મોદીની સામે લડનારા પ્રવિણ તોગડિયાનું રાજકીય ધોવણ, ગુજરાતમાંથી માંડ 20 હજાર મત મળ્યા

પ્રવીણ તોગડિયાના પક્ષ હિન્દુસ્થાન નિર્માણ દળને ગુજરાતની તમામ બેઠકો પર કૂલ 20741 મત મળ્યા છે. આમ પ્રવીણ તોગડિયાને ગુજરાતના લોકોએ ફગાવી દીધા હોવાનું લોકસભાના પરિણામો સ્પષ્ટ કરે છે. તેમણે કૂલ 8 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેઓ નરેન્દ્ર મોદીના શખ્ત ટીકાકાર રહ્યાં છે. મોદી સામે લડનારા તેઓ એક માત્ર નેતા ગુજરાતમાં હતા હવે તેઓ રાજકીય રીતે ખતમ થઈ ગયા છે.

કચ્છ – ચાવડા પ્રવિણભાઇ ચનાભાઇ ૨,૧૫૫

પાટણ – પ્રજાપતિ જયંતીભાઇ દેવાભાઇ ૨,૭૮૮

સાબરકાંઠા – પટેલ જયંતિભાઇ શામજીભાઇ ૨,૨૪૭

અમદાવાદ (પૂર્વ) – વેકરીયા રૂષી ભરતભાઇ (પટેલ) ૧,૬૪૯

સુરેન્દ્રનગર – દેકાવાડીયા દારજીભાઈ મગનભાઈ (પાટીદાર) ૧,૪૩૩

ખેડા – પટેલ કમલેશકુમાર રતીલાલ ૧,૭૬૪

પંચમહાલ – રાઠોડ વિજયસિંહ મોહનસિંહ ૪,૮૬૯

દાહોદ – કલારા રામસીંગભાઇ નાનજીભાઇ ૩,૮૩૬