ફેસબુક પર ગે સંબંધો વિકસાવવા તે કંઈ ખોટું નથી : માનવેન્દ્રસિંહ ગોહેલ

સોશિયલ મિડિયા પર સજાતિય સબંધોની ઓળખ આપીને મિત્રતા કેળવવા માટે નવો ટ્રેન્ડ શરૂં થયો છે. જેમાં હજારો લોકો આ રીતે ઓળખાણ વધારીને શારીરિક અકુદરતી સંબંધો કેળવી રહ્યાં છે. જે અંગે નિષ્ણાંતો શું કરી રહ્યાં છે તે પત્રકાર સંજય દવેએ વિષય નિષ્ણાંતો સાથે વાત કરી ત્યારે તેઓ શું કહે છે જાણો.
દુનિયામાં જાણીતા ગુજરાતના “ગે” માનવેન્દ્રસિંહ ગોહિલ કહે છે કે, “ગે” ની સંખ્યા નથી વધી રહી પણ એવું જરૂર કહી શકાય કે સમાજમાં રહેલી “ગે” જનરેશન અને “ગે” વિચારધારા હવે ખુલીને બહાર આવી રહી છે. જેની અપેક્ષા હતી તે મુજબ લોકો હવે સમયની સાથે સાથે પોતાની જિંદગી જીવવાની સ્ટાઇલ બદલી રહયાં છે તેમજ પોતાની સટાઇલ અપનાવી રહયાં છે,અમારા સમયમાં સોશિયલ મીડિયા અને એન્ડ્રોઈડ ફોન અવેલેબલ ન હતાં જ્યારે આજે “ગે” વિચારધારા ને ખુલીને એક બીજા સાથે મળવા માંટે પ્લેટફોર્મ ઇજજી મળતું થયું છે જેને કારણે લોકો પોતાના મુક્ત વિચારો પ્રકટ કરીને જીવી રહયાં છે,આ એક આવકારીય પગલું ગણી શકાય.
જાણીતા મનો ચિકિત્સક, ડૉ. હંસલ ભચેચ
જાણીતા મનો ચિકિત્સક, ડૉ. હંસલ. ભચ્ચેચ કહે છે કે, “ગરજવાન ને અક્કલ ન હોય” તેમ આ પ્રકારની પસંદગી અથવા લક્ષણો ધરાવતી વ્યક્તિ માટે આજકાલ વધી રહેલું સોશિયલ મીડિયા ખૂબ સરળ પ્લેટફોર્મ પૂરું પાડે છે અને અનેક લોકોના સંપર્ક કરીને “ગે ” લોકો પોતાને અનુકૂળ પાત્ર શોધી કાઢે છે,તેમજ જેમ નોર્મલ પુરુષને સ્ત્રી મિત્ર પ્રત્યે આકર્ષણ હોય છે તેમ “ગે” પુરુષોને પુરુષો પ્રત્યે આકર્ષણ હોય છે જેથી આવા પ્રકારની રિકવેસ્ટ કે મિત્રતાની ઓફર આવે ત્યારે સાહજીકતા થી તેમજ સામે વાળું પાત્ર સ્હેજ પણ આઘાત ન પામે તે રીતે તેને ના પાડવી જેથી તેના મનમાં મિત્રતા તોડનાર વ્યક્તિ પ્રત્યે ઘૃણા પેદા ન થાય,અને “ગે” લક્ષણો થોડા ઘણાં અંશે જન્મથી હોય છે જેને યોગ્ય પ્લેટફોર્મ મળવાથી આગળ વધી શકતું હોય છે.
સાયબર ક્રાઇમના ACP રાજદીપ સિંહ ઝાલા
સાયબર ક્રાઇમના ACP રાજદીપ સિંહ ઝાલા  કહે છે કે, સમાજમાં વધતી જતી ફેશન અને ઘેલછાઓને લઈને આજની યુવા પેઢી નવા નવા શોખ અપનાવે છે, જેમાં “ગે” મિત્રતા રાખવી અથવા પોતે “ગે” છે એવું જણાવીને અન્ય સાથે મિત્રતા કરતાં લોકો વિશે માહિતી મળતી હોય છે. પણ કોઈ “ગે” આપને ફેસબુક, ઈન્ટ્રાગ્રમ, વોટ્સએપ પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે અને આપ તેના સ્વીકાર બાદ મિત્રતા આગળ ન વધારી શકો અને તે આપને અન્ય કોઈ રીતે પરેશાન કરે અથવા આપના મિત્ર વર્તુળમાં આપની બદનામી કરવાની ધમકી આપે અથવા એવી કોઈ હરકત કરે તો આપ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાઇબર વિભાગનો સંપર્ક કરી શકોછી તેમજ આપ પોલીસ મદદ લઇ શકો છો અને આવું કઈ પણ બને તો તુરંત એક્શન લેવાથી તેનું ઝડપી નિકાલ કરી શકાય છે, કારણ કે આવા પ્રકારનું વર્તન ભલે ગાંડપણ નથી છતાંય તેની સમક્ષ છે તેવું કહી શકાય જેમાં પોતાની દબાયેલી ઈચ્છાઓ પૂરી કરવાં માંટે ગમેતે હદ સુધી જતાં કલ્પી શકવું અઘરું હોઈ શકે.