ગુજરાતમાં આજથી ફાસ્ટટેગનો અમલ શરૂ થયો છે.ફાસ્ટટેગમાં વધુ રકમ કપાવવાની ફરીયાદો જોવા મળી રહી છે. જાણકારોના મંતવ્ય મુજબ ટોલટેક્ષ પર બે વાહન વચ્ચે ત્રણથી ચાર ફુટ જેટલું અંતર રાખવું જરૂરી છે. અન્યથા જો આગળનાં વાહનનો કોઈ કારણસર ટોલટેક્ષ કપાયો ન હોય તો તેવા સંજાગોમાં આપના વાહનમાંથી પણ ડબલ ટોલટેક્ષ કપાઈ શકે છે.
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે ઉદેપુર તથા રાજ્યના અન્ય ટોલટેક્ષ પર વાહનોની લાંબી કતારો જાવા મળી રહી છે. રાજ્યમાં આજથી ફાસ્ટટેગનો અમલ શરૂ થયો છે. મોટાભાગનાં વાહનચાલકોએ ફાસ્ટટેગ લગાવ્યું ન હોવાથી ભારે હાલાકી થઈ રહી છે. કલાક જેટલો સમય વેડફાય છે. ટોલટેક્ષ નાકા ઉપર થતી રકઝક છૂટથી મારામા તથા અનેક સમસ્યાઓને દૂર કરવા રાજ્ય સરકારે ફાસ્ટ ટેગનો અમલ કરવા નિર્ણય લીધો હતો.
ફાસ્ટ ટેગ લગાવવાને કારણે આ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેને કારણે વાહનચાલક તેનું વાહન સરળતાથી ટોલનાકા પરથી પસાર કરી શકશે. વાહનની આગવના ભાગમાં સ્ક્રીન ઉપર ટેગ લગાવડવાની હોય છે. વાહનચાલકોમાં જેમજેમ જાગૃત આવશે તેમતેમ નેશનલ હાઈવે પર જાવા મળતી વાહનોની લાંબી કતારો જાવા મળશે નહીં. તેમજ વાહનચાલક સરળતાથી તેનું વાહન ઝડપથી પસાર થઈ જશે. હજુ મોટાભઆગના વાહનોમાં ફાસ્ટટેગ લગાડવામાં આવ્યા ન હોવાને કારણે ટોલબુથ પર રોકડ સ્વીકારવામાં આવી રહી છે.