસ્તકોનું ડિઝિટલાઈઝેશન કર્યું. મોબાઈલ એપ દ્વારા આ પુસ્તકો હિન્દી, અંગ્રેજી તથા ઉર્દૂમાં વિના મૂલ્યે ઉપલબ્ધ છે. પણ ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે.
-કેન્દ્ર સરકારે નવી નેશનલ એજ્યુકેશન પૉલિસી બનાવવા ગુજરાતના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી સુધીર માંકડ તથા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (એનસીઈઆરટી)ના ભૂતપૂર્વ ડિરેક્ટર જે. એસ. રાજપૂત સભ્ય તરીકે હતા. આ સમિતિએ નવી શિક્ષણનીતિ બનાવવા માટે ઓનલાઇન અને ઓફલાઇન 1.10 લાખ લોકો પાસેથી 33 વિષયો પર સૂચનો મંગાવ્યાં હતાં. ગુજરાત સહિત 36 રાજ્યોમાં તેનો અમલ 2015માં કરવાનો હતો. જે થઈ શક્યો નથી. ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે અનેક બેઠકો કરી અને ગુજરાતના 11 હજાર ગમોના લોકોએ તેમાં ભાગ લીધો આજે પરિણામ શૂન્ય છે.
-વર્ષ 2004થી EDUSAT નામના ઉપગ્રહને લોન્ચ કર્યો હતો જેમાં ગુજરાત સરકાર 22 ટીવી ચેનલ શરૂ કરી છે. જેનો જોઈએ એવો લાભ વિદ્યાર્થીઓ લેતા નથી. કારણ કે તમને ક્લાસરૂમમમાં સાધનો જ સરકાર આપ્યા નથી આવ્યા છે તો તે ખરાબ હાલતમા છે. ઈ-લર્નિંગનો ઉપયોગ આપણા માટે જ્ઞાન-પ્રાપ્તિમાં મદદરૃપ બને નહીં કે આપણી જ્ઞાન-પ્રાપ્તિની કાબેલિયતોને ખતમ કરી દે.
-AAKASH કે અન્ય કંપનીના ટેબલેટને સસ્તા દરે વિદ્યાર્થીઓઓને આપવામાં આવ્યા છે પણ તેનો ઉપયોગ વર્ગખંડમાં થતો નથી. સરેરાશ એક વિદ્યાર્થી 8 કલાક દરરોજ ઑન લાઈન પર ગાળે છે. પણ શાળામાં ટેબલેટ વપરાતાં નથી.
-વર્ચ્યુઅલ ક્લાસિસની શરૃઆત ગુજરાતમાં થઈ છે. ઑન લાઈન શિક્ષણ પર પુંરતુ ધ્યાન આપવામાં આવતું નથી. ગુજરાતમાં હજી સુધી ઑન લાઈન કોર્સિસને સરકારી સ્તરે પ્રોત્સાહન હાંસલ નથી થઈ શકયું. ઑન લાઈન શિક્ષણ મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ જોડાણ ઉપર આધાર રાખે છે.
-મોબાઈલના ‘એપ’ અને ઈ-લર્નિંગ ઉપર આધારિત ગૅમ્સ આપણી શાળાઓમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે ઈ-લર્નિંગ અને ઑન લાઈન કોર્સિસમાં પારદર્શિતા અને પ્રમાણભૂતતા પેદા કરી શક્યા નથી. જેના નીતિ-નિયમો ઘડવાની જરૂર છતા તેમ થયું નથી. ડિજિટલ સામગ્રીને વિના મૂલ્યે જાહેર કરી શક્યા નથી. ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ સામગ્રી સુધી પહોંચવા માટે પ્રયાસ કરાયો નથી.
-રાતોરાત વર્ગવાર પ્રવેશ સંખ્યા મર્યાદિત કરતો પરિપત્ર લાવીને વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં એક વર્ગમાં 66 વિદ્યાર્થી અને સામાન્ય પ્રવાહની શાળાઓમાં વર્ગદીઠ 60 વિદ્યાર્થીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ વિદ્યાર્થી વધું હોય તો તેમને મુશ્કેલી પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દેવો પડે છે.
-એક એવો નિયમ લાવવામાં આવ્યો છે કે બોર્ડ મેમ્બરને નવી શાળા મંજુરી કરવાની સત્તા આપવામાં આવી હતી. નવી ખાનગી શાળાઓ શરૂ કરવા એક સંચાલક પાસેથી બેથી ત્રણ લાખનું ઉઘરાણું કરતાં હતા. જેમાં નવી શાળાની મંજુરી માટે નિયમો પણ ધ્યાનમાં લેવાતાં ન હતા. કેમ્પસ ન હોય, અપૂરતું ક્ષેત્રફળ, વર્ગખંડો તેમજ પ્રાથમિક સુવિધા ન હોય એવી 2016માં 300 શાળાઓ હતી અત્યારે આવી શાળાઓ પારવગરની થઈ ગઈ છે. બોર્ડ મેમ્બરોની મહેરબાનીથી બેઠકમાં ગેરકાયદે સ્કૂલોને મંજૂરી આપી દેવાય છે.
-શિક્ષકોને શિક્ષણ કાર્ય ઉપરાંત બીજા કામો પણ આપવા માટે નવા નિયમો લાવવામાં આવે છે. શિક્ષકો ભણાવવા ઉપરાંત બીજા કામ પણ કરાવવામાં આવે છે.
-29 ડિસેમ્બર 2018માં સરકારે પ્રવાસ માટે પરિપત્ર કર્યો છે કે, રાત્રે શાળાઓએ પ્રવાસ કરવો નહીં. જો આમ જ હોય તો એક પણ શાળા બે દિવસનો પ્રવાસ પણ બાળકોને કરાવી નહીં શકે. તેથી બાળકોનો માનસિક વિકાસ બંધિયાર બની જશે. શું સરકાર આવું જ કરાવવા માંગે છે ? નવી પેઢી વિચારવાનું ભૂલી જાય એવા નિયમો આવી રહ્યાં છે. શિક્ષણ વિભાગ સંભાળવામાં પહેલા આનંદિબેન પટેલ નિષ્ફળ હતા હવે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં સદંતર નિષ્ફળ રહ્યા છે. તેમના હાથમાં શિક્ષણનું કોઈ ભાવી નથી.