ઉપરાંત રેસ્ક્યુની કામગીરી કરી રહેલા ફાયરના અધિકારી પણ બેભાન થઈ જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ આ ઘટનામાં એક વ્યકિતનું મોત થવા પામ્યુ છે .ફાયર દ્વારા ત્રીસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આગને નિયંત્રણમાં લેતી વખતે કામગીરી કરી રહેલા ફાયર ઓફિસર મિથુનને ધુમાડો જવાને કારણે બેભાન થઈ જતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર ઓફિસર મિથુન ગુંગળામણને કારણે બેભાન થવા પામ્યા હતા.પ્રશ્ન એ છે કે,મિથુન મિ†ીએ કામગીરી સમયે શું સેફ ગાર્ડ પહેર્યા ન હતા,જા પહેર્યા હતા તો બેભાન કેવી રીતે થયા.
પોલીસ કર્મીએ ચાર લોકોને બચાવ્યા
આગની ઘટનામાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા મનીષ બ્રહ્મભટ્ટ નામના કર્મચારીએ જીવના જાખમે ચાર લોકોને બચાવી લઈ માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.